મફત પ્લોટ યોજના 2023: આ પોસ્ટમાં આપણે જાણીશું મફત પ્લોટ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.
Table of Contents
મફત પ્લોટ યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી :
Complete information about Free plot Yojana :
ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના મજૂરો અને ગરીબ લોકો માટે 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગુજરાતમાં 2022 માં શરૂ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ગામોમાં રહેતા ખેત મજૂરો, ગ્રામીણ કારીગરો અને પછાત લોકોને જમીનના 100 ચોરસ વાર મફત પ્લોટ આપવાની યોજના ચાલુ કરવામાં આવી.
આ યોજના નો લાભ ગ્રામ્ય વિસ્તાર માં વસ્તા ગરીબ લોકો કે જેમની પાસે રહેવાની સગવડ ના હોય તેમને મળવા પાત્ર છે.મફત પ્લોટ યોજના [100 ચોરસ વાર] ગુજરાત રાજ્ય સરકારની ભૂમિહીન ખેત મજૂરો અને ગ્રામીણ ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ કારીગરો માટે મફત મકાનના પ્લોટની યોજના વર્ષ 1972 થી કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે મફત પ્લોટ યોજના 2023 હેઠળની કેટલીક જોગવાઈઓને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ હોવાના કારણે પ્લોટ કે ઘર આધારિત જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળી શક્યો ન હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હોવાથી, પ્લોટની માલિકી ન હોવાને કારણે અથવા BPLમાં યાદીમાં કોઈ નામ ન હોવાને કારણે, પ્લોટની ફાળવણી થઈ શકી ન હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શક્યો ન હતો.મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.
મફત પ્લોટ યોજના 2023
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેનો મુખ્ય હેતું :
Who can benefit from this scheme and its main objective :
જેમની પાસે પ્લોટ નથી તેમને મફત પ્લોટ યોજના 2023 નો લાભ મળવાપાત્ર છે.
અરજદાર પાસે કોઈપણ પ્રકારની જમીન હોવી જોઈએ નહીં. આમાં તમારું ઘર પણ સામેલ હશે.
અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ.
લાભાર્થી પુખ્તવાયનો હોવો જોઈએ. એટલે કે અરજદાર સગીર ન હોવો જોઈએ.
જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી લાયક કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટે લાયકાત ધરાવે છે.
જેઓ પુખ્ત હોવા જોઈએ.
રાજ્યમાં ક્યાંય પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
જેઓ ઓછામાં ઓછા એક વર્ષથી ગામમાં રહેતા હોવા જોઈએ.
જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ન હોવી જોઈએ.
મફત પ્લોટ યોજના 2023 નો લાભ ગરીબ લોકો તથા મજુરો કે જેમની પાસે રહેવા માટે ની જોગવાઈ નથી તેમના માટે આ યોજના સરકાર દ્વારા કરવામાં આવી જેમાં લોકો ને 100 ચોરસ વાર પ્લોટ મફ્ત આપવામાં આવશે.
આ યોજના નો મુખ્ય હેતું ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે છે.
અહીં નિચે ક્લિક કરી મફત પ્લોટ યોજના નો વિડીયો પણ નિહાળી શકો છો.
FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :
Q.મફત પ્લોટ યોજના 2023 કયા વિભાગ હેઠળ આવે છે?
A. મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.
Q. આ યોજના હેઠળ કેટલા ફુટ પ્લૉટ મફતમાં મળે?
A. આ યોજના હેઠળ 100 ચોરસ વાર જેટલો પ્લૉટ મફતમાં મળે.
Q. આ યોજના નો લાભ મેળવવા અરજી ઓનલાઈન કરવી કે ઓફલાઈન કરવી?
A. આ યોજના નો લાભ મેળવવા ઓફલાઈન અરજી કરવાની રહેશે.
Q. મફત પ્લોટ યોજના નો લાભ મેળવવા અરજી કયાં કરવી?
A. મફત પ્લોટ યોજના નો લાભ મેળવવા અરજી ગ્રામ પંચાયત માંથી કરવાની રહેશે.
Q. જેમની પાસે જમીન હોય તે આ યોજના લાભ મેળવી શકે?
A. ના, જેમની પાસે જમીન હોય તે આ યોજના લાભ મેળવી શકે નહિ.
3 thoughts on “મફત પ્લોટ યોજના 2023: Mafat Plot Yojana PDF Download”
અમારી પાસે પાકો ઘર નથી માટી
નું ઘર છે
અમારું ઘર ઇટો ઉપર માટીથી બનાવ્યું છે અને એના ઉપર પ્લાસ્ટર કરાવેલું છે એમાં પણ તિરાડ પડી આવેલી છે