ikhedut Tractor Subsidy: ટ્રેકટર સબસીડી યોજના: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ 2023-24 માટે હાલ વીવીધ ઘટકો માટે ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવાનુ શરૂ છે. જેમા બાગાયત વિભાગના 74 જેટલા ઘટકો માટે સબસીડી મેળવવા પોર્ટલ તા. 31-5-2023 સુધી ખુલ્લુ મુકવામા આવ્યુ છે. જેમા ખેડૂતો માટે સૌથી જરુરી વસ્તુ ટ્રેકટર ખરીદવા માટે પણ સબસીડી મળે છે. આ યોજનામા કેટલી સહાય મળે ? કયા ડોકયુમેંન્ટ જોઇએ વગેરે માહિતી આજે મેળવીએ.
ikhedut Tractor Subsidy
હાલ ખેડૂતો માટે ટ્રેકટર ખરીદી માટે સબસીડી મેળવવા 3 રીતે સહાય મળી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
ટ્રેક્ટર સહાય (૨૦ PTO HP સુધી)
ikhedut Tractor Subsidy મા આ ઘટકમા કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર સહાય મળવાપાત્ર છે.
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )
અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
આ પણ વાંચો: ikhedut વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
HRT-4(અનુસુચિત જાતિ માટે )
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-13(MIDH-SCSP)
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-9
• સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-2
• સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-14(MIDH-TSP)
અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
ikhedut Tractor Subsidy મા આ ઘટક અંતર્ગત સહાય મેળવવા માટે કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે
આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજના માહિતી . રૂ. 110000 ની સહાય
HRT-14(MIDH-TSP)
યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
HRT-13(MIDH-SCSP)
યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ સહાય
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )
• યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
HRT-2
• યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
HRT-4(અનુસુચિત જાતિ માટે )
• યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ સહાય
HRT-9
• યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
ikhedut Tractor Subsidy ઓનલાઇન અરજી
વર્ષ 2023-24 માટે Ikhedut પોર્ટલ પર બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ ikhedut Tractor Subsidy માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE પાસે જઇને ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમે જાતે જ ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ Ikhedut Online Apply કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જવાનુ રહેશે.
- ત્યારબાદ તેમા વિવિધ યોજનામાં અરજી કરો. ઓપ્શન પર ક્લીક કરો
- તેમા બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ જોવા મળશે.
- આ વીવીધ ઘટકો પૈકી ક્રમ નંબર ૧૮ , ૧૯ અને ૨૦ પર ટ્રેકટર સહાય માટે અરજી કરવાની માહિતી આપેલી છે. તેમા તમારી જરૂરીયાત મુજબ તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેના બધા નિયમો અને બધી શરતો ધ્યાનથી વાંચી લો.
- ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો વિકલ્પ પર ક્લીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો નાખવાની રહેશે.
- આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો આપવાની રહેશે.
- છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
- હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
- જો તમારુ જે બેંક મા ખાતુ હોય તે બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરી શકો છો.
- અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો.
Ikhedut સબસીડી યોજનાઓ માટે ખેડૂતો ઘણા સમયથી રાહ જોતા હોય છે. તેમા પણ ખાસ કરીને ટ્રેકટર સબસીડી માટે વધુ અરજી કરતા હોય છે.
અગત્યની લીંક
Ikhedut Online Apply લિંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ikhedut Tractor Subsidy માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in/
ટ્રેકટર માટે ખેડૂતોને કેટલી સબસીડી મળવાપાત્ર છે ?
ટ્રેકટર ખરીદી માટે નિયમાનુસાર 40 % થી 50 % સુધી સહાય મળે છે.
5 thoughts on “ikhedut Tractor Subsidy: ખેડૂતોને ટ્રેકટર ખરીદવા મળશે 50 % સુધી સબસીડી, ઓનલાઇન અરજી શરૂ”