ikhedut સબસીડી: ખેડૂતોને કમલમ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે મળશે રૂ. 3 લાખ જેટલી સહાય, ઓનલાઇન અરજી કરવાની માહિતી

ikhedut સબસીડી: ડ્રેગન ફ્રુટ સહાય: કમલમ ફ્રુટ સહાય: સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. હાલ ખેડૂતોને વિવિધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે ikhedut પોર્ટલ 31-5-2023 સુધી ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. જેમા વિવિધ ઘટકો જેવા કે ટ્રેકટર, વિવિધ ફળોની ખેતી વગેરે માટે સબસીડી માટે ઓનલાઇન અરજી કરવાનુ ચાલુ છે. જેમા આજે આપણે કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટ વાવેતર માટે કેટલી સહાય મળે તેની માહિતી મેળવીશુ.

ikhedut સબસીડી 2023

યોજના નામikhedut સબસીડી
વિભાગબાગાયતી યોજના ગુજરાત
પેટા યોજનાકમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાય
યોજનાનો હેતુખેડૂતોને ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી પ્રકારઓનલાઇન
ઓફીસીયલ પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ૩૧/૦૫/૨૦૨૩
લાભાર્થી જૂથગુજરાત રાજયના ખેડૂતો
IKHEDUT PORTAL 2023

આ પણ વાંચો: ખેડૂતો માટે ટ્રેકટર ખરીદી માટે સબસીડી યોજના

ડ્રેગન ફ્રુટ સહાય: કમલમ ફ્રુટ સહાય

ikhedut સબસીડી ની આ યોજનામા ખેડૂતોને તેમના ખેતરમા કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે સહાય આપવામા આવે છે. આ સહાય યોજનાની માહિતી નીચે મુજબ છે.

શરતો

  • આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ખેડૂતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો જ તેમને સહાય મળવાપાત્ર રહેશે. 
  • આ યોજના મા સહાય મેળવવા માટે જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે. 
  • જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે. 
  • આ યોજના માટે અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.

સહાયની રકમ અને શરતો

ડ્રેગન ફ્રુટ સહાય યોજના અતર્ગત વિવિધ વર્ગોના ખેડૂતોને નીચેની રીતે અને નીચેની શરતો મુજબ સહાય મળવાપાત્ર છે.

HRT-2

  • યુનિટ કોસ્ટ:- આ યોજના અંતર્ગત રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર સહાય: સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. 
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. 
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. 
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/-બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો: આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે ? કેવો વરસાદ પડશે ?

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

  • યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર સહાય: અનુ.જન જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. 
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

HRT-4(અનુસુચિત જાતિ માટે )

  • યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર
  • સહાય: અનુ.જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. 
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. 
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. 
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

અગત્યની લીંક

IKHEDUT PORTAL 2023 અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહીં ક્લિક કરો
ikhedut સબસીડી
ikhedut સબસીડી

કમલમ (ડ્રેગન ફ્રુટ( સહાય માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in/

ikhedut પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

31 મે 2023

2 thoughts on “ikhedut સબસીડી: ખેડૂતોને કમલમ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે મળશે રૂ. 3 લાખ જેટલી સહાય, ઓનલાઇન અરજી કરવાની માહિતી”

Leave a Comment

error: Content is protected !!