GPSSB Talati Exams 2023: તલાટી પરીક્ષા તારીખ: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષા યોજાનાર હતી. તેની તારીખમાં હવે થોડો ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી માહિતી આપી હતી ખાસ વાત છે કે તલાટીની પરીક્ષા લેવા માટે હાલ પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવાની જરૂર પડી છે. Talati Exams 2023 Date હવે 7 મે 2023 છે.
GPSSB Talati Exams 2023
- હવે તલાટી પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
- તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે.
- જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવાનુ રહેશે.
- કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો તલાટી પરીક્ષા નહી આપી શકે
તલાટી પરીક્ષા 2023
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
તલાટીની પરીક્ષા તારીખ | 7મી મે, 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં ભરતી ના ફોર્મ ભરવામા આવ્યા હતા. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. તો મારા તમામ મિત્રો જે લોકો તલાટી કમ મંત્રી પરીક્ષા ની તારીખ 2023 ની રાહ જોઈને બેઠા હતા ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે. જેથી હવે પરીક્ષા માટે થોડો સમય જ બાકી હોય પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ.
અગાઉ GPSSB ચેરમેન હસમુખ પટેલે તલાટી પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા અંગે 3 દિવસમાં નિર્ણય થશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય લેવામા આવશે. પરંતુ પૂરતા પરીક્ષા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજાશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા નહીં યોજાય. આ અંગે આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તલાટીની પરીક્ષા અંગે એક નવી તારીખની જાહેરાત કરાઈ છે.
અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |

GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ શું છે ?
7 મે 2023