ikhedut 2023: ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા મળશે 75000 સુધીની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ

ikhedut 2023: પાણીના ટાંકા સહાય: ગુજરાત સરકાર દ્વારા હાલ ખેડૂતો માટે વિવિધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. જેમા હાલ બાગાયત વિભાગના કુલ 101 ઘટકો માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકાય છે. જેમા ટ્રેકટર સહાય, ફ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય, ડ્રીપ માટે પાણીનો ટાંકો બનાવવા સહય વગેરે યોજનાઓ માટે અરજી કરી શકાય છે. આજે આપણે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવા મળતી સહાયની માહિતી મેળવીશુ.

ikhedut 2023

ikhedut 2023 પોર્ટલ પર હાલ વિવિધ ઘટકો માટે સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી શકાય છે. જેમા મુખ્ય ઘટકો નીચે મુજબ છે.

  • ઘનિષ્ઠ ફળપાક વાવેતર સહાય
  • મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ સહાય
  • કમલમ ફળ (ડ્રેગનફૂટ) વાવેતર માટે સહાય
  • ગ્રીન હાઉસ/નેટહાઉસ સહાય
  • પ્લગ નર્સરી/નર્સરી -પક્ષી/ડરા સામે સંરક્ષણ નેટ
  • પ્રાઇમરી/મોબાઇલ/મીનીમલ પ્રોસેસીંગયુનિટ
  • મહિલા તાલીમાર્થીઓને વૃતીડા
  • વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક
  • ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  • હાઇબ્રીડ શાકભાજી વાવેતર
  • છુટા ફુલપાક
  • કેળ (ટીસ્યુ) અને પપૈયા
  • કાચા/અર્ધપાડા/પાકામંડપ
  • જૂના બગીચાઓનું નવીનીકરણ
  • પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
  • ડોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ
  • ટ્રેકટર ( ૨0 PTO HP સુધી ) ખરીદી સબસીડી
  • પાવર ટીલ૨ ( ૮ BHP થી વધુ )
  • ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ પ્રેયર ખરીદી
  • ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા બનાવવા સહાય
  • નવી ટીસ્યુકલ્ચર લેબ .ની સ્થાપના રાઈપીંગ ચેમ્બર
  • કોલ્ડ સ્ટોરેજ
  • કોલ્ડચેઈન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિડીડ-૨ણ માટે

આ ઉપરાંત અન્ય વિવિધ ઘટકો. કુલ ઉપલબ્ધ ઘટકો 101

આ પણ વાંચો: ખેડૂતો માટે ટ્રેકટર ખરીદી માટે સબસીડી યોજના

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના શરતો

આ યોજનામા નીચેની શરતોને આધીન સહાય મળવાપાત્ર છે.

  • આ યોજના અંતર્ગત સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા બનાવવા સહય મળે છે જેમા ડ્રીપ સેટ હોવો ફરજીયાતક છે
  • ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી એ રજૂ અક્રવાનુ હોય છે.
  • આ યોજના અંતર્ગત સહાય મેળવવા ઓછામાં ઓછા ૨૫.૫૦ ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે
  • આ યોજના અંતર્ગત ખાતેદાર ખેડૂત ને ખાતાદીઠ ફક્ત એક જ વખત સહાય મળવાપાત્ર છે.

સહાયની રકમ

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

• યુનિટ કોસ્ટ – રૂ ૧.૦૦ લાખ રાખવામા આવી છે

અનુ. જન જાતિ ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

HRT-4(અનુસુચિત જાતિ માટે )

• યુનિટ કોસ્ટ – રૂ ૧.૦૦ લાખ રાખેલ છે

• અનુ. જાતિ ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવપાત્ર છે.

HRT-2

• યુનિટ કોસ્ટ – રૂ. ૧.૦૦ લાખ રાખવામા આવી છે.

• સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા (મહત્તમ રૂ. ૫૦૦૦૦/- ની મર્યાદામાં) સહાય મળવાપાત્ર છે.

આ પણ વાંચો: ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય યોજના 2023

ikhedut 2023 Online Apply

વર્ષ 2023-24 માટે Ikhedut પોર્ટલ પર બાગાયત વિભાગની વીવીધ સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી ઓનલાઇન અરજી કરી શકો. જો તમે જાતે જ ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે આપેલ માહિતી મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ Ikhedut Online અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાઓ
  • તેમા તમને બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ યોજનાઓનુ લીસ્ટ દેખાશે.
  • આ વીવીધ ઘટકો પૈકી તમે જે યોજના માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો અને નિયમો ધ્યાનથી વાંચી લો.
  • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો વિકલ્પ પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરો.
  • આગળના પેજમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો.
  • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
  • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
  • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો.

આ ઉપરાંત બાગાયત વિભાગ મા નવા ઘટકો ઉમેરાયેલા છે. હાલ કુલ 101 ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
ikhedut 2023
ikhedut 2023

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in/

બાગાયત વિભાગના કુલ કેટલા ઘટકો માટે ઓનલાઇન રજી ચાલુ છે ?

101 ઘટકો

1 thought on “ikhedut 2023: ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા મળશે 75000 સુધીની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ”

Leave a Comment

error: Content is protected !!