Latest Tomato Price: આજના ટામેટાંના ભાવ, આસમાને પહોચ્યા ટામેટાના ભાવ, જુઓ અહીથી કેટલા છે આજે ટામેટાંના ભાવ.

Latest Tomato Price: આજના ટામેટાંના ભાવ: આસમાને પહોચ્યા ટામેટાના ભાવ: હાલ ચોમાસાની ઋતુમાં દરેક શાકભાજી મોંઘું થતું હોય છે. આ શાકભાજી ક્યારેક એટલા મોંઘા થઈ જતાં હોય છે કે સામાન્ય માણસ તેને ખરીદી પણ નથી શકતો અથવા તો ઓછું ખરીદવું પડે છે. હાલ તો શાકભાજી એટલા મોંઘા થઈ ગયા છે કે લોકો તેના ભાવ પણ નથી જાણતા. તેમાં હાલ ટામેટાં Latest Tomato Price સાંભળીને આશ્ચર્ય થઈ જશો. તો આવો જાણીએ આ Latest Tomato Price વિશે નીચે વધુ માહિતી.

Latest Tomato Price વિશે

દેશમાં ટામેટાં એટલા મોંઘા થઈ ગયા છે કે લોકો મોંઘવારીના આંસુએ રડી રહ્યા છે અને તેના વધતા ભાવને લીધે લોકોના રસોડામાંથી ટામેટાં છૂમંતર થઈ ગયા છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોચી ગયા છે. ત્યારે Latest Tomato Price એટ્લે કે ટામેટાના હાલના ભાવ 160 થી 200 રૂપિયા પ્રતિ કિલો થયા ગયા છે. ટામેટાં સહિત અન્ય બીજા શાકભાજીમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા દેખાઈ રહી છે. શાકભાજીના ભાવ વધતાં સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ તકલીફ અનુભવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના લીધે ટામેટાં સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ચોમાસુ બેસતા જ આ 5 બીમારીઓનો ખતરો વધ્યો. જાણો બીમારી તથા તેના ઉપચાર વિશે.

  • ટામેટાંના ભાવમાં ધરખમ વધારો.
  • ટામેટાંનો ભાવ 160થી 200 રૂપિયા પ્રતિકિલો થયો
  • ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ હેરાન.

ટામેટાંના ભાવ વધતા ગૃહિણીઓમાં ચિંતા

દરેક વાનગીમાં બનાવવા માટે ઉપયોગી ટામેટાંના ભાવમાં અકધારો વધારો થતાં ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 20 થી 30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંના ભાવ હાલ 160થી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ટામેટાંમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ ટામેટાં વગરનું શાક બનાવવા માટે મજબૂર બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ હજુ વધી શકે છે. આ સાથે અન્ય કેટલાક શાકભાજીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

હોલસેલ માર્કેટમાં ટામેટાંના ભાવમાં ધરખમ વધારો

હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવ એકધારો વધી ગયા છે. થોડા સમય પહેલા જમાલમપુર માર્કેટમાં ટામેટાંના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોએ ચાલતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થયા હતા. હાલ આ ભાવમાં જબ્બર વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 160 થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ તકલીફ અનુભવી રહ્યો છે.

ભાવ વધતા ટસ્કરોએ બગાડી ટામેટાં પર નજર

તમને જણાવી દઈએ કે, ટામેટાંના ભાવમાં વધારો થતાં તસ્કરો હવે કિંમતી વસ્તુઓ છોડીને ટામેટાંની ચોરી કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં ટામેટાંની ચોરીનો બનાવ બન્યો છે. મળતી વિગતો મુજબ, કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના વેપારી રાત્રીના સમયે તમામ સામાન મુકીને ઘરે ગયા હતા. જે બાદ વહેલી સવારે શાકભાજી વેચવા માટે માર્કેટમાં આવ્યા ત્યારે ટામેટાંની બોરીઓ ગાયબ થયેલ હતી. જે બાદ તેમણે CCTV કેમેરા ચેક કરતા એક અજાણ્યો શક્સ ટમેટાંની ત્રણ બોરીઓ ચોરી કરીને જતો નજરે પડ્યો હતો. જે બાદ વેપારીએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. જોકે, હાલ જાણવા મળ્યું છે કે વેપારીએ આ મામલે લેખિતમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Latest Tomato Price
Latest Tomato Price

Latest Tomato Price કેટલી છે ?

160 થી 200 રૂપિયા પ્રતિ કિલો

કઈ જગ્યા એ ટામેટાં ચોરીનો બનાવ બન્યો હતો ?

સુરતમાં

Leave a Comment

error: Content is protected !!