આ પોસ્ટમાં આપણે જાણીશું 12 દુધાળા પશુ યોજના ફોર્મ વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.
12 દુધાળા પશુ યોજના વિષે સંપૂર્ણ માહિતી :
ખેડૂતો માટે સરકાર I-Khedut પર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જે અંતર્ગત ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલન યોજનાઓ અને બાગાયતી યોજનાઓ નો સમાવેશ થાય છે. પશુપાલન યોજનાઓ માં પશુપાલન માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે તે પૈકી એક 12 દુધાળા પશુ યોજના છે. 12 દુધાળા પશુ યોજના માં અરજદાર પાસે 12 દુધાળા પશુ હોવા ફરજીયાત છે તેને ટેગ લગાવેલ પણ હોવા ફરજીયાત છે. પશુ ખરીદી પર માન્ય બેંક પાસે ધિરાણ મેળવેલું હોવું જોઈએ. આ યોજના નો લાભ આજીવન એક જ વખત મેળવી શકાય છે.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેના ફાયદાઓ :
રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૨-૨૩ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
પોતાની માલિકીની અથવા લીઝ પર જમીન મેળવેલ હોવી જોઇએ.
બાંધકામ અને સાધનો નિર્ધારિત સરતો પર ખરીદ્યા જોઈએ.
આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :
- આધાકાર્ડ
- બેંક પાસબુક
- ઉતારા
- લોન મંજૂરી આદેશ ક્રમાંક
- પશુ વિમા ના ડોક્યુમેન્ટ
- રેશન કાર્ડની નકલ
- ટેગ નંબર અને ટેગ તથા પશુ સાથે નો ફોટો
12 દુધાળા પશુ યોજના ની અરજી કરવા માટે વેબસાઈટ:
WEBSITE
12 દુધાળા પશુ યોજના નો લાભ કઈ રીતે મેળવી શકાય:
12 દુધાળા પશુ યોજના નો લાભ મેળવવા માટે સૌ પ્રથમ 12 પશુ ની ખરીદી કરવાની રહેશે ત્યાર બાદ પશુઓના વિમા લેવાં ના રહેશે અને ત્યાર બાદ ડેરી ફાર્મ નું બાંધકામ કરી I-Khedut પર જઈ સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના ઘટક માં અરજી કરવાની રહેશે, અરજી મંજૂર થયા બાદ તે યોજના ને લગતા કર્મચારી તપાસણી કરવા તમારા ડેરી ફાર્મ પર આવશે ત્યાબાદ પશુ, ટેગ તથા અરજદાર સાથે ફોટા પાડી તેની પ્રિન્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ તેને લગતી ઓફિસ પર સમયસર જમા કરાવવાના રહેશે.
FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :
Q. આ યોજના હેઠળ પશુ ને ટેગ લગાવવા ફરજીયાત છે?
A. હા,આ યોજના હેઠળ પશુ ને ટેગ લગાવવા ફરજીયાત છે.
Q. આ યોજના નો લાભ મેળવવા અરજી ક્યારે કરવાની રહેશે?
A. આ યોજના નો લાભ મેળવવા 12 પશુ ની ખરીદી કરી તેના પર વીમો લીધા બાદ ડેરી ફાર્મ નું બાંધકામ કર્યા બાદ અરજી કરવાની રહેશે.
Q. આ યોજના નો લાભ મેળવવા કઈ વેબસાઈટ પરથી અરજી કરવાની થાય?
A.આ યોજના નો લાભ મેળવવા I-Khedut વેબસાઈટ પરથી અરજી કરવાની થાય.