GSRTC: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

GSRTC: ગુજરાત જીએસઆરટીસી દ્વારા ગુજરાતમાં ચાલતી બસોની સંચાલન કરે છે આ જીએસઆરટીસી નું પૂરું નામ ‘Gujarat State Road Transport Corporation’ છે. આ રઝયાની માલિકીનું છે. આ જીએસઆરટીસીનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે. તેની પાસે 10000 કરતાં પણ વધારે બસો છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બસની ઉપર સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે? તો ચાલો જાણીએ તેમના વિશે વિસ્તારથી.

ગુજરાત ST બસની ડિટેલ

ગુજરાત st દરરોજ એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ st બસ સુવિધા પૂરી પાડે છે. આ st બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઉપલબદ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.

આ પણ જુઓ: જાણો કઇ રીતે આપવામા આવે છે વાવાઝોડાના નામ, કેમ દર વખત અલગ હોય છે નામ

Luxury બસોની પણ સુવિધાઓ

GSRTC સારી Luxury બસો પણ ચલાવે છે જેમાં વધારાની સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધા હોય છે. ટ્રાવેલિંગ કરતાં લોકોને સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે તેની બસોની નિયમિત જાળવણી કરવામાં આવતી રહે છે. GSRTC પાસે તેમની બસોની જાળવણી અને સમારકામની કામ કરવા માટે રાજ્યભરમાં ડેપો અને વર્કશોપનું મોટું નેટવર્ક છે.

આ બસોની ઉપર આવેલા નામ

આ બસોમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર મુજબ આપવામાં આવે છે જે આપણે નેચે પ્રમાણે જોઈએ.

  1. અમદાવાદ વિભાગની બસ પર “આશ્રમ” નામ લખેલું જોવા મળે છે.
  2. અમરેલી વિભાગની બસ પર “ગિર” નામ લખેલું જોવા મળે છે.
  3. ભરુચ વિભાગની બસ પર “નર્મદા” નામ લખેલું જોવા મળે છે.
  4. ભાવનગર વિભાગની બસ પર “શેત્રુંજય” નામ લખેલું જોવા મળે છે.
  5. ભૂજ વિભાગની બસ પર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
  6. ગોધરા વિભાગની બસ પર “પાવાગઢ” નામ લખેલું જોવા મળે છે.
  7. હિમ્મતનગરની બસ પર “સાબર” નામ લખેલું જોવા મળે છે.
  8. જામનગર વિભાગની બસ પર “દ્વારકા” નામ લખેલું જોવા મળે છે.
  9. જુનાગઢ વિભાગની બસ પર “સોમનાથ” નામ લખેલું જોવા મળે છે.
  10. મહેસાણા વિભાગની બસ પર “મોઢેરા” નામ લખેલું જોવા મળે છે.
  11. નડિયાદ વિભાગની બસ પર “અમુલ” નામ લખેલું જોવા મળે છે.
  12. પાલનપૂર વિભાગની બસ પર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
  13. રાજકોટ વિભાગની બસ પર “સૌરાષ્ટ્ર” નામ લખેલું જોવા મળે છે.
  14. સુરત વિભાગની બસ પર “સૂર્યનગરી” નામ લખેલું જોવા મળે છે.
  15. વડોદરા વિભાગની બસ પર “વિશ્વામિત્રી” નામ લખેલું જોવા મળે છે.
  16. વલસાડ વિભાગની બસ પર “દમણ ગંગા” નામ લખેલું જોવા મળે છે.

આ પણ જુઓ: ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદવા માટે રૂ 6000 ની સહાય, ઓનલાઇન અરજી માહિતી

આવી રીતે GSRTC ના વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના પર બસની આગળ કાચ ઉપર નામ લખેલું હોય છે.

ગુજરાત એસ.ટી. મા હવે વોલ્વો, સ્લીપર. એ.સી. જેવી ઉચ્ચ ગુણવતા વાળી બસો પણ ઉપલબ્ધ છે. એસ.ટી. મા ખાનગી પરિવહન સાધનોની સરખામણીમા ભાડુ ઓછુ હોવાથી લોકો એસ.ટી. મા વધુ મુસાફરી કરવાવુ પસંદ કરે છે. ઉપરાંત નિયમિત મુસાફરી કરતા લોકો કન્સેશન પાસ કઢાવી મુસાફરી કરતા હોય છે. વિદ્યાર્થીઓનુ એસ.ટી. મા ફ્રી મુસાફરી પાસ આપવામા આવે છે.

GSERTC Official WebsiteClick here
Home PageClick here
Join our whatsapp Groupઅહીં ક્લિક કરો
GSRTC
GSRTC

GSRTC ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

https://gsrtc.in/site/

GSRTC નું મુખ્ય મથક ક્યૂ છે?

ગાંધીનગર

GSRTC નું પૂરું નામ શું છે?

Gujarat State Road Transport Corporation

રાજકોટ વિભાગની બસ પર શું લખેલ હોય છે ?

સૌરાષ્ટ્ર

મહેસાણા વિભાગની બસ પર શું લખેલ હોય છે ?

મોઢેરા

8 thoughts on “GSRTC: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?”

  1. બહુ સારી અને ઉપયોગી માહિતી આપવા બદલ હું તમને આભારી છું.

    Reply

Leave a Comment

error: Content is protected !!