IMEI Number Fact: શું તમે જાણો છો?તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે? અને કેમ એટલો જરૂરી હોય છે?

IMEI Number Fact: તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે?: આજના યુગમાં દરેક લોકો પાસે મોબાઈલ ફોન ઉપલબ્ધ હોય છે. કિપેડ અથવા તો સ્માર્ટ ફોન દરેક લોકો ઉપયોગ કરે છે. અને આ ફોનથી ઘણું કામ સરળ થઈ ગયું છે. તમે ઘણી વખત સાંભાળ્યું હશે કે ફોન ગુમ થઈ જાય કે ચોરી થઈ જાય તો IMEI નંબરની માહિતીથી તેને શોધવામાં મદદ થાય છે. આ ફોનમાં અંદર એક IMEI નંબર આપેલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ IMEI નંબર શું છે? અને કેવી રીતે કામ કરે છે? તો આવો જાણીએ આ IMEI Number Fact વિશે મુજબ.

IMEI Number Fact વિશે

જો તમે સ્માર્ટફોન અથવા મોબાઇલ ફોનની ખરીદી કરો છો, તો તમે કદાચ જાણતા હશો કે તેમાં IMEI નંબર આપેલા હોય છે. IMEI એટલે ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (International Mobile Equipment Identity). પરંતુ શું તમે જાણો છો કે તેનો મતલબ શું થાય છે અને તે શા માટે અગત્યના છે? જો નહીં, તો ચોક્કસ જાણો આ IMEI Number Fact મા. IMEIએ 15 અંકનો unique number છે, જેનો ઉપયોગ મોબાઇલ ફોન અને કેટલાક સેટેલાઇટ ફોનને જાણવા માટે થાય છે.

આ પણ વાંચો: સીમકાર્ડ ના નવા નિયમ વિશે વિચારણા, ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે લેવાયો નિર્ણય, હવેથીએક ID પર 9 ને બદલે 4 સીમકાર્ડ મળશે.

IMEI નંબર શા માટે ઉપયોગમાં લેવાય છે?

IMEI નંબર વ્યક્તિગત સાધનો માટે ઓળખ કર્તા તરીકે કાર્ય કરે છે, જેમ સીરીયલ નંબર જુદા જુદા ઉત્પાદનોને અલગ પાડે છે. IMEI નંબરનો ઉપયોગ મોબાઇલ નેટવર્ક્સ દ્વારા ઉપકરણોને પ્રમાણિત કરવા અને Treck કરવા માટે કરવામાં આવે છે જો તે ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય. મોબાઇલ કોમ્યુનિકેશન નેટવર્ક્સની સુરક્ષા (Security of Mobile Communication Networks) અને અખંડિતતા જાળવવામાં તે એક અગત્યનું સાધન છે.

આવી રીતે તમારા ફોનમાં IMEI નંબર જાણી શકાય છે.

જો IMEI Number Fact માં જો તમે તમારા ફોનના કીપેડ પર *#06# ડાયલ કરી શકો છો અને તમને સ્ક્રીન પર IMEI નંબર દેખાશે. મોટા ભાગના સ્માર્ટફોન પર તમે Deviceની સેટિંગ્સમાં IMEI નંબર શોધી શકો છો. સેટિંગ્સ પર જાઓ પછી ફોન વિશે અને IMEI અથવા IME માહિતી શોધો. આ સિવાય, કેટલાક જૂના ફોનમાં IMEI નંબર બેટરીના કમ્પાર્ટમેન્ટની અંદર અથવા Device ના પાછળના કવર પર પ્રિન્ટ થઈ થયેલા જોવા મળે છે.

IMEI નંબર કોઈની સાથે શેર ના કરો.

જો તમારી પાસે તમારા ફોનનું મૂળ packaging હોય તો IMEI નંબર સામાન્ય રીતે લેબલ અથવા બારકોડ પર છાપવામાં આવેલા હોય છે. તમારો IMEI નંબર સેફ રાખવો અને તેને અજાણ્યા અથવા અવિશ્વસનીય સ્ત્રોતો સાથે શેર ન કરવો એ જરૂરી છે. કારણ કે, જો તે ખોટા હાથમાં આવે તો તેનો ઉપયોગ અશુભ પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.

આ પણ વાંચો: વિશ્વ ઇમોજી દિવસ, ચેટિંગમાં સૌથી વધારે આ 4 ઇમોજી ઉપયોગ થાય છે, જાણો અહીથી ક્યાં ક્યાં ઇમોજીનો ઉપયોગ થાય છે?

IMEI પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે.

ભારતમાં બહુ જલદી સ્માર્ટફોનના IMEI નંબર અંગે ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2023થી ભારતમાં વેચાણ પહેલા તમામ મોબાઈલ ફોનના IMEI Registerકરાવવું જરૂરી બનશે. આ રજીસ્ટ્રેશન દેશના કોપી વિરોધી અને ગુમ થયેલા Handsetને બ્લોક કરનાર પોર્ટલ પર કરવામાં આવશે. એકવાર નિયમો સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ telecomunication વિભાગ દ્વારા સંચાલિત Indian Counterfeited Device Restriction (ભારતીય નકલી ઉપકરણ પ્રતિબંધ) પોર્ટલ પરથી IMEI પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે.

15-અંકના એક યુનિક IMEI નંબર

દરેક સ્માર્ટફોન 15-અંકના એક યુનિક IMEI (International Mobile Equipment Identity) નંબર સાથે આવે છે. IMEI ડિવાઇસના યુનિક આઇડીના રૂપમાં કામ કરે છે. હકીકતમાં ટેલિકોમ નેટવર્ક પર સમાન IMEI ધરાવતા નકલી ઉપકરણોના કારણે ખોવાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવો મુશ્કેલ છે. જેના કારણે સરકારે આ નવો નિયમ જાહેર કર્યો છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
IMEI Number Fact
IMEI Number Fact

IMEI નું પૂરું નામ શું છે ?

IMEI નું પૂરું નામ International Mobile Equipment Identity છે.

IMEI નંબર કેટલા આંકડાનો હોય છે ?

IMEI નંબર 15 આંકડાનો હોય છે.

1 thought on “IMEI Number Fact: શું તમે જાણો છો?તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે? અને કેમ એટલો જરૂરી હોય છે?”

Leave a Comment

error: Content is protected !!