Khedut Scheme: એવી 5 સરકારી સ્કીમ જે ખેડૂતને કરી દેશે માલામાલ: આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. દેશના લગભગ 60 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ ખેડૂતો દર વર્ષે 2 થી 3 જેટલા પાકો તૈયાર કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સ્કીમો લઈને આવતા હોય છે. જેથી ખેડૂતો ને બિયારણો, ખેતી માટેના સાધનો, પાણીના ટાંકી લેવા માટે સહાય, તાર લોન, ઓછા દરે લોન વગેરે જેવી સહાય આપે છે. જેથી ખેડૂતો ખેતીમાં પ્રગતિ કરી શકે. ત્યારે આજે અમે એવી જ ખેડૂતને લગતી 5 જેટલી Khedut Scheme વિશેની માહિતી લઈને આવ્યા છીએ. જે ખેડૂત લોકોને ખૂબ જ ઉપયોગી થશે. તો આવો જોઈએ આ Khedut Scheme વિશે ની માહિતી નીચે મુજબ.
Khedut Scheme વિશે
ખેડૂતોની આવક વધારવા અને તેમને સહાય કરવા માટે સરકાર દ્વારા અવનવી સરકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાઓની મદદથી ખેડૂતોને સિંચાઈ તથા આર્થિક સહાયતા આપવામાં આવે છે. ખેડૂતો માટે કઈ કઈ Khedut Scheme એટ્લે કે યોજનાઓ છે, તે અંગે અહીંયા માહિતી આપવામાં આવી છે. તમે હજુ સુધી આ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી નથી કરી તો તમે આ પ્રકારે અરજી કરી શકો છો.
આ પણ વાંચો: વરસાદી ઋતુમાં વધી જાય છે ફંગલ ઇન્ફેકશન, કરો આ 5 વસ્તુ ટ્રાય કરો અને મેળવો આ ઇન્ફેકશનથી છુટકારો.
1. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના
પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ વિશેની તમામ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
યોજનાનો ઉદેશ્ય
- “જલ સંચય’ અને “જલ સિંચન’ દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો.
- વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે. સંજોગોમાં. અનુભવ સાથે રક્ષણાત્મક સિંચાઇ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઇનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદક વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો .
પાત્રતાના ધોરણો
રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પલાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યથી આ યોજના માટે યોગ્યતા/લાયકાત સિધ્ધ થાય છે.
યોજનાના ફાયદા/સહાય
- યોજના અંતર્ગત “પર ડ્રોપ ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો
- પિયત જરૂરીય પયોગીતા વચ્ચે કડી રૂપ બને છે .
- પાણી વિતરણ વ્યવસ્થા મજબુત બને છે.
- પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે .
- પાક ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
- રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટે છે.
2. ફસલ વીમા યોજના
કેન્દ્ર સરકાર તરફથી Khedut Scheme માં ફસલ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના પાક નુકસાન થાય તો આ યોજના હેઠળ Khedut Schemeમાં આર્થિક મદદ મળે છે. કુદરતી આપત્તિથી પાકને નુકસાન થયું હોય, કીટ લાગી ગયા હોય, દુષ્કાળ પડ્યો હોય તો વીમા યોજના હેઠળ ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં આવે છે.
યોજનાનો હેતુ
- કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડુતોને વળતર આપવું.
- ખેડુતની આવકને સ્થિર કરવી.
- ખેડુતને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા.
- કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.
યોજના હેઠળ ખેડુતોનો સમાવેશ
- બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે.
- ફરજિયાત ઘટક : બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે.
- મરજિયાત ઘટક : જેમણે ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજિયાત છે.
યોજના હેઠળ પાકોનો સમાવેશ
- ખાધ્ય પાકો (૨) તેલીબીયાં પાકો
- વાર્ષિક વાણિજ્યિક અને વાર્ષિક બાગાયતી પાકો
- પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજનામાં નીચે મુજબના ખરીફ ઋતુના કુલ ૧૬ અને રવિ/ઉનાળુ ઋતુના કુલ ૧૨ પાકો મળી કુલ ૨૮ પાકોને આવરી લેવામાં આવેલ છે.
પ્રિમિયમ દર
પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજના હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવશે. જયારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે ૨%, રવિ/ઉનાળુ પાકો માટે ૧.૫% અને વાર્ષિક વાણિજીયક અને બાગાયતી પાકો માટે ફકત ૫% જ પ્રિમિયમ ભરવાનું રહે છે. જયારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતા પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી સરખે હિસ્સે ચુકવવાની રહે છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટકાર્ડ, સસ્તા દરે મળશે લોન; જુઓ સંપૂર્ણ માહિતી.
3. પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)
ભારત સરકાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ Khedut Schemeમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50 હજાર રૂપિયાની સહાય આપે છે. જૈવિક ઉત્પાદનમાં જૈવિક પ્રક્રિયા, પ્રમાણીકરણ, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે સહાય આપવામાં આવે છે.
યોજનાના લાભો
- પરમપરાગત કૃષિ વિકાસ યોજના 2022 દ્વારા, ક્લસ્ટર નિર્માણ, ક્ષમતા નિર્માણ, ઇનપુટ્સ માટે પ્રોત્સાહનો, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
- ક્લસ્ટર મોડમાં રાસાયણિક મુક્ત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના વર્ષ 2015-16માં શરૂ કરવામાં આવી છે.
