Healthy Foods: દુનિયાના સૌથી જબ્બરદસ્ત 10 હેલ્ધી ફુડ, ખોરાકમાં કરો સામેલ, તો રહેશો તંદુરસ્ત

Healthy Foods: દુનિયાના સૌથી જબ્બરદસ્ત 10 હેલ્ધી ફુડ: આજકાલ લોકો જંકફૂડનો ઉપયોગ વધુ કરતાં હોય છે અને બહારથી લેલો ખોરાક પણ ખાય છે. અને બીમારીને આમંત્રણ આપે છે. પરંતુ ઘણા Healthy Foods એવા પણ હોય છે જે આપના શરીરને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખે છે. અને દવા થી પણ બચાવે છે. અહી આપણે એવા 10 પ્રકારના Healthy Foods વિશે વાત કરીશું જે તમારા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ નીચે મુજબ.

Healthy Foods વિશે

અમે તમને દુનિયાના 10 સૌથી Healthy Foods વિશે જણાવી રહ્યા છીએ જેમાં Nutrients એટલે કે પોષક તત્વોનો ખજાનો છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો આજથી તેમનું આહારમાં સેવન કરવાનું શરૂ કરી દો. જો તમે પણ હંમેશા ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો તો તેના માટે સૌથી જરૂરી છે કે, તમે વર્કઆઉટ કરવાની સાથે જ તમારા ડાયટમાં ચેન્જ કરો. દરરોજ આપણે માત્ર લિમિટેડ ખોરાક ગ્રહણ કરી છીએ. તેથી આપણે આપણા દરરોજ ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરવું જોઇએ જે કેન્સરથી લઇને હૃયદ રોગ જેવી બીમારીઓ દૂર કરે અને શરીરને ખુબજ પોષક તત્વો આપે છે. ચાલો જોઈએ.

1. અળસીના બીજ

અળસીના બીજ ભૂરા રંગના નાના-નાના કેટલાક ચમત્કારિક ફાયદા છે. જ્યારે તમે તે જાણી લેશો તો તમે દરરોજ તેનું સેવન કરશો. અળસી જેને Flax seeds કહેવામાં આવે છે. તેમાં Alpha-linolenic એસિડ હોય છે. જે લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો દૂર રહે છે. અળસીમાં દ્રાવ્ય ફાયબર અને Anti-inflammatory properties પણ હોય છે. જે અસ્થમાથી લઇને કબજિયાત સુધીની બીમારીને દૂર રાખે છે.

આ પણ વાંચો: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?

2. ડાર્ક ચોકલેટ

ઘણા લોકને લાગે છે કે, હેલ્ધી ફૂડ્સી યાદીમાં ચોકલેટ? પરંતુ આ સાચું છે. ડાર્ક ચોકલેટમાં બીમારીઓ સામે લડવા Flavonoids અને antioxidants હોય છે. જે બ્લડ પ્રેશરની સમસ્યામાં સુધારો કરે છે. બ્લડ ક્લોટ બનવાથી રોકે છે અને LDL એટલે કે, ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. સંશોધન પ્રમાણે જોઈએ તો લિમિટેડ પ્રમાણમાં ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 10 ટકા ઘટી જાય છે.

3. લસણ

આપણા રસોડામાં નઝરે દેખાતું લસણ કેટલું ફાયદાકારક છે તે તમે નહીં જાણતા હોવ. અન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને અન્ટીવાયરલથી ભરપૂર લસણ બેક્ટેરિયા અને વાયરસથી થતાં ઘણા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. અઠવાડિયામાં માત્ર 6 કડી લસણ ખાવાથી કોલોરેક્ટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 50 ટકા ઘટાડે છે. લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ શરીરમાંથી કાર્સિનોજેનિક તત્વોને દૂર કરે છે.

4. સેલ્મન ફિશ

અઠવાડિયામાં માત્ર 2 વાર સેલ્મન ફિશનું ખાવાથી હૃદય રોગના કારણે થતા મોતના જોખમને 17 ટકા ઘટાડી શકાય છે અને હાર્ટ એટેકના જોખમને 27 ટકા સુધી. સેલ્મન ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે Prostate cancer ના જોખમને ઘટાડે છે. સાથે જ સેલ્મન ફિશનું સેવન કરતા લોકો ડિપ્રેશન ઓછું થાય છે.

