Heavy monsoon: ગુજરાતમાં છેલ્લાં 22 કલાકમાં 221 તાલુકાઓ પાણીથી તરબોળ: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગુજરાત માં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સારો વાવણી લાયક વરસાદ પડી ગયો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે નવા સમાચારો મુજબ ગુજરાતમાં છેલ્લા 22 કલાકમાં Heavy monsoon એટલે કે ભારે વરસાદ ની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે વધારે માહિતી માટે જોઈએ આ Heavy monsoon વિશે નીચે મુજબ.
Heavy monsoon વિશે
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે અનેક ધોધ જીવંત બન્યા છે. બીજી તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જે ખૂબ સુંદર રમણીય દ્રશ્ય લાગી રહ્યું છે.
ચોમાસામાં આ જગ્યાએ આટલો વરસાદ
- ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ
- 17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ
- ગુજરાતના 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ
- 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો
- 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો
- 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ
આ પણ વાંચો: રાત્રે સૂતી વખતે ACનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, વધારે ટેમ્પરેચર સ્વાસ્થ્ય માટે નુકશાનકારક, જુઓ અહીથી.
છેલ્લા 22 કલાકમાં 221 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સુરત જિલ્લાના મહુવામાં પડ્યો સાડા સાત ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ, તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં લગભગ બધા જિલ્લામાં વરસાદ
એક તરફ ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ સાથે 17 તાલુકાઓમાં 5 ઇંચ જેટલો પડ્યો વરસાદ, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ, 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો તો 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો છે.
જૂનાગઢ જીલ્લામાં ધોધમાર વરસાદ
હવામાનની વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢ જીલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. બીજી તરફ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. ગિરનાર ડુંગર પર સતત પડી રહેલા વરસાદથી ધોધ નો નઝરો અદ્ભુત છે. ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાતા યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.
આ પણ વાંચો: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ, કિંમતમાં પણ સસ્તો.
તાપી જિલ્લામાં પવન સાથે વરસાદ
ભારે વરસાદને કારણે દક્ષિણમાં સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોમાં નાના-મોટા ઝરણા, ધોધ ફરી વહેતા થયા. સોનગઢનો ચીમેર ગામમાં આવેલો ચિમેર ધોધ શરૂ થયો છે. સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિનું અલૌકિક સ્વરૂપ જોવા મળ્યું છે. આ સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ ધોધ જોવા આવે છે.
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહીં વરસાદને પગલે રસ્તા પર તોતિંગ વૃક્ષો ધરાશાઈ થાય તો વરસાદને પગલે અનેક ગામ ને જોડતો રસ્તો બંધ થયો છે. લખતર થી પાટડી જવાનો માર્ગ વૃક્ષો પડી જવાથી બંધ થયો છે. આ તરફ હવે રસ્તા પર ધરાશાઈ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લામાં પાણ મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ. અહીં અંબિકા, પૂર્ણા તેમજ ખપારી નદી બે કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે, જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો સહિતની સુવિધા, જુઓ અહીથી.
પંચમહાલ માં વરસાદ
પંચમહાલ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. મોરવા હડફ તાલુકાના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મેત્રાલ, દેલોચ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે.
પાલનપુરમાં હાઈવે પર ભરાયા પાણી
બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. પાલનપુર સુર મંદિર હાઇવે પર પાણી ભરાયા છે. આ સાથે મલાણા પાટિયા, ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ છે. સામાન્ય વરસાદથી ખેડૂતોના પાકોને ફાયદો થયો છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

જુનાગઢમાં કેટલો વરસાદ પડી ગયો છે ?
10 ઇંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 22 કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે ?
221 તાલુકામાં