કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? મે અને જુન માસમા ધોરણ 10 ને 12 ના રીજલ્ટ આવશે. રીજલ્ટ આવ્યા બાદ વાલીઓ આગળ કયા સારા કોર્સની પસંદગી કરવી તેની શોધમા હોય છે. ધોરણ 10 અને 12 પછી કયા સારા કોર્સ કરી શકાય તેના માહિતી માટે અહિં એક સરસ ચાર્ટ , કોર્સને એમાહિતી અને કારકિર્દી માર્ગદર્શન અંક મુકેલ છે. જે વાલીઓને આગળ કયા કોર્સ પસંદ કરવા તેની માહિતી માટે સરળતા રહેશે. શું તમે કારકિર્દી માર્ગદર્શન અંક શોધી રહ્યા છો ? Are You Looking for Karkirdi margadarshan ? ? તે કારકિર્દી માર્ગદર્શન મેળવીશુ.

ધોરણ 10 પછી ના કોર્સ?

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી કયા કયા કોર્સ કરી શકાય અને તેઆ ભવિષ્યમા નોકરી ધંધા માટે કેવા સ્કોપ રહે તેની ચર્ચા કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગે વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરણ 10 પછી કરી શકાય તેવા વીવીધ કોર્સ/અભ્યાસક્રમ નીચે મુજબ છે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ રીજલ્ટ તારીખ ડીકલેર.ઓફીસીયલ નોટીફીકેશન

  • એંજીનીયરીંગ ડીપ્લોમા
  • ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
  • સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
  • ડીપ્લોમા ઇન ફાર્મ
  • ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ કોર્સ
  • ડીગ્રી એંજીનીયરીંગ
  • ફાઇન આર્ટ ડીપ્લોમા
  • આર્ટ ટીચર ડીપ્લોમા કોર્સ
  • આઇ.ટી.આઇ.
  • રેલવે ટીકીટ કલેકટર કોર્સ
  • બેંક ક્લેરીકલ એકઝામ
  • વીવીધ ડીપ્લોમા કોર્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજના ફોર્મ: દિકરીને મળશે રૂ. 110000 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

ધોરણ 12 સાયન્સ પછી ના કોર્સ

ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થી પાસે ઘણા સારા કોર્સ કરવાનો વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ રહે છે . જેમ કે MBBS, BDS, B.Sc, B.Tech, B.Arch, વગેરે. સારા કોર્સ કરી શકાય છે.

ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ બે ભાગમાં હોય છે.

  1. PCM: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો
  2. PCB: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિષયો

ધોરણ 12 PCM પછી ના કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 મા PCM બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો તરફ આગળ વધતા હોય છે . જે વિદ્યાર્થીઓ પ્રોફેસર બનવા માંગતા હોય અથવા સંશોધન ક્ષેત્રે જવા માંગતા હોય તેઓ B.Sc. ના અભ્યાસક્રમો પસંદ કરતા હોય છે. આ સિવાય PCM ના વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સના લગભગ તમામ અભ્યાસક્રમો પણ કરી શકે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય કોર્સ નીચે મુજબ છે:

  • બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
  • બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
  • બેચલર ઓફ સાયન્સ (B.Sc)
  • એન.ડી.એ
  • મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
  • બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
  • પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ હોય છે)
  • રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ લેવાની હોય છે)

આ પણ વાંચો: Mango Price: આજના કેસર કેરીના ભાવ, હાફૂસ કેરીના ભાવ

જો તમે પણ ધોરણ 12 મા (PCM ) પછી એન્જિનિયરિંગ કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે અત્યારથી જ JEE મેઇનની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ.

જો તમે IIT માં એડમિશન લેવાનુ વિચારતા હોય તો તમારે JEE Main અને JEE એડવાન્સ્ડ ક્લિયર કરવું પડશે. ધોરણ 10 અને 12 પછી શું કરવું?

ધોરણ 12 મા PCB પછી ના કોર્સ

કારકિર્દી માર્ગદર્શન મોટાભાગના સમાન વિદ્યાર્થીઓ 12 સાયન્સ સાથે PCB વિકલ્પથી કરતા હોય છે, જેઓ ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ બનવા માંગે છે. ડોક્ટર બનવા માટે તમે MBBS, BDS વગેરે અ ભ્યાસક્રમો પણ કરી શકો છો.

આ સિવાય બેચલર ઓફ ફિઝિયોથેરાપી કોર્સ પણ કરી શકો છો. આ એક  હાલ ટ્રેન્ડીંગ વિકલ્પ છે અને તેમાં વધુ સ્પર્ધા નથી.

