માનવ ગરીમા યોજના 2023: ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, કેટલી મળશે સહાય, કોને મળશે સહાય

માનવ ગરીમા યોજના 2023: Manav Garima Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા લોક કલ્યાણ માટે અલગ અલગ યોજનઓ લઈને આવતા રહેતા હોય છે. ત્યારે આર્થિક અને નબળા વર્ગના લોકો માટે આ માનવ ગરીમા યોજના 2023 આવી છે. તેમાં નબળા વર્ગના લોકો માટે 28 પ્રકાર ધંધા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તો ચાલો જાણીએ આ માનવ ગરીમા યોજના વિષે તેમજ તેમના ઓનલાઈન અરજી કરવાની રીત વિશે.

માનવ ગરીમા યોજના 2023

યોજના નું નામમાનવ ગરીમા યોજના 2023
ક્યાં વિભાગ દ્વારા અમલીકરણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાનો ઉદેસ્યસ્વરોજગારીની તકો
કઈ કચેરી અંતર્ગતવિકસતિ જાતિ કલ્યાયાણ
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
અરજી કરવાની તારીખ15-5-2023 થી 14-6-2023
Official Websitewww.esamajkalyan.gujarat.gov.in

કોણ અરજી કરી શકે?

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 નીચે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુંથી માનવ ગરીમા યોજના હેઠળ અલગ અલગ ટ્રેડના સાધનો મફત આપવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદવા માટે રૂ 6000 ની સહાય, ઓનલાઇન અરજી માહિતી

આ વ્યવસાયકરો ને મળે લાભ

Manav Garima Yojana 2023 માનવ ગરીમા યોજના 2023 મા નીચે મુજબના વ્યવસાયકારો માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

 • કડીયાકામ (link work)
 • સેન્‍ટીંગ કામ (Scenting work)
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ (Vehicle servicing and repairing)
 • મોચીકામ (cobblestone)
 • દરજીકામ (Tailoring)
 • ભરતકામ (embroidery)
 • કુંભારીકામ (Pottery)
 • વિવિધ પ્રકારની ફેરી (Different types of ferries)
 • પ્લમ્બર (the plumber)
 • બ્યુટી પાર્લર (Beauty parlour)
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ (Electrical Appliances Repairing)
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ (Agricultural blacksmithing/welding work)
 • સુથારીકામ (Carpentry)
 • ધોબીકામ (laundry)
 • સાવરણી સુપડા બનાવનાર (A broom maker)
 • દુધ-દહી વેચનાર (Milk and curd seller)
 • માછલી વેચનાર (A fishmonger)
 • પાપડ બનાવટ (Making papad)
 • અથાણા બનાવટ (Making pickles)
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ (Sale of hot, cold drinks, snacks)
 • પંચર કીટ (Puncture kit)
 • ફ્લોર મીલ (Flour Meal)
 • મસાલા મીલ (Masala meal)
 • મોબાઇલ રીપેરીંગ (Mobile Repairing)
 • હેર કટીંગ (વાળંદ કામ) (Hair cutting)

આ પણ વાંચો: ધંધો વ્યવસાય શરૂ કરવા મળશે રૂ. 50 હજારથી 10 લાખ સુધીની Loan, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.

આવક મર્યાદા

આ યોજનામા અંતર્ગત આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતોને આધીન છે.

 • અનુસૂચિત જાતિના સિવાયના લોકો ની વાર્ષિક આવક મર્યાદા ₹ 6,00,000 સુધી ધરાવતા હોવા જોઈએ.
 • અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જન જાતિ, અતિપછાત જાતિ કે વિચારતી વિમુક્તિ જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

વય મર્યાદા

માનવ ગરીમા યોજના નો લાભ લેવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ

Manav Garima Yojana 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યક્તા રહે છે.
 • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 • રેશન કાર્ડ ની ઝેરોક્ષ
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી ગમે તે એક)
 • અરજદારની જાતિ નો દાખલા ની ઝેરોક્ષ
 • વાર્ષિક આવક નો દાખલાની ઝેરોક્ષ
 • અભ્યાસનો પુરાવો
 • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
 • સ્વ ઘોષણા
 • એકરારનામું

