GST Rule Change: GSTની બેઠક બાદ જુઓ શું થયું સસ્તું અને શું થયું મોંઘું: આપણાં દેશમાં એક રૂલ એક ટેક્સ થી 2017 ના વર્ષમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે દરે વર્ષે તેમાં થોડા થોડા ફેરફાર થતાં હોય છે. ત્યારે આ વખતની GST બેઠકમાં ઘણા GST Rule Change કરવામાં આવ્યા છે. આ GST Rule Changeથી અમુક ચીજ વસ્તુ મોંઘી તો અમુક સસ્તી પણ કરવામાં આવી છે. તો ચાલો જોઈએ આ વખતે આ GST Rule Change માં શું ફેરફાર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ દર્શાવેલા છે.
GST Rule Change વિશે
GST Rule Change માં GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી અને તેમાં લેવાયેલા સૌથી અગત્યના નિર્ણયોમાં Online gaming ને GST હેઠળ લાવવા અને 28 ટકા Tax લગાડવાનો અને કેન્સરની દવાઓમાંથી IGST દૂર કરવાનો ફેરફારો થયા છે. ચાલો જાણીએ GST પર ક્યાં રાહત મળી અને શું થયું મોંઘું?
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.
ઓનલાઈન ગેમિંગ માં 28% ટેક્સ વસૂલાત
GST કાઉન્સિલની બેઠકમાં Online Gaming, Horse racing, casino ની સંપૂર્ણ કિંમત પર 28% GST લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Online Gamingને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. Online Gaming પર GST લાદવાના નિર્ણયની સ્પષ્ટતા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે, આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન આજના સમયમાં Online Gaming Industryની અસર કેટલી છે અને તેનાથી કેટલી આવક થઈ શકે છે. દરેક રાજ્ય સાથે આ તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે કાર મોંઘી થશે
GST કાઉન્સિલે કાર ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ GST બેઠક દરમિયાન વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા બાદ Multi Purpose Car (MUVs) પર 22 ટકા વળતર ઉપકર વસૂલવાની દરખાસ્ત માટે મંજૂરી આપવામાં આવી છે, જે 28 ટકા GST ઉપરાંત હશે. એટલે કે હવે આ કેટેગરીના વાહનો ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, Sedan car પર 22 ટકા સેસ લાગુ નહીં પડે.
Imported કેન્સરની દવા સસ્તી થશે.
આ બેઠકમાં હવે આયાતી કેન્સરની દવા પર IGST લાગશે નહીં. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે આ દવા સસ્તી થશે. GST કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximab ની imported દવા સસ્તી થઈ શકે તેવી અપેક્ષા પહેલાથી જ હતી અને તેને સરકારે મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ દવા પર 12 ટકા IGST વસૂલવામાં આવે છે, જેને કાઉન્સિલ દ્વારા ઝીરો કરવામાં આવ્યું છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
થિયેટર હોલમાં જમવાનું સસ્તું થશે.
આ બેઠક બાદ હવેથી સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ સસ્તી થશે. હકીકતમાં બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યુ હતું કે, સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક પહેલા સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાણીપીણી ની વસ્તુ અને પીણાં પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.
GST કાઉન્સિલની બેઠક બાદ નીચેના ખાદ્યપદાર્થો સસ્તા
આ બેઠકમાં જેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે GST ઘટાડવાની જાહેરાત કરી છે. તેમાંથી પકાવેલી વસ્તુઓ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે હવે કાચા કે તળેલા નાસ્તાની ગોળીઓ પણ સસ્તી કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમિટેશન, ઝરી દોરા પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
ઉપર મુજબની વસ્તુ મોંઘી તથા સસ્તી કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

GST ની બેઠક બાદ કઈ વસ્તુ મોંઘી થશે ?
online gaming તથા કાર ખરીદવી મોંઘી થશે.
GST ની બેઠક બાદ કઈ વસ્તુ સસ્તી થશે ?
ખાદ્યપદાર્થો, થિયેટરમાં જમવાનું તથા પીણાં અને કેંસરની દવા સસ્તી થશે.
2 thoughts on “GST Rule Change: GST ના નિયમોમાં ફેરફાર, GSTની બેઠક બાદ જુઓ શું થયું સસ્તું અને શું થયું મોંઘું.”