ચંદ્ર ગ્રહણ 2023: વૈશાખી પૂર્ણીમા ના દિવસે ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખાસ અસર

ચંદ્ર ગ્રહણ 2023: આ વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ વૈશાખી પૂર્ણીમા ના દિવસે થવા જઇ રહ્યુ છે. ત્યારે ગ્રહણની જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બન્ને રીતે ઘણુ મહત્વ રહેલુ છે. વર્ષના આ પ્રથમ ચંદ્રગ્રહન ની કઇ રાશી પર શું અસર પડશે તે વિગતે જોઇએ.

ચંદ્ર ગ્રહણ 2023

હિન્દુ ધર્મમાં ગ્રહો અને નક્ષત્રોનું આગવુ મહત્વ રહેલુ છે. તેની અસર સમયાંતરે બદલાતી રહે છે, જેના કારણે અલગ-અલગ રાશિના જાતકોને આલ્ગ અલગ અસરો થાય છે. 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમાના ચંદ્રગ્રહણના દિવસે પણ ગ્રહ નક્ષત્રનું ચક્ર બદલાવા જઈ રહ્યું છે. ચાલો જોઈએ કે વર્ષના આ પ્રથમ ચંદ્રગ્રહણની તમામ રાશિ પર કેવી અસર કરશે…

ચંદ્રગ્રહણ અને રાશિફળ

બૈદ્યનાથ ધામના તીર્થયાત્રાના પૂજારી કમ જ્યોતિષ પ્રમોદ શૃંગારીએ આ અંગે જણાવ્યું હતુ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલા રાશિ સ્વાતિ નક્ષત્રમાં સંક્રમણ કાનાર છે. સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. દેવરાજ પણ તેમની સાથે બેઠા છે. આવી સ્થિતિમાં મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, તુલા રાશિના લોકો માટે વૈશાખ પૂર્ણિમા એકંદરે શુભ રહેવાની શ્કયતા રહેલી છે. આ રાશિના જાતકોને આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. બીજી તરફ કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડશે.

આ પણ વાંચો: શું તમારા આધાર કાર્ડ મા ફોટો બદલવા માંગો છો ? તો આ રહિ પ્રોસેસ

મેષ

આ રાશિના જાતકો માટે વૈશાખ પૂર્ણિમા શુભ રહેવાની છે. વેપાર ધંધામાં લાભ મળશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેવાના યોગ છે. મન પ્રસન્ન રહેશે. પત્નીનું સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્ન ઇચ્છુકો માટે લગ્નની શક્યતાઓ બની રહી છે.

વૃષભ

આ રાશિના જાતકો માટે વૈશાખ પૂર્ણિમા ખૂબ જ શુભ રહેવાની સંભાવના છે. વીમા વગેરે ક્ષેત્રોમાં કામ કરનારાઓને લાભ મળવાના યોગ છે . કોર્ટમાં અટકેલા કામ થશે. સ્વાસ્થ્ય પણ સારું જળવાઇ રહેશે.

મિથુન

આ રાશિના જાતકો માટે વૈશાખ પૂર્ણિમા ખૂબ જ શુભ ફળદાયી રહેશે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમનો સમય સારો રહેશે. નોકરીની તકો રહેલી છે. સંતાન સંબંધી ચિંતાઓ પણ દૂર થશે. અચાનક ધનલાભ થવાના યોગ છે.

કર્ક

કર્ક રાશિના લોકો માટે વૈશાખ પૂર્ણિમા ખૂબ જ શુભ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં સુસંગતતા રહેશે. જે લોકો નોકરી વ્યવસાયમાં છે તેમને અધિકારી વર્ગનો સહયોગ મળશે. સાથે જ સ્વાસ્થ્ય પણ સારું જળવાઇ રહેશે. સ્થાન પરિવર્તનની સંભાવના બની શકે છે.

સિંહ

આ રાશિના જાતકો માટે વૈશાખ પૂર્ણિમા શુભ રહેશે. ધનલાભના માર્ગ ખુલી શકે છે. મોટા ભાઈ સાથે સંબંધો સારા જળવાઇ રહેશે. ધન પ્રાપ્ત થઈ શકે છે. સરકારી કામમાં આવતી અડચણો દૂર થઇ શકસે.

તુલા

આ રાશિના લોકો માટે આવનાર સમય ખૂબ જ શુભ રહેવાનો છે. દરેક ક્ષેત્રમાં થોડો ફાયદો થવાની શકયતાઓ રહેલી છે. વાહન ખરીદવા ના યોગ બની રહ્યા છે. મન પ્રસન્ન રહેશે. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

કન્યા

આ રાશિના લોકો માટે સમય પસાર થશે. સ્વાસ્થ્ય માટે થોડો ખર્ચ થઈ શકે છે. તમારે હોસ્પિટલની મુલાકાત લેવી પડી શકે તેવા યોગ છે. ઊંઘનો અભાવ રહેશે. થોડુ ચીડિયાપણું આવી શકે છે. ઉપાયઃ- સફેદ વસ્તુઓનું દાન કરો. જેમ કે દૂધ, દહીં વગેરે. આ સાથે પૂજા કરી શકાય.

વૃશ્ચિક

આ રાશિના લોકોને સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે વાતચીતમાં ધીરજ રાખવી. બિનજરૂરી વિવાદ ટાળો. પૈસા ખર્ચ થઈ શકે છે. ઉપાય- પૂજા કરો અને ગરીબોને મીઠાઈઓનુ દાન કરી શકો.

મકર

આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓ બની શકે છે. ખર્ચમાં વધારો થશે. પ્રવાસની જરૂર પડી શકે છે. જેના કારણે ધન ખર્ચ થઈ શકે છે. ઉપાયઃ- વૈશાખ પૂર્ણિમાના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને વ્રત રાખો.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
ચંદ્ર ગ્રહણ 2023
ચંદ્ર ગ્રહણ 2023

ચંદ્ર ગ્રહણ કઇ તારીખે છે ?

વૈશાખી પૂર્ણીમા 5 મી મે 2023

2 thoughts on “ચંદ્ર ગ્રહણ 2023: વૈશાખી પૂર્ણીમા ના દિવસે ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખાસ અસર”

Leave a Comment

error: Content is protected !!