માનવ ગરીમા યોજના અન્ય જરૂરી સૂચનાઓ

 • આ યોજના નીચે લાભ લેવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પાસેથી esamajkalvan.gujarat.gov.in પર તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
 • જે વ્યક્તિ એ વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને વ્યક્તિના હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ફરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.
 • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી upload કરવાના રહેશે. hard copy કચેરીમા આપવાની નથી. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ document માંગવામા આવે ત્યારે બતાવવાના રહેશે.
 • અરજીમાં તમામ વિગતો ભરેલ હોવી જોઈએ જો નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજુર) ગણાશે.
 • અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે.
 • અરજદારના આખા પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંને માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી.
 • વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદા લાગું પડશે નહી.
 • અરજી કરનાર વ્યક્તિની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
 • અગાઉના વર્ષોમાં વ્યક્તિ કે તેમના પરિવારના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
 • આ યોજનનો લાભ પરિવારમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર છે.
 • ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા પરિવારના વ્યક્તિનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. તથા મોબાઇલ ચાલુ રાખવો પડશે. બીજી કોઈ વ્યક્તિનો મોબાઇલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો પણ આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
 • વ્યક્તિ દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું status જાણવા વેબસાઇટ જોતા રહેવું.
 • અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઇ હક્કદાવો કરી શકશે નહીં.
 • જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ અરજીઓનો computerized ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામા આવશે. computerized ડ્રોમાં સિલેક્ટ થયેલ લાભાર્થીઓને જ સાધનો (ટુલ કિટ્સ) આપવામા આવશે.
 • માનવ ગરીમા યોજનામાં લાભ મેળવવા અંગેની વિગતો eamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો પૂરે પૂરો અભ્યાસ કરી અરજદારએ online અરજી કરવાની રહેશે. તેમજ વધારાની માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
 • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

માનવ ગરીમા યોજના અંતર્ગત online અરજી કરવાની રીત

આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા ફોલો કરો.

 • સૌથી પહેલા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
 • ત્યારબાદ આ website મા ઉપર આપેલા વિવિધ વિભાગ માથી નિયામક વિકસતિ જાતિ કલ્યાણ પર ક્લીક કરો.
 • ત્યારબાદ અલગ અલગ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ગરીમા યોજના પર ક્લીક કરો.
 • આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે વાંચી લો.
 • ત્યારબાદ online અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ Registration કરો અને ત્યારબાદ તમારી માહિતી ભરો.
 • તેમાં માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
 • ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખો કે Original document ને સ્કેન કરીને જ અપલોડ કરો.
 • ત્યારબાદ અરજી Confirm કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

Manav Garima Yojana 2023 Link

ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી વાંચોઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી ફોર્મઅહિં ક્લીક કરો
માનવ ગરીમા યોજના 2023 જાહેરાતઅહિં ક્લીક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
Join our whatsapp Groupઅહી ક્લિક કરો
માનવ ગરીમા યોજના 2023
માનવ ગરીમા યોજના 2023

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

માનવ ગરીમા યોજના 2023 માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

www.esamajkalyan.gujarat.gov.in

Manav Garima Yojana 2023 માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ કઈ છે ?

૧૫/૦૫/૨૦૨૩ થી ૧૪/૦૬/૨૦૨૩

માનવ ગરીમા યોજના 2023 નો લાભ કોને મળવા પાત્ર છે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, લઘુમતિ અને વિચરતી અને વિમુકત જતિ ના લોકોને

માનવ ગરીમા યોજના 2023 નો લાભ માટે આવક મર્યાદા કેટલી છે?

૬૦૦૦૦૦

Leave a Comment

error: Content is protected !!