Helpline Number: બિપોરજોય વાવાઝોડુની અસરને લઈને જિલ્લા પ્રમાણે કંટ્રોલરૂમના નંબર જાહેર: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યુ હતું કે આ બિપોરજોય વાવઝોડું આગામી 48 કલાક સુધીનો ખતરો છે.સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા સતર્ક થઈ દરેક જિલ્લા પ્રમાણે Helpline Number જાહેર કર્યા છે. આ Helpline Number થી તમે તથા તમારી આજુબાજુના લોકો ને મદદ રૂપ થશે. તો ચાલો જોઈએ આ નંબર વિશેની માહિતી.
વહિવટી તંત્રની તૈયારીઓની વાત કરીએ તો તંત્ર એ આવનારી કોઇપણ પરિશ્તિતિઓને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમા NDRF ની ટીમોને તૈયાર રાખવામા આવી છે. સાથે આશ્રય્સ્થાનો માટે શેલ્ટર હોમ ની તૈયારીઓ કરી લેવામા આવી છે. જયારે પન જરૂર પડે ત્યારે લોકોના સ્થળાંતર માટે તૈયારીઓ રાખવામા આવી છે.
વાવાઝોડાની કોઇપણ પરિસ્થિતિને સાંખી લેવા માટે NDRF, SDRFની ટીમો પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમા ફાયર વિભાગની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ફાયરની ટીમને રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી છે.
Helpline Number
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મદદ માટે કંટ્રોલરૂમ ચાલુ કરી દેવાયા છે. લોકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી મદદ મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ
જિલ્લા પ્રમાણે helpline number
જિલ્લાનું નામ | Helpline Number |
અમદાવાદ | 079-27560511 |
અમરેલી | 02792-230735 |
આણંદ | 02692-243222 |
અરવલ્લી | 02774-250221 |
બનાસકાંઠા | 02742-250627 |
ભરૂચ | 02642-242300 |
ભાવનગર | 0278-2521554/55 |
બોટાદ | 02849-271340/41 |
છોટાઉદેપુર | 02669-233012/21 |
દાહોદ | 02673-239123 |
ડાંગ | 02631-220347 |
દેવભૂમિ દ્વારકા | 02833-232183, 232125, 232084 |
ગાંધીનગર | 079-23256639 |
ગીર સોમનાથ | 02876-240063 |
જામનગર | 0288-2553404 |
જૂનાગઢ | 0285-2633446/2633448 |
ખેડા | 0268-2553356 |
કચ્છ | 02832-250923 |
મહીસાગર | 02674-252300 |
મહેસાણા | 02762-222220/ 222299 |
મોરબી | 02822-243300 |
નર્મદા | 02640-224001 |
નવસારી | 02637-259401 |
પંચમહાલ | 02672-242536 |
પાટણ | 02766-224830 |
પોરબંદર | 0286-2220800/801 |
રાજકોટ | 0281-2471573 |
સાબરકાંઠા | 02772-249039 |
સુરેન્દ્રનગર | 02752-283400 |
સુરત | 0261-2663200 |
તાપી | 02626-224460 |
વડોદરા | 0265-2427592 |
વલસાડ | 02632-243238 |
લેટેસ્ટ અપડેટ
હવામાન અંગે ખુબ જ ફેમસ વેબસાઇટ windy.com મુજબ જોઇએ તો આ બિપોરજોય વાવાઝોડુ 15 જુને ગુજરાત ના દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાય તેવી શકયતાઓ છે.
[Latest Update} હાલનો વાવાઝોડાનો ટ્રેક જોતા આ બિપોરજોય વાવાઝોડુ તારીખ 15 જુને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.
- વાવાઝોડા ની પવનની સ્પીડ 140 કીમી પ્રતિ કલાકની છે.
- વાવાઝોડુ દર કલાકે 8 થી 10 કીમી જેટલુ આગળ વધી રહ્યુ છે.
- ૧૫ જૂનની રાતે જખૌ પાસે ટકરાવાની સંભાવના છે.
- દરિયામા 10 મીટર ઉંચા મોજા ઉછળવાની આગાહિ છે.
- રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર અતિ ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
- ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- હાલ પોરબંદરથી દરિયામા 330 કિલોમીટર વાવાઝોડું દૂર
- દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે
- જખૌ અને નલિયાથી 300 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.
આ પણ વાંચો: બીપોરજોય નવી અપડેટ, બિપોરજોય વાવાઝોડાએ ત્રીજી વખત દિશા બદલી, જાણીએ આજની સ્થિતિ
- વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
- માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ સ્પીડ પકડશે.
- માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.
Biporjoy cyclone Live Tracker
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેલ્પલાઇન નંબર શું છે ?
02833-232183, 232125, 232084
કચ્છ જિલ્લાના હેલ્પલાઇન નંબર શું છે ?
02832-250923
2 thoughts on “Helpline Number: બિપોરજોય વાવાઝોડુની અસરને લઈને જિલ્લા પ્રમાણે કંટ્રોલરૂમના નંબર જાહેર,સંકટની ઘડીમાં કામ આવશે,”