Instant PAN card: ઘરે બેઠા મેળવો પાનકાર્ડ માત્ર 10 મિનિટમાં: આજકાલ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ વગરે જેવા કાર્ડનો ઉપયોગ જરૂરી બની ગયો છે. ત્યારે બેન્ક માં થતાં વ્યવહારોમાં તથા ઇન્કમ ટેક્સ બાબતોમાં, તથા નાણાકીય વ્યવહારોમાં પાન કાર્ડ જરૂરી બની ગયું છે. હમણાં થોડા સમય પહેલા સરકાર દ્વારા આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંકની પ્રક્રિયા હાથ ધરાય હતી. ત્યારે હજુ પણ ઘણા લોકો પાસે પાનકાર્ડ નથી. અને ઘણા નવું પાનકાર્ડ કઢાવવા કોઈ પ્રાઈવેટ સેક્ટર નો સહારો લે છે. ત્યારે તેમાં ઘણા પૈસા ખર્ચ થતાં હોય છે. આ માટે અમે Instant PAN card કાઢવા માટેની માહિતી લઈને આવ્યા છીએ જે તમને માત્ર 10 મિનિટમાં પાનકાર્ડ નીકળી જશે. તો આવો જોઈએ આ Instant PAN card કાઢવાની પ્રક્રિયા વિશે.
Instant PAN card વિશે
જો કે, તમે બધા જાણતા જ હશો કે આજના યુગમાં કોઈપણ નાણાકીય અથવા બેંકિંગ સંબંધિત વ્યવહાર કરવા માટે સૌથી પહેલા પાન કાર્ડ (PAN card) જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં જો પાનકાર્ડ (PAN card) ન હોય તો ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે એક એવી પ્રક્રિયા બનાવી છે, જેના દ્વારા આ મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ એટલેકે પાનકાર્ડ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા બનાવી શકાય છે અને તે પણ બિલકુલ ફ્રી. આ પ્રોસેસથી પાન કાર્ડ નંબર (PAN card)પણ તરત જ જનરેટ થઈ જશે.
આ પણ વાંચો: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.
કયા હેતુઓ માટે પાન કાર્ડ જરૂરી છે
તમને જણાવી દઈએ કે પાન કાર્ડ (PAN card) માં 9 અંકનો નંબર હોય છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. આજે સૌ પ્રથમ જાણીએ કે કયા હેતુઓ માટે પાન કાર્ડ જરૂરી છે અને તે પછી આપણે એ પણ જાણીશું કે ઘરે બેસીને કેવી રીતે પાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે.
E-Pan
આધાર કાર્ડના આધારે taxpayer E-Pan આપવામાં આવશે. એટલા માટે આધાર, નામ, જન્મ તારીખ, લિંગમાં આપવામાં આવેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ. E-PAN અને આધારની માહિતી મેચ થવી જોઈએ. taxpayer તેના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. આ આનંબર પર વન ટાઇમ પાસવર્ડ અથવા OTP આવશે. આ મોબાઈલ નંબરની ચકાસણી કરવી જોઈએ.
Instant E-Pan માટે કેવી રીતે અરજી કરવી?
- Instant PAN card માં E-Pancard મેળવવા માટે સૌપ્રથમ Income tax વિભાગની ઓફિશિયલ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- ઝડપી લિંક્સની ઉપર આવતા Instant e-PAN પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપેલ સૂચનાઓને ધ્યાનથી વાંચો. ત્યારપછી Apply Instant E-PAN પર ક્લિક કરો.
- હવે પછી યુઝરને જણાવવામાં આવશે કે ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.
- ત્યાર પછી નવા e-PAN પેજ પર, તમારો આધાર નંબર દાખલ કર્યા પછી, Confirm ચેકબોક્સ પસંદ કરો અને Continue પર ક્લિક કરો.
- હવે OTP Validation page પર ‘મેં શરતો વાંચી છે અને આગળ વધવા માટે સંમત છું’ પર ક્લિક કરો.
- હવે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર મળેલ 6 આંકળાનો OTP દાખલ કરો.
- UIDAI સાથે આધારની વિગતો ચકાસવા માટે ચેકબોક્સ પસંદ કરો અને Continue પર ક્લિક કરો.
- હવે માન્યતા આધાર વિગતો પૃષ્ઠ પર, ‘હું ચેકબોક્સ સ્વીકારું છું’ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
- આ સાથે, તમને આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક Confirmation મેસેજ પણ મળશે.
- ભવિષ્યના સંદર્ભ માટે Acknowledgment ID નોંધી લો.
આ પણ વાંચો: આપણાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટમાં ગાંધીજીનો આ જ ફોટો કેમ છાપવામાં આવ્યો? જાણો રોચક તથ્ય.
E-Pan કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે e Filing portalમાં log in કરો.
- ત્યાર બાદ તમારા ડેશબોર્ડ પર Service > View / Download ePAN પર ક્લિક કરો.
- હવે તમારો 12 આકડાનો આધાર નંબર એન્ટર કરો અને continue પર ક્લિક કરો.
- ત્યારે પછી OTP વેલિડેશન પેજ પર, તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મળેલ 6 અંકનો OTP એન્ટર કરો.
- ત્યાર બાદ હવે તમે તમારા E-Pan નું Status જોઈ શકશો.
- જો નવું ઇ-Pan જનરેટ કરવામાં આવ્યું હોય અને ફાળવવામાં આવ્યું હોય, તો કોપી ડાઉનલોડ કરવા માટે E-Pan ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
- ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી શકો છો.
અગત્યની લીંક
ઇન્કમ ટેક્સની વેબસાઇટ | અહી ક્લિક કરો |
instant E-pan માટેની લિંક | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

E-Pan કાર્ડ કઢાવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.incometax.gov.in/iec/foportal/
E-Pan કાર્ડ કઢાવવા માટેની કેટલી ફી છે ?
E-Pan કાર્ડ કઢાવવા માટે કોઈ ફી નથી.