Knee pain treatment: ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાય: આજકાલ લોકો ના ખોરાકને લીધે ઘન નાના મોટા રોગો થતાં હોય છે. તેમાં હાલ તો ઘૂંટણનો દુખાવો લગભગ 50 વર્ષથી ઉપરની વ્યક્તિમાં વધુ પ્રમાણમા જોવા મળે છે. ત્યારે આ ઘૂંટણના દુખાવા માટે Knee pain treatment અમે લઈને આવ્યા છીએ. જે તમને તથા તમારા સગા સબંધીને આ Knee pain treatment કામ લાગશે. તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપચાર નીચે મુજબ.
Knee pain treatment
નોંધ : આપણી તાસીર ને અનુકૂળ આવે તે જ પ્રયોગ કરવો બે દિવસ પ્રયોગ કરી અને જોઈ લેવું જો સારું લાગે તો આગળ પ્રયોગ લંબાવો. તથા તમે જે પ્રયોગ કરો છો તેના વિશે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
Knee pain treatment માટે ચાલો જોઈએ ગોઠણ નો દુખાવો મટાડવા ના 10 ઘરેલુ ઉપાયો વિશે જે નીચે મુજબ આપેલા છે.
બરફ લગાવો
જો ઘૂંટણનો દુખાવો હોય તો દરરોજ ચાર વખત તમને જે ગોઠણ માં દુખતું હોય અથવા બંને ઘૂટણમાં 15 મિનિટ સુધી બરફ ઘસો. થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારા ગોઠણના દુખાવાની તકલીફ ધીરે-ધીરે દૂર થઈ જશે.
પગને હંમેશા ઊંચો રાખી સૂવું
સૂતા સમયે પગને ઓશિકા ની મદદથી ઊંચા રાખો. તે માટે ગોઠણ નીચે કે પગ ના છેડે ઓશીકું મુકી રાખો.
પેસ્ટ બનાવો
એક ચમચી હળદર લો, એક ચમચી મધ અને ચપટીભર ચૂનો લેવાનું. આ ત્રણ વસ્તુઓ બરાબર મિક્સ કરી દો. મિક્સ કર્યા બાદ ગોઠણ પર લગાવો. આ ઉપાય રાત્રે સૂતા સમયે જ કરવું. હવે ગોઠણ પર 10 મિનિટ સુધી આ પેસ્ટ વડે માલિશ કરો અને ત્યારબાદ કોઈ કપડું બાંધી દો.આ પેસ્ટ સવાર સુધી રહેવા દો અને સવારે હુફાળા પાણીથી તેને ધોઈ લો. આ ઉપચાર સો ટકા તમારા ગોઠણ ના દુખાવા માટે છે.
આ પણ વાંચો: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ કરવામા આવી નવી સુવિધા
ઉભા રહીને પાણી ન પીવું
ગોઠણ ના દુખાવા નું સૌથી મોટું કારણ આપણી ઊભા રહીને પાણી પીવાની કુટેવ છે. પાણી તમારે બેસીને જ પીવું જોઈએ અને નિરાંતે પીવું જોઈએ. જેથી ગોઠણનો અને સાંધાનો દુખાવો ન થાય.
સરગવાની છાલનો ઉકાળો
સરગવાની છાલને બે ગ્લાસ પાણીમાં નાખી, આ પાણી નો ચોથો ભાગ રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ આ ઉકાળાને પાણીમાં નાખી મિશ્રણ કરી લેવું. ચોખ્ખા કપડા વડે ગાળી લેવું અને પલાંઠીવાળી આ મિશ્રણને ધીરે ધીરે પીવું. આવું રોજ બે વાર કરવાથી તમારો ગોઠણ નો દુખાવો 100% મટી જશે.
પારિજાતના પાનનો ઉકાળો
પારિજાતના પાન તમારા ઘુંટણ નો દુખાવો મટાડવા નો રામબાણ ઈલાજ છે. આ માટે 10 થી 12 પારિજાતના પાંદડાં, બે ગ્લાસ પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લેવા અને પી જવું. સરગવાના પાનનો ઉકાળો પીધા ના એક કલાક બાદ જ આ પારિજાત ના પાન નો ઉકાળો પીવો અને આ બંને ઉકાળો પીધા બાદ તમારે એક કલાક સુધી કશું જ નહીં ખાવાનું.
સરસવનું તેલ અને સૂંઠ પાઉડર વડે માલિશ કરવી
એક વાસણમાં સૂંઠનો પાવડર લો અને સરસવનું તેલ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ગોઠણ ઉપર લગાવીને માલિશ કરવી. થોડો સમય માલિશ કર્યા બાદ તેને સાફ કરી નાખવું. આ મિશ્રણ તમારા ઘૂંટણ ના દુખાવાને થોડા જ દિવસોમાં મટાડી દેશે.
આ પણ વાંચો: લવિંગથી થતાં ફાયદાઓ, જાણો કેવી રીતે ઉપયોગ કરવો લવિંગનો
રોજ આ વસ્તુઓ રાત્રે પલાળી સવારે ખાવાથી તમારો ગોઠણનો દુખાવો મટી જશે
6 બદામ, 6 ખજૂર, 6 અખરોટ અને 10 કાચી દ્રાક્ષ. મિત્રો આ ચાર વસ્તુ ને રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે નરણાંકોઠે તે ખાઈ લેવી. ત્યારબાદ ગરમ દૂધ પી લેવું. આવું કરવાથી ગોઠણ નો દુખાવો થોડા જ સમયમાં મટી જશે.
મેથી
રોજ રાત્રે મેથી પાણીમાં નાખી પલાળી લેવી અને સવારે મેથી ને ચાવી ચાવીને ખાવી અને તે પાણી પી જવું. આનાથી તમારો ગોઠણ નો દુખાવો મટી જશે.
લસણ કે લવિંગના તેલ થી માલીશ
જો તમને ગુઠણમાં વધારે દુખતું હોય તો લસણનું કે લવિંગના તેલ વડે માલિશ કરવાથી તમારું ગોઠણ અને સાંધાનો દુખાવો મટી જશે.
જો તમને ગોઠણના દુઃખાવા માટે બતાવેલા ઉપાય સારા લાગ્યા હોય તો તમારા મિત્રોને પણ આ ઉપાય જણાવશો જેથી તેઓ પણ ગોઠણના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

ઘૂંટણના દુખાવા માટે સૂતા સમયે ગોઠણને ક્યાં રાખવા જોઈએ ?
ઓસીકા નીચે
1 thought on “Knee pain treatment: ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાય, અજમાવો ઘરમાં મળતી વસ્તુથી ઉપચાર”