12મા PCB પછી ઘણા સારા કારકિર્દી વિકલ્પો વિદ્યાર્થીઓ પાસે ઉપલબ્ધ રહે છે . આ પછી, તમે હોસ્પિટલ, સાયન્સ લેબ, રીસર્ચ સંસ્થાઓ વગેરેમાં સારી જોબ પણ મેળવી શકો છો. અથવા તમે તમારું પોતાનુ ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ પણ શરૂ કરી શકો છો.

કારકિર્દી-માર્ગદર્શન-ચાર્ટ
કારકિર્દી-માર્ગદર્શન-ચાર્ટ

12મા PCB પછીના મુખ્ય કોર્સ નીચે મુજબ છે:

  • બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS)
  • બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)
  • હોમિયોપેથિક મેડિસિન અને સર્જરીનો સ્નાતક (BHMS)
  • બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)
  • બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS)
  • બેચલર ઓફ સાયન્સ (B.Sc)
  • બીએસસી ઇન એગ્રીકલ્ચર
  • બી. ફાર્મા
  • બાયોટેકનોલોજી
  • બાયોઇન્ફોર્મેટિક્સ
  • બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT)
  • માઇક્રોબાયોલોજી
  • જીનેટિક્સ
  • એન્વાયરમેંટલ સાયન્સ
  • ફોરેન્સિક સાયન્સ
  • નર્સિંગ
  • બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (BVSc. & AH)

જો તમે ઉપરોક્ત અભ્યાસક્રમો માંથી MBBS, BDS, BHMS અથવા BUMS જેવા કોર્સ કરવા માંગતા હોય તો તમારે આ કોર્ષમા પ્રવેશ લેવા માટે NEET એકઝામ પાસ કરવાની રહેશે.  ત્યારબાદ NEET સ્કોરના આધારે એડમીશન મળે છે.

જો તમે ધોરણ 12 મા PCB પછી ઝડપથી નોકરી મેળવવા માંગો છો, તો તમે પેરામેડિકલ કોર્સ પસંદ કરી શકો છો. આ જોબ ઓરિએન્ટેડ કોર્સ છે. તેની ફી અને સમયગાળો સામાન્ય રીતે બંને ઓછા હોય છે.

આ પણ વાંચો: Aadhar Photo Change: શું તમારા આધાર કાર્ડ મા ફોટો સારો નથી, જાણો ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 PCB પછીના મુખ્ય પેરામેડિકલ કોર્સ નીચે મુજબ છે:

  • એક્સ-રે ટેકનોલોજીમાં બીએસસી કોર્સ
  • MLT (મેડિકલ લેબ ટેકનોલોજી) માં B.Sc અભ્યાસક્રમ
  • રેડિયોગ્રાફીમાં બીએસસી
  • મેડિકલ રેકોર્ડ ટેકનોલોજીમાં બીએસસી કોર્સ
  • ઓડિયોલોજી અને સ્પીચ-લેંગ્વેજ પેથોલોજી (BSALP) માં બેચલર ઓફ સાયન્સ
  • મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીમાં બીએસસી
  • બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી કોર્સ
  • બી.એસસી. OTT (ઓપરેશન થિયેટર ટેકનોલોજી)
  • ડાયાલિસિસ ટેકનોલોજીમાં બીએસસી
  • ઓપ્થેલ્મિક ટેકનોલોજીમાં બીએસસી કોર્સ
  • બીએસસી ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી
  • ઓપ્ટોમેટ્રીમાં બીએસસી અભ્યાસક્ર્મ
  • બીએસસી ઇન એનેસ્થેસિયા ટેકનોલોજી

12 કોમર્સ પછી ના કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા સારા કોર્સ કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરતા હોય છે . કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા હોતા નથી. B.Com એક સારો કોર્સ છે જ પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા સારા કોર્સ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.

12મા કોમર્સ પછીના મુખ્ય કોર્સ નીચે મુજબ કરી શકાય છે.

  • બેચલર ઓફ કોમર્સ
  • બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS) કોર્સ
  • બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
  • બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કોર્સ
  • બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
  • બી.કોમ (ઓનર્સ)
  • કંપની સેક્રેટરી (CS)
  • સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP) કોર્સ
  • કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)

12 આર્ટસ પછી ના કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા કોર્સ ઉપલબ્ધ છે. જે નીચે મુજબ છે.

