How are Cyclone made?: વાવાઝોડું કેવી રીતે બને છે?: હાલમાં ગુજરાત રાજયમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાય રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. અને દરિયા કિનારે લોકો ને જવાની મનાઈ કરવામાં આવી છે. સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ? કે આ How are Cyclone made? એટ્લે કે વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ નીચે મુજબ વિગતવાર.
How are Cyclone made?
ગુજરાતને અડીને આવેલા અરબ સાગરમાં ‘બિપરજોય’ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. તો સમગ્ર રાજ્યના દરિયા કાંઠા તેની અસર જોવા મળી રહી છે. દરિયા કિનારે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો તમને સવાલ થતો હશે કે, આ વાવાઝોડું અચાનક ક્યાંથી આવ્યું? તે કેવી રીતે બને છે? તો આવો સમજીએ નીચે મુજબ.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ
વાવાઝોડાના ભાગ
વાવાઝોડાને ‘ઉષ્ણકટિબંધીય ચક્રવાત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ How are Cyclone made?માં આ ચક્રવાત બનવાની રીતને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. જોઈએ
1. શરૂઆત
વાવઝોડા બનવાની ઘટના કેટલીક સંજોગો પર આધાર રાખે છે. સૂર્યના તાપથી ગરમ થઈ રહેલા સમુદ્રમાંથી 26 ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન 60 મીટરની ઊંડાઈમાં બાષ્પીભવનથી પાણીની વરાળ મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. ત્યારે વાતાવરણીય અસ્થિરતા સમુદ્રની સપાટી પર આવતી ગરમ હવા સાથે ઘનીકરણની પ્રકિયા કરે છે અને વાદળો બનવાની શરૂઆત થાય છે.
આ પણ વાંચો: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?
2. પરિપક્વતા
ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જ્યારે તીવ્ર બને છે, ત્યારે તે જોરદાર હવા સાથે વાવાઝોડામાં પરિણમે છે. ત્યારબાદ હવે આડી રીતે ફેલાય છે. એકવાર હવા ફરવાની ચાલુ થાય પછી વચ્ચે જોરદાર દબાણ સર્જાય છે. આ ઘટનાની ઝડપને કારણે નીચેની હવાને વધુ ઝડપ આપે છે. ત્યારબાદ ગરમ હવાનું દબાણ વધતા ‘આંખ’ ની રચના થાય છે. સામાન્ય રીતે, આ આંખ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. 1) ગોળાકાર, 2) કેન્દ્રિત, 3) લંબગોળ. હિંદ મહાસાગરમાંથી નીકળતા મોટાભાગના ઉષ્ણકટિબંધીય વાવઝોડા કેન્દ્રિત પેટર્નવાળા હોય છે. તે ખૂબ મોટા Cumulus thundercloud band ની પેટર્ન ધરાવે છે.
3. પુખ્ખ્તા અને અંતિમ ભાગ
ત્યાર પછી ઉષ્ણ કટિબંધીય ચક્રવાતની આંખમાં દબાણ ઘટે છે, આંતરિક રીતે ગરમ અને અત્યંત ઝડપથી ફરવા સાથે નબળું પડવાની શરૂ થાય છે. અચાનક તેની ગરમ હવા ઠંડી થવા લાગે છે કે પછી અચાનક તેની સાથેનો સંપર્ક તૂટી જાય છે. આ ઘટના Landfall થયા પછી કે ઠંડા પાણી પરથી પસાર થાય ત્યારે બને છે. વાવાઝોડું નબળું પડે તેનો અર્થ એ નથી કે, તેનાથી જાન-માલ પરનો ખતરો ટળી જાય છે.
તો આવી રીતે વાવઝોડું ઉત્પન્ન થાય છે અને ત્યારે બાદ તેમનો અંત આવે છે. અને જ્યાં સુધી તેની અસર હોય ત્યારે ઘણી જાણ માલની નુકશાની થાય છે.
અગત્યની લીંક
અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયો | અહિં ક્લીક કરો |
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
હવામાન વિભાગની આગાહિ PDF | અહિં ક્લીક કરો |
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

How are Cyclone made માં વાવાઝોડાને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?
3 ભાગમાં