- પરાગત કિશી વિકાસ યોજના હેઠળ, સરકાર ઓર્ગેનિક ખેતી માટે 3 વર્ષ માટે પ્રતિ હેક્ટર ₹ 50000 ની નાણાકીય સહાય પૂરી પાડશે.
- આ રકમમાંથી, જૈવિક ખાતરો, જંતુનાશકો, બિયારણો વગેરે માટે પ્રતિ હેક્ટર ₹ 31000 આપવામાં આવશે.
- મૂલ્યવર્ધન અને વિતરણ માટે ₹8800 આપવામાં આવશે.
- આ સિવાય ક્લસ્ટરની રચના અને ક્ષમતા નિર્માણ માટે પ્રતિ હેક્ટર ₹ 3000 આપવામાં આવશે. એક્સપોઝર મુલાકાતો અને ફિલ્ડ કર્મચારીઓની તાલીમ સહિત.
- છેલ્લા 4 વર્ષમાં આ યોજના હેઠળ 1197 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- આ યોજના હેઠળના લાભની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં વહેંચવામાં આવે છે.
પરમપરાગત કૃષિ વિકાસ યોજનાના આંકડાઓની મુખ્ય વિશેષતાઓ
- ઓર્ગેનિક ખેતી માટે પસંદ કરેલ ક્લસ્ટર 20 હેક્ટર અથવા 50 એકરની રેન્જમાં અને શક્ય તેટલું સંલગ્ન હોવું જોઈએ.
- 20-હેક્ટર અથવા 50-એકર ક્લસ્ટર માટે ઉપલબ્ધ કુલ નાણાકીય સહાય મહત્તમ રૂ. 10 લાખને આધિન રહેશે.
- એક ક્લસ્ટરમાં ખેડૂતોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 65% નાના અને સીમાંત વર્ગને ફાળવવામાં આવશે.
- આ યોજના હેઠળ, બજેટ ફાળવણીના ઓછામાં ઓછા 30% મહિલા લાભાર્થીઓ/ખેડૂતો માટે ફાળવવા જરૂરી છે.
4. કિસાન ક્રેડિટ કાર્ડ
ભારત સરકાર દ્વારા Khedut Schemeમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના માધ્યમથી ખેડૂતોને સરકારી સબસિડી તરીકે વાર્ષિક 4 ટકાના વ્યાજદરે એગ્રીકલ્ચર લોન આપે છે.
પાત્રતા
અરજદારોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માટે નિર્ધારિત પાત્રતાને પૂર્ણ કરવી પડશે. ફક્ત તે જ અરજદારો જેઓ આ પાત્રતા પૂર્ણ કરવા સક્ષમ હશે તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ પાત્રતા નીચે મુજબ છે.
- અરજદારની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સહ-અરજદાર હોવું ફરજિયાત છે.
- તમામ ખેડૂતો કે જેમની પાસે ખેતી માટે જમીન છે.
- ખેડૂત-શાખાની કામગીરી હેઠળ આવવું જોઈએ.
- પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો
- દેશના નાના અને સીમાંત ખેડૂતો પણ આ યોજના માટે પાત્ર બનશે.
- જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
- જે ખેડૂતો ભાડાની જમીનમાં ખેતી કરે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે.
- ભાડુઆત અને ભાડુઆત ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ યોજના હેઠળ મળવાપાત્ર લોન
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ Khedut Scheme અંતર્ગત સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. પરંતુ ઉમેદવારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમે એક લાખથી વધુની લોન લો છો તો તમારે તમારી જમીન ગીરો રાખવી પડશે. તથા આ સ્કીમમાં તમારે 7 ટકા વ્યાજ દરે લોન આપવી પડશે, પરંતુ જો તમે બેંક દ્વારા આપવામાં આવેલા સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો, તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમને માત્ર 3 ટકા વ્યાજની છૂટ મળશે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.
5. PM Kishan સમ્માન નિધિ યોજના
Khedut Schemeમાં ભારત સરકાર PM Kisan સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાયતા કરે છે. તેની માહિતી નીચે મુજબ જોઈએ.
મુખ્ય હેતુ
ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.
સહાયનું ધોરણ
ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર મહિનાના અંતરે ચુકવવામાં આવશે. દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.
સહાય મેળવવા અંગેની પાત્રતા
આ Khedut Schemeમાં પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.
અગત્યની લિન્ક
I-Khedut Portal | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Khedut Schemeમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ખેડૂતો ને કેટલા ટકા લેખે લોન સહાય મળે છે ?
4 ટકા ના દરે
PM Kishan સમ્માન નિધિ યોજના અંતર્ગત કેટલા મહિને રૂપિયા મળે છે ?
દર 4 મહિને
Khedut Scheme અંતર્ગત પરંપરાગત કૃષિ વિકાશ યોજન માં સરકાર પ્રતિ હેક્ટર દીઠ કેટલી નાણાકીય સહાય પૂરી પડે છે ?
સરકાર ઓર્ગેનિક ખેતી માટે 3 વર્ષ માટે પ્રતિ હેક્ટર ₹ 50000 ની નાણાકીય સહાય પૂરી પાડશે.