IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન એપ્લીકેશન શરૂ: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખેતી માટેના સાધનો ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવમા આવે છે. આ યોજના નો લાભ લેવા માટે IKHEDUT Subsidy 2023 ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારા ગ્રામપંચાયતની મુલાકાત લઈ જાણકારી મેળવી અને આ અરજી 5 મી જૂન ના રોજ અરજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે કરવાની રહેશે. વધુ માહિતી માટે નીચે જુઓ.
IKHEDUT Subsidy 2023
યોજના | IKHEDUT Subsidy yojana 2023 |
વિભાગ | ખેતીવાડી વિભાગ |
એપ્લીકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 5-6-2023 થી |
ઓફીસીયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
લાભાર્થી | રાજ્યના ખેડૂતો |
આ પણ વાંચો: માર્કેટમાં કેરીની જબ્બર આવક, કેરીનાં ભાવો તળીયે; જાણો શું છે કેરીનાં ભાવો
IKHEDUT Subsidy 2023 વિશે
Ikhedut પોર્ટલ ખેતીવાડી શાખાની અલગ અલગ સબસીડી યોજનાઓ માટે ૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે.
આ આઈ ખેડૂત સબસિડીમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેમ જેમ અલગ અલગ ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ થશે તેમ લીસ્ટમા બતાવશે.
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો
1 અન્ય ઓજાર/સાધન
2 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
3 કલ્ટીવેટર
4 ગ્રાઉન્ડનટ ડીગર
5 ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
6 ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
7 ટ્રેકટર
8 પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
9 પ્લાઉ (તમામ પ્રકારના )
10 પ્લાન્ટર (અન્ય પ્રકારના )
11 પશુ સંચાલીત વાવણીયો
12 પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
13 પાવર ટીલર
14 પાવર થ્રેસર
15 પોટેટો ડીગર
16 પોટેટો પ્લાન્ટર
17 પોસ્ટ હોલ ડીગર
18 ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના
19 ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના
20 બ્રસ કટર
21 બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
22 માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
23 માલ વાહક વાહન
24 રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
25 રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
26 રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
27 રોટાવેટર
28 લેન્ડ લેવલર
29 લેસર લેન્ડ લેવલર
30 વ્હીલ હો (આંતરખેડનું સાધન)
31 વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
32 વિનોવીંગ ફેન
33 શ્રેડર/ મોબાઇલ શ્રેડર
34 સબસોઈલર
35 હેરો (તમામ પ્રકારના )
36 હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના
આ પણ વાંચો: ગુજરાત પર ફરી વાવાઝોડાનુ સંકટ, 7 થી 11 જૂન મા છે ભારે વરસાદની આગાહિ
Ikhedut Subsidy 2023 દસ્તાવેજનું લીસ્ટ
ખેતીવાડી ખાતાની જુદી જુદી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ નુ લીસ્ટ નીચે મુજબ છે.
- 8 – અ ની ઝેરોક્ષ
- બેન્ક પાસબુકની ઝેરોક્ષ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
Ikhedut ઓનલાઇન અરજી
આ સબસીડી યોજનાઓ માટે નીચેની રીતે ઓનલાઇન અરજી કરી શકાસે.
- ગ્રામ પંચાયત VCE દ્વારા અરજી કરી શકશે.
- CSC સેન્ટર દ્વારા અરજી કરી શકો છો.
- સાયબર કાફે દ્વારા પણ અરજી કરી શકો છો.
- મોબાઇલ કે કમ્પ્યુટર પરથી ખેડૂત પોતે પણ ઓનલાઇન એપ્લીકેશન કરી શકસે.
Ikhedut ઓનલાઇન એપ્લીકેશન પ્રોસેસ
વર્ષ 2023-24 માટે ખેતીવાડી વિભાગની અલગ અલગ સબસીડી યોજનાઓ અંતર્ગત સબસીસી માટે ઓનલાઇન એપ્લીકેશન કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી શકો છો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે મુજબના પ્રક્રિયા મુજબ માહિતી વાંચી ઓનલાઇન અરજી કરી શકો છો. આ અરજી કરવા માટે તેમની સૂચના મુજબ યોગ્ય માહિતી ભરવાની રહેશે.
- ઓનલાઇન એપ્લીકેશન કરવા માટે સૌપ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
- તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઉપલબ્ધ જુદા જુદા ઘટકોનુ લીસ્ટ દેખાશે.
- આ જુદા જુદા ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન એપ્લીકેશન કરવા માંગતા હોય તેની બધી શરતો અને માહિતી કાળજીપૂર્વક વાંચી લો.
- ત્યાર પછી તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર ક્લિક કરો.
- તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો જેવી કે નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો એન્ટર કરો.
- આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો એન્ટર કરવાની રહેશે.
- છેલ્લી તમારી આખી એપ્લીકેશન ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
- હવે આ અરજીની પ્રીંટ કરી લો.
- અને જરૂરી દસ્તાવેજો સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.
ખાસ નોંધ: IKHEDUT સબસીડી યોજનાઓ માટે હવે લક્કી ડ્રો સીસ્ટમ ને બદલે વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. જો તમે આ પૈકી કોઇ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન શરૂ થતાની સાથે જ તમારી ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.
અગત્યની લીંક
Ikhedut Online Apply લિંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ખેડૂત સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન એપ્લીકેશન કરવા માટેની સતાવાર વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in
ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે ?
5 જુન 2023 થી શરૂ કરવામાં આવશે.
1 thought on “IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન એપ્લીકેશન શરૂ, જાણો પૂરી પ્રોસેસ”