Kesar Mango: માર્કેટમાં કેરીની જબ્બર આવક, કેરીનાં ભાવો તળીયે; જાણો શું છે કેરીનાં ભાવો

Kesar Mango: કેરીનાં ભાવો તળીયે: હાલમાં ગરમીની ઋતુ ચાલી રહી છે. અને ગરમીમાં કેરી ખાવાની મજા જ કાઇક અલગ હોય છે. તેમાં લોકો જુદી જુદી પ્રકારે કેરીનો રસ, જ્યુસ, કેરીની રેસીપી તૈયાર કરીને આહારમાં લેતા હોય છે. તેમાં હવે તો અસમયે પડેલા વરસાદના કારણે કેરીની માર્કેટ તૂટી છે. અને માર્કેટમાં Kesar Mango ની જબ્બર આવક થઈ છે જેના લીધે કેરીનાં ભાવો સાવ તળીયે છે. ચાલો જાણીએ કેરીની માર્કેટ વિશેને માહિતી નીચે મુજબ.

Kesar Mango

હાલ સોરઠની કેસર કેરીનો સ્વાદ સામાન્ય માણસો પણ માણી શકશે. કારણ કે કેરીની માર્કેટમાં જબ્બર આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીથી જુનાગઢનું યાર્ડ ઉભરાઈ ગયું છે. થોડા દિવસોથી કેરીની જબ્બર આવક થઇ રહી છે. હાલ દરરોજ ૧૫ થી ૨૦ હજાર કેરીનાં બોક્ષ યાર્ડમાં ઠલવાઈ રહી છે. હરાજીમાં 10 કિલોના ભાવો 350થી લઇને 500 રૂપિયા સુધીની Kesar Mangoની હરાજી થાય છે.

કમોસમી વરસાદ

ચાલુ વર્ષે દરમ્યાન હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી છે અને ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર ખૂબ જ વિપરીત અસર થઇ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200 ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લીધે કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા. તેથી Kesar Mangoનાં ભાવો નીચા ગયા છે.

આ પણ વાંચો: TOP 5 WATER PARK GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.

હાલના ભાવો

હવે પાછેતરી કેરી એક સાથે આવવા લાગી છે અને અઢળક કેરી યાર્ડમાં આવી રહી છે. જેને કારણે ભાવ તળીયે ગયા છે અને 10 કિલોના ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીની કેરી વેચાઇ રહી છે. ઇજારદારનું કહેવું છે કે, અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થશે એટલે કેરી ઓછી લાવતા હતા પરંતુ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે જેને લઇ અમારે ૩૫૦ થી ૫૦૦ રૂપિયા સુધીના ૧૦ કિલો ના ભાવ મળે છે. એટલે ચાલુ વર્ષે ખૂબ નુકશાની થઈ છે.

તો વેપારીઓનું કહેવું છે કે, કેરીના પાક પર કમોસમી વરસાદ ની ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું છે. હવે કેરીની જબ્બર આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે. જે નુકશાન વેઠવું પડી રહ્યું છે.

કચ્છની કેરી

કમિશન એજન્ટનું કહેવું છે કે, કેરી હવે ૧૫ જુન સુધી આવશે અને ગયા વર્ષ કરતા ૧૫ દિવસ પહેલા કેરીની શરૂઆત થઇ હતી પણ હવે એકદમ આવક શરુ થઇ છે. હવે કરછની કેરી શરુ થશે એટલે હજુ ૨૦ થી વધુ દિવસ એટલે ૧ જુલાઈ સુધી કેરીની આવક રહેશે તેવી શક્યતાઑ છે. અને પછી કચ્છી કેરી ની શરૂઆત થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Kesar Mango
Kesar Mango

Kesar Mango ના હાલ ભાવો કેટલા છે ?

350 થી 500 રૂપિયા 10 કિલોના

કચ્છની કેરી ક્યારે આવશે ?

1 જુલાઈની આજુ બાજુ

1 thought on “Kesar Mango: માર્કેટમાં કેરીની જબ્બર આવક, કેરીનાં ભાવો તળીયે; જાણો શું છે કેરીનાં ભાવો”

Leave a Comment

error: Content is protected !!