  • બેચલર ઓફ આર્ટસ (BA) વિદ્યાર્થીઓ આ કોર્સમા વધુ એડમીશન લેતા હોય છે.
  • બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
  • બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
  • બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
  • બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
  • બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
  • બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM) કોર્સ
  • બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)

ધોરણ 12 પછી ના ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, તો તમે ડિપ્લોમા કોર્સ  પસંદ કરી શકાય છે. આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સ

  • ડિપ્લોમા ઇન નર્સિંગ
  • ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા કોર્સ
  • મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા કોર્સ
  • રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા કોર્સ
  • ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
  • મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
  • પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા

12 કોમર્સ પછી ડિપ્લોમા કોર્સ

  • ફાઇનાન્સ ડિપ્લોમા
  • ડિપ્લોમા ઇન એકાઉંટંસી
  • બેંકિંગ અને ફાઇનાન્સમાં ડિપ્લોમા

આ પણ વાંચો: Portable AC: માત્ર 500 રૂ. મા મળશે AC જેવી ઠંડક, લાઇટબીલ પણ સાવ ઓછુ

ધોરણ 12 પછીના કોમ્પ્યુટર કોર્સ

અત્યારે લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગવધતો જાય છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ હજુ પણ વધશે. એટલા માટે 12મા પછી કમ્પ્યુટર ને લગતા કોર્સ કરવા એક સારો વિકલ્પ બની શકે છે.

  • વેબ ડિઝાઇનિંગ / વેબ ડેવલપમેન્ટ
  • સાયબર સીકયુરીટી કોર્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્સ
  • કમ્પ્યુટર એપ્લિકેશનમાં એડવાન્સ્ડ ડિપ્લોમા
  • બેઝીક કમ્પ્યુટર કોર્સ
  • કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (CCC)
  • ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સ
  • ડિજિટલ માર્કેટિંગ
  • મોબાઇલ એપ્લિકેશન વિકાસ
  • ઈ-એકાઉન્ટિંગ (કરવેરા)
  • Tally ERP 9
  • એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ
  • કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સર્ટિફિકેશન કોર્સ
  • કોમ્પ્યુટર આઈ.ટી.આઈ
  • સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) કોર્સ
  • ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ

ધોરણ 10 અને 12 પછી કરી શકાય તેવા અગત્યના કોર્સ ની માહિતી ઉપર આપેલી છે. જેમાથી તમારી અનુકુળતા મુજબ અને વિદ્યાર્થીના રસ-રૂચી મુજબ કોર્સ પસંદ કરવો જોઇએ. આ ઉપરાંત ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ કયા કોર્સ કરી શકાય તેના માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડવામા આવે છે. જે કારકિર્દી માર્ગદર્શન અંક 2022 ની PDF ડાઉનલોડ કરવા માટે નીચે મુકેલી છે જે જોઇ લેશો. કારકિર્દી માર્ગદર્શન અંક 2023 હજુ બહાર પડેલ નથી. જે બહાર પડયે આ જ પોસ્ટમા ઉપલબ્ધ કરીશુ.

હાલ બોર્ડ ની પરીક્ષા ઓના રીઝલ્ટ આવી ગયા હોઇ વાલીઓ આગળ કયા કોર્સ કરવા તેની માહિતી મેળવતા હોય છે. ત્યારે આપના બાળકના રસ અને રુચિ ને ધ્યાન મા રાખીને યોગ્ય કોર્સ ની પસંદગી કરવી જોઇએ. ઉપરાંત કોઇ પણ અભ્યાસક્રમ પસંદ કરતી વખતે તે કર્યા પછી તેમા ભવિષ્યમા નોકરી, ધંધા, વ્યવસાયની કેવી તકો રહેલી છે તે પણ ખાસ જોવુ જોઇએ.

અગત્યની લીંક

કારકિર્દી માર્ગદર્શન અંક 2023 ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
કારકિર્દી માર્ગદર્શન
કારકિર્દી માર્ગદર્શન

ધોરણ 12 PCM પછી કયા કોર્સ કરી શકાય ?

એન્જીનીયરીંગ ને લગતા

ધોરણ 12 PCB પછી કયા કોર્સ કરી શકાય ?

ડોકટર અથવા ફાર્માસીસ્ટ ને લગતા

ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય તેની ડીટેઇલ માહિતી ક્યાથી મળશે ?

કારકિર્દી માર્ગદર્શન અંકમાથી

12 thoughts on “કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ”

Leave a Comment

error: Content is protected !!