Lost Mobile Tips: મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાયતો: હાલતો આપણાં દેશમાં લગભગ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. અને આ સ્માર્ટફોનમા રહેલ ઘણી એપનો પણ ઉપયોગ કરતાં હોય છે. આ એપમાં ઓનલાઈન બેંકિંગને લગતી એપ્સ પણ હોય છે. ત્યારે ઘણી વખત આપણો ફોન ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો તેમના માટે અમે આ પોસ્ટ Lost Mobile Tips વિશે લઈને આવ્યા છીએ. તો જોઈએ આ Lost Mobile Tips લઈને આવ્યા છીએ.
Lost Mobile Tips વિશે
ફોન ચોરી થવાની સાથે માત્ર તમારા પૈસા જ નહીં પણ તેમાં રહેલા તમારા Personal data પણ અન્ય વ્યક્તિના હાથમાં ચાલ્યા જાય છે. ફોનમાં online payment APPS પણ હોય છે. તેથી જો ફોન ચોરી થાય અથવા ખોવાઈ જાય છે તો સૌ પ્રથમ ફોનને બ્લોક કરવો જોઈએ. ત્યારબાદ તેને ટ્રેક કરવો પડશે. સંચાર સાથી પોર્ટલની મદદથી ફોનને બ્લોક અને ટ્રેક કરી શકાય છે.
આ પણ વાંચો: ICC ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ 2023 ની ટ્રોફીનું સ્પેસમાં થયું અનાવરણ, જુઓ માહિતી અહીથી.
બીજી બાજુ ચોરી થયેલો ફોન પાછો મળી જાય તો કોમ્યુનિકેશન પોર્ટલ પર જઈને Unblock પણ કરી શકાય છે. લોકોની સુવિધા માટે સરકારે સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે. તેથી હવે ચોરી થયેલા મોબાઇલનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જશે. આ પોર્ટલ પર તમે ખોવાયેલા મોબાઈલની ફરીયાદ સરળતાથી નોંધાવી શકશો. આ પોર્ટલ દ્વારા એક ID પર કેટલા સિમ કાર્ડ આપવામાં આવ્યા છે તે પણ જાણી શકશો.
ફોનને બ્લોક કરવાની રીત
- સૌ પ્રથમ https://sancharsaathi.gov.in/ વેબસાઇટ પર જાઓ.
- ત્યારબાદ તમારે Citizen Centric Services પર ક્લિક કરો.
- અહીં તમારે Block Your Lost/Stolen Mobile ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે. જ્યાં તમને મોબાઇલને અનબ્લોક કરવાનો ઓપ્સન મળશે.
આ પણ વાંચો: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ, કિંમતમાં પણ સસ્તો.
- હવે અનબ્લોક કરવા માટે Un-Block Found Mobile ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર બાદ અહીં તમારે Request ID Number નાખવો પડશે.
- હવે તે મોબાઇલ નંબર એન્ટર કરો જે બ્લોક કરતી વખતે ઓટીપી માટે દાખલ કરવામાં આવ્યો હતો.
- હવે Unblock કરવા માટે કારણ આપવું પડશે.
- ત્યારબાદ કેપ્ચા અને જે નંબર પર તમારે OTP જોઇતો હોય તે નંબર નાખીને તેને સબમિટ કરી દેવાનું રહેશે.
મોબાઈલ ટ્રેક કરવા માટે
તમે તમારો ચોરી થયેલો મોબાઈલ ટ્રેક કરવા ઇચ્છતા હોવ તો તે માટે તમારે મોબાઈલનો IMEI નંબર જણાવવો પડશે. જે તમારા ચોરી થયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવામાં અને બ્લોક કરવામાં મદદ કરશે. આ 15 આંકડાનો એક યુનિક નંબર હોય છે. મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર પાસે તમારા મોબાઇલના IMEI નંબરની એક્સેસ હશે. જો કોઇ Unregister મોબાઇલથી ફોન કરશે તો તેની ઓળખ થઇ જશે. જો તમને લાગે છે કે કોઈ નંબર ફ્રોડ છે, તો તમે તે નંબરને બ્લોક કરી શકો છો.
અગત્યની લિન્ક
સંચાર સાથી વેબસાઇટ માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

સંચાર સાથી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://sancharsaathi.gov.in/
2 thoughts on “Lost Mobile Tips: મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાયતો, સૌથી પહેલા કરો આ કામ”