5. એવોકાડો

એવોકાડો ન્યુટ્રિયન્ટ્સ ફૂડ્સમાંથી એક છે એવોકાડો જે નેચરલ રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં Monounsaturated ફેટ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ત્રીજા ભાગ સુધી ઘટાડે છે. એવોકાડોમાં Beta-sitosterol હોય છે જે ખોરાકમાં હાજર કોલેસ્ટ્રોલને શોષી લેવાનું રોકે છે.

આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

6. દાળ અને કઠોળ

મગની દાળ, અળદની દાળ અથવા રાજમા, ચણા અથવા કાબુલી ચણા આ તમામ વસ્તુઓ દાળ અને કઠોળની યાદીમાં આવે છે. જે હાર્ટ માટે ખૂબ જ સ્વસ્થ છે. તેમાં મોટા પ્રમાણમાં દ્રાવ્ય ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલને સૂકાવી તેને ધમનીની દીવાર પર જમા થવાથી રોકે છે. આ ઉપરાંત કઠોળમાં પ્રોટિન અને મેગ્નેશિયમ પણ હોય છે. જે બ્લડ શુગરની સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

7. બ્લૂ બેરીઝ

બ્લૂ બેરીઝમાં એક ખાસ પ્રકારનું Antioxidants હોય છે. જે હૃદય રોગ, કેન્સર, મેમેરી લોસ અને ઉંમર વધવાની સાથે અંધત્વની બીમારીથી દૂર રાખે છે. આ ઉપરાંત બ્લૂ બેરીઝમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યામાં પણ મદદ કરે છે.

8. બ્રોકલી

જ્યારે વાત સૌથી Healthy Foodsની આવે છે તો બ્રોકલીને કેવી રીતે ભૂલી શકાય. કેન્સર સામે લડવામાં બ્રોકલીનું નામ સૌથી પહેલા નંબર પર છે. તેમાં સલ્ફેરોફેન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે શરીરમાં એવા એન્ઝાઇમ્સનું ઉત્પાદન કરે છે. જે કેન્સર પેદા કરતા કમ્પાઉન્ડને શરીરમાંથી દૂર કરે છે. આ ઉપરાંત બ્રોકલીમાં વિટામિન સી, બીટા-કેરોટીન અને કેલ્શિયમ પણ હોય છે તેથી આ હાડકા, આંખો અને ઇમ્યૂનિટી માટે ખુબ જ હેલ્ધી છે.

9. પાલક

આયરન, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર પાલક ના માત્ર આંખ માટે સારું છે. પરંતુ હાડકાને પણ મજબૂત બનાવે છે. જેન કારણે ફેક્ચરનું જોખમ ઘટે છે, બ્લડ પ્રેશરને ઘટાડે છે. સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને ઘટાજી શકાય છે. સાથે જ પાલકમાં ફોલેટ પણ હોય છે જે લંગ કેન્સરના જોખમને ઘટાડે છે.

10. દહીં

દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે. પ્રોબાયોટીક્સ હેલ્દી બેક્ટેરિયા છે જે આંતરડાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે જેથી શરીરની પાચક શક્તિ તંદુરસ્ત રહે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 12 જેવા પોષક દહીંમાં પણ જોવા મળે છે જે પેટ સાથે સંબંધિત અનેક રોગો-અલ્સર, યુટીઆઈ વગેરેને મટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, આ પ્રોબાયોટિક્સ પ્રતિરક્ષાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છતા હોવ તો, પછી દહીંમાં બ્લુબેરી મિક્સ કરી ખાવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બેવડા લાભ લો.

ખાસ નોધ: આ બધા ફૂડ્સ ઉપયોગ કરતાં પહેલા તમે ડોક્ટરની સલાહ લેવી હિતવાત છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Healthy Foods
Healthy Foods

બ્લૂ બેરીઝમાં એક ખાસ પ્રકારનું ક્યૂ તત્ત્વ હોય છે ?

Antioxidants

1 thought on “Healthy Foods: દુનિયાના સૌથી જબ્બરદસ્ત 10 હેલ્ધી ફુડ, ખોરાકમાં કરો સામેલ, તો રહેશો તંદુરસ્ત”

Leave a Comment

error: Content is protected !!