Health Tips for Monsoon: ચોમાસુ બેસતા જ આ 5 બીમારીઓનો ખતરો વધ્યો. જાણો બીમારી તથા તેના ઉપચાર વિશે.

Health Tips for Monsoon: આ 5 બીમારીઓનો ખતરો: જાણો બીમારી તથા તેના ઉપચાર: હાલ આપણે ત્યાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અને વરસાદ પણ સારો થઈ ગયો છે. પરંતુ આ વરસાદને લીધે મચ્છર તથા પાણી જન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે આ રોગોથી બચવા માટે સાવચેત રહેવું જરૂરી છે. આ માટે અમે Health Tips for Monsoon આ પોસ્ટ લઈને આવ્યા છીએ જે તમને તથા તમારા પરિવારજનોને રોગોથી સામનો કરવા તથા તેનાથી રક્ષણ કરવા ઉપયોગી થશે. તો જોઈએ આ Health Tips for Monsoon વિશે નીચે મુજબ.

Health Tips for Monsoon વિશે

વરસાદની ઋતુશરૂ થઈ ગઈ છે. દરેક ઋતુની પોતાની અલગ વિશેષતા હોય છે. પરંતુ, જ્યારે હવામાનમાં બદલાવ થાય છે ત્યારે ઋતુ પ્રમાણેના રોગોની સમસ્યા થવી સામાન્ય બનતી હોય છે. વરસાદની ઋતુમાં અનેક રોગો પણ થાય છે. આ ઋતુમાં ગંદકી, પાણી ભરાવા વગેરે જેવી સમસ્યાથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ રહે છે. જેના કરડવાથી જુદા જુદા રોગો થાય છે. જો સમયસર તેમની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. વરસાદથી થતા રોગોથી બચવું ખૂબ જ જરૂરી છે. આવો, આજે અમે તમને ચોમાસામાં થતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો જણાવીએ.

આ પણ વાંચો: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ, કિંમતમાં પણ સસ્તો.

મેલેરિયા, ડેન્ગ્યુ

હેલ્થલાઈનમાં પ્રકાશિત થયેલ સમાચાર મુજબ વરસાદની ઋતુમાં મચ્છરોનો ભરાવો થાય છે. જેના કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ખતરારૂપ રોગો થઈ શકે છે. જો તમને મેલેરિયા છે, તો તમને થાક, શરદી સાથે વધુ તાવ, માથાનો દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય વરસાદની ઋતુમાં ડેન્ગ્યુનો ખતરો પણ વધી જાય છે. જેના લક્ષણોમાં ભૂખ ન લાગવી, થાક લાગવો, બેચેની વગેરેનો સમાવેશ થાય છે.

વાઈરલ ઈન્ફેક્શન

વરસાદની ઋતુમાં વાઈરલ ઈન્ફેક્શનનું જોખમ ખૂબ વધી જાય છે. ઝડપથી બદલાતા હવામાનમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે. જેના કારણે વાઇરલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે થવાનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં વરસાદમાં ભીના થવાને કારણે શરદીની સમસ્યા થઈ શકે છે.

ઝાડા અને ઉલ્ટી

વરસાદની સિઝનમાં ઝાડા અને ઉલ્ટી નો રોગ પણ વધી જાય છે. ખોરાકમાં ધ્યાન ન આપવાથી અને ગંદુ પાણી પીવાથી આ સમસ્યા ઉત્પન્ન થાય છે. વરસાદની ઋતુમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં ખોરાક દ્વારા ગંદકી પેટની અંદર જાય છે, જેના કારણે ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા થાય છે.

આ પણ વાંચો: રાત્રે સૂતી વખતે ACનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, વધારે ટેમ્પરેચર સ્વાસ્થ્ય માટે નુકશાનકારક, જુઓ અહીથી.

ન્યુમોનિયા

વરસાદની સિઝનમાં ન્યુમોનિયાનું જોખમ પણ વધી જાય છે. ન્યુમોનિયાના કારક વાઇરસ હવામાં હોય છે, જે શ્વાસ લેવાને કારણે શરીરમાં પ્રવેશે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. ન્યુમોનિયાના મુખ્ય લક્ષણો શરદી, થાક, ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ વગેરે છે.

ટાઈફોઈડ

વરસાદની મોસમમાં ટાઈફોઈડના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. આ રોગ બેક્ટેરિયા અને ગંદકીના કારણે થાય છે. બહારના ખોરાક અને ગંદકીને કારણે ટાઈફોઈડની બીમારી થઈ શકે છે.

આ બીમારીથી રક્ષણ કરવા માટે

  • વરસાદની સિઝનમાં આસપાસના વિસ્તારને ચોખ્ખા રાખો. જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય. જેના કારણે ડેન્ગ્યુ-મેલેરિયાનો ખતરો ટાળી શકાય છે.
  • વરસાદના પાણીમાં ભીનું થવાનું ટાળો. તેનાથી શરદી અને ફ્લૂ નું ઇન્ફેકશન થઈ શકે છે. તેની સાથે ત્વચામાં ફોડલીઓની સમસ્યા પણ રહે છે.
  • બહારથી લાવેલા ફળો અને શાકભાજીને સારી રીતે ધોયા પછી જ ખાઓ. તેમાં રહેલા કીટાણુઓને કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે.
  • વરસાદની મોસમમાં પોષક તત્ત્વોથી ભરપૂર તંદુરસ્ત ખોરાકનું ખાવાનું રાખો. જે રોગપ્રતિકારક શક્તિને વધારશે.
  • વરસાદની ઋતુમાં ચોખ્ખું અને સ્વચ્છ પાણી પીવો. ગંદુ પાણી પીવાથી અનેક બીમારીઓ થાય છે. તેનાથી ઉલટી અને ઝાડા થાય છે. તથા ગરમ પાણી પીવો.
  • જો તમને મેલેરિયા-ડેન્ગ્યુ કે કોઈપણ રોગના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી. યોગ્ય સારવાર કરવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in જવાબદાર નથી. )

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Health Tips for Monsoon
Health Tips for Monsoon

ન્યુમોનિયાના મુખ્ય લક્ષણો ક્યાં છે ?

ન્યુમોનિયાના મુખ્ય લક્ષણો શરદી, થાક, ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ વગેરે છે.

ડેન્ગ્યુના લક્ષણો ક્યાં છે ?

જેના લક્ષણોમાં ભૂખ ન લાગવી, થાક લાગવો, બેચેની વગેરે છે.

error: Content is protected !!