Gyan sahayak Recruitment: શાળાઓમાં થશે 30000 શિકાશકની ભરતી: ગુજરાતમાં આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર અંદાજિત 30000 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશે. આ માટે ગુજરાતનાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ Gyan sahayak Recruitment માં પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેમાં SOE કાર્યક્રમ ચાલે છે તે શાળાઓમાં આ Gyan sahayak Recruitment ની ભરતી કરવામાં આવશે. તો જોઈએ આ Gyan sahayak Recruitment વિગતવાર નીચે મુજબ.
Gyan sahayak Recruitment વિશે
હાલમાં પ્રાથમિક શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની ખાલી જગ્યા રહેલી છે. જે પૂરી કરવા આગામી સમયમાં 25000 જેટલા જ્ઞાન સહાયકો ની ભરતી કરવા કૂબેરભાઈ ડિંડોર દ્વારા જાહેરાત કરાય છે.
આ સાથે શાળાઓમાં રમત ગમત અને શારીરિક શિક્ષણ મળી રહે તે માટે ખેલ સહાયકની 5000 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.
જ્ઞાન સહાયક ભરતી
- પ્રાથમિક શાળાઓમાં હવે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. જેમને માસિક 21000 રૂપિયા પગાર આપવામાં આવશે.
- પસંદગી પામેલા ઉમેદવારો માટે વિકલ્પ આપવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ઘટ નિવારવા માટે ઘનિષ્ઠ પગલાં શરૂ કર્યા છે. આ માટે TET-2 , TAT,1 અને TAT-2 જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે આ Gyan sahayak Recruitmentમાં તક આપશે. ગુજરતને ગુણવતયુક્ત શિક્ષણ મળી રહે તે માટે અને શાલોની ખાલી જગ્યા ભરવા માટે આ ભરતી કરશે. હાલ ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી થાય છે. પરંતુ હવે તેના સ્થાને હવે ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. ગત મહિને થયેલ ચિંતન સીબીરમાં આ બાબતે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પ્રાથમિક શાળાઓમાં કુલ 10 હજાર શિક્ષકોની ઘટ છે. જ્યારે મધમીક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ લગભગ એટલી જ ઘટ છે. આ ઘટ નિવારણ માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને આ બાબતે પહેલા નિયમો બનાવવામાં આવશે.
આ પણ વાંચો: રાત્રે પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે? જાણો નિષ્ણાંત શું કહે છે ?
શાળા સહાયક
પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સિવની કામગીરી કરવી પડે છે. તેવી ફરિયાદો અવાર નવાર શિક્ષણ સાથે સંકળાયેલા લોકો કરતાં હોય છે. પ્રાથમિક શિક્ષકો શાળામાં બાળકોને પૂરતો સમય આપી શકે તે માટે પ્રાથમિક શાળાઓમાં તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વધુમાં જણાવ્યુ હતું કે 250 કે તેથી વધુ સંખ્યા વાળી શાળાઓમાં શાળા સહાયકની ભરતી કરવામાં આવશે.
પરીપત્ર
પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે વિગતવાર ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
- પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકને માસિક 21000 હજાર રૂપિયા પગાર ચુક્વવામાં આવશે.
- માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકને માસિક 24000 હજાર રૂપિયા પગાર ચુક્વવામાં આવશે.
- ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકને માસિક 26000 હજાર રૂપિયા પગાર ચુક્વવામાં આવશે.
આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મહિને 21000 ના દરે ખેલ સહાયકની પણ ભરતી કરવામાં આવશે.
અગત્યની લિન્ક
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિયાં ક્લિક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિયાં ક્લિક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ તમામ ઠરાવ PDF | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

જ્ઞાન સહાયકની કુલ કેટલી જગ્યા પર ભરતી થશે ?
30000 જેટલી જગ્યા પર
રમત ગમત માં જ્ઞાન સહાયક ની કેટલી ભરતી થશે ?
5000 જેટલી જગ્યા પર
1 thought on “Gyan sahayak Recruitment: જ્ઞાનસહાયક શિક્ષક ભરતી, શાળાઓમાં થશે 25000 શિક્ષકની ભરતી, શિક્ષણમંત્રીની જાહેરાત.”