આવકનો દાખલો ફોર્મ PDF 2023 | Income Certificate Gujrat PDF 2023

આ પોસ્ટમાં આપણે જાણીશું ગ્રામ પંચાયત માંથી આવકનું પ્રમાણપત્ર મેળવવા વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આવક અંગેનું પ્રમાણપત્ર કોના પાસેથી મેળવવું અને તેની પ્રક્રિયા શું છે? આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે ? વગેરે વિષે જાણીશું.

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિગતવાર માહિતી:

Detailed information for obtaining income certificate:

સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે.

તે તમારી આવકનો સરકારી પુરાવો છે. Avakano Dakhalo ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

આવકના દાખલો ઇસ્યૂ કરવા માટે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જારી કરી છે. નવા ફરમાન મુજબ હવે જિલ્લાની ગ્રામપંચાયત કક્ષાએ ઇ-કેન્દ્રોમાંથી તલાટી કમ મંત્રીઓ દ્વારા આ વ્યવસ્થાનો અમલ કરવા આદેશ કરાયો છે. જિલ્લાની તમામ પંચાયતોમાં ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો મારફત આવકનું પ્રમાણપત્ર આપવા આદેશ કરવામાં આવ્યો છે.દિવાળી પર્વના દિવસોમાં જ સરકારે નવી વ્યવસ્થા ગોઠવતાં હજારો લોકોની હાલાકી દૂર થશે.

આ પ્રક્રિયા તમને આવક પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તે વિશે માહિતી પ્રદાન કરે છે. આવક પ્રમાણપત્રો એક વ્યક્તિ માટે આવકના વિવિધ સ્ત્રોત જણાવે છે. આવકનું પ્રમાણપત્ર ઘણીવાર વિવિધ નાગરિક કલ્યાણ યોજનાઓના લાભાર્થી બનવા માટેની અરજી આવશ્યકતાઓમાંની એક છે.

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની પદ્ધતિ:

 ગ્રામ પંચાયત માંથી આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌ પ્રથમ આવકનું પ્રમાણપત્ર અંગે નું ફોર્મ Download કરી તેને પ્રિન્ટ કરી લેવું. ત્યાર બાદ તે ફોર્મ માં માંગ્યા મુજબ નામ, સરનામું, મોબાઈલ નંબર, આવક, વગેરે માહિતી ભરી અરજદાર ની સહી કરી લેવી. ત્યાર બાદ ફોર્મ માં સરપંચ તથા દુધ મંડળી ના મંત્રી પાસે ખેતી ની તથા દુધ ની આવક લખાવી સહિ સિક્કા કરાવવા. ત્યાર બાદ ગ્રામ પંચાયત માં જઈ ગામ ના VCE ને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી આ ફોર્મ આપી દેવું. VCE તેના અને તલાટી કમ મંત્રી ના યુઝર માંથી આવકનું પ્રમાણપત્ર કાઢી આપશે. આવકનું પ્રમાણપત્ર મેળવવા અંગે ફોર્મ અને આવકનું પ્રમાણપત્ર લઈ ને ગામ ને લગતા તલાટી કમ મંત્રી પાસે જવું તલાટી પાસે ફોર્મ જમા કરાવી આવકનું પ્રમાણપત્ર માં સહિ સિક્કા કરાવી લેવા, આ સહિ સિક્કા કરાવ્યા બાદ આ દાખલો માન્ય ગણાશે…

આવકનું પ્રમાણપત્ર મેળવવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઇએ:

  • આધાકાર્ડ ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • 7/12/8અ ની નકલ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો (અથવા VCE પાસે રૂબરૂ પડાવી લેવો)
  • લાઈટ બીલ ની ખરી નકલ
  • ઘરવેરા ની પાવતી

આવકનું પ્રમાણપત્ર મુખ્યત્વે નીચેના હેતુઓ માટે વપરાય છે:

  • શૈક્ષણિક સંસ્થાઓ તરફથી વિશેષ સગવડ મેળવવામાં મદદ કરે છે. 
  • પછાત વર્ગો કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશેષ આરક્ષણ કરે છે. 
  • આ પ્રમાણપત્ર સરકારી બેંકો અને વિવિધ સરકારી યોજનાઓમાંથી ક્રેડિટ મેળવવા માટે મહત્વપૂર્ણ ઉપયોગી હોય છે. 

વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને કૃષિ કામદાર પેન્શન આવકના આધારે આપવામાં આવશે.

આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રહેશે.

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે પાત્રતા:

આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે નું ફોર્મ PDF ડાઉનલોડ:

ગ્રામ્ય વિસ્તાર માટે:

DOWNLOAD

શહેરી વિસ્તાર માટે:

DOWNLOAD

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત સંપૂર્ણ વિડિયો :

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. આવકનું પ્રમાણપત્ર કોની પાસે થી મેળવવું?

A. આવકનું પ્રમાણપત્ર VCE તથા તલાટી કમ મંત્રી પાસે થી મેળવવું.

Q. આ ફોર્મ તથા માહિતી શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે છે?

A. આ ફોર્મ તથા માહિતી ગ્રામ્ય વિસ્તાર માટે છે.

Q. શું આવકનું પ્રમાણપત્ર મેળવવા અરજદાર ગુજરાત નો હોવો ફરજીયાત છે?

A. હા,આવકનું પ્રમાણપત્ર મેળવવા અરજદાર ગુજરાત નો હોવો ફરજીયાત છે.

Q. આવકનું પ્રમાણપત્ર ફોટા વાળું આવે કે ફોટા વગર નું?

A. આવકનું પ્રમાણપત્ર ફોટા વાળું આવે.

Leave a Comment

error: Content is protected !!