માનવ કલ્યાણ યોજના 2023: Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ: ગુજરાત સરકાર દ્વારા નાના વ્યવસાયકારોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે અને તેમના ધંધા વ્યવસાય માટે ઉપયોગી બને તેવી ઘણી કલ્યાણકારી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. નાના વ્યવસાયકારો માટે તેમના ધંધા વ્યવસાયમા મદદરૂપ બને તેવી આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના 2023 છે. આ યોજનામા 27 જેટલા પ્રકારના વ્યવસાય માટે સાધન ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે. આજે આપણે આ યોજનાની તમામ માહિતી મેળવીશુ.
માનવ કલ્યાણ યોજના 2023
યોજના | Manav kalyan Yojana 2023 |
અમલીકરણ | કુટીર અને ગ્રામોદ્યોગ |
યોજનાનો હેતુ | નાના વ્યવસાયકારોને સાધન સહાય |
કચેરી સંપર્ક | લગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફીસીયલ વેબસાઇટ | https://e-kutir.gujarat.gov.in |
આ પણ વાંચો: E20 Petrol: E20 પેટ્રોલ ના ફાયદા, ક્યા મળશે E20 પેટ્રોલ
માનવ કલ્યાણ યોજના હેતુ
નાના ધંધાર્થી અને વ્યવસાયકારોને સહાયરૂપ થવા માટેની આ યોજનામાં તેમના વ્યવસાયમાથી પુરતી આવક અને સ્વરોજગારી ની તકો ઉભી કરવા માટે તેમના વ્યવસાયને અનુરૂપ વધારાના ઓજારો/સાધનો ની ટુલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે 1995 થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી 27 જેટલા પ્રકારના વ્યવસાયો માટે નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેમના કુટુંબની વાર્ષીક આવક નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન સહાય ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના 2023 વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના ધંધા વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
આ પણ વાંચો: સંકટ મોચન સહાય (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના ફોર્મ pdf
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા
આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 પાત્રતા શરતો રાખવામા આવેલી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદી એટલે કે BPL લીસ્ટમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂરીયાત રહેતી નથી.
અથવા
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી ની આવક મર્યાદા નક્કી કરવામા આવી છે. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા નિયત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
વય મર્યાદા
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
ડોકયુમેન્ટ લીસ્ટ
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- જાતી નો દાખલો
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
આ પણ વાંચો: અટલ પેન્શન યોજના | atal pension yojana pdf
માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી ફોર્મ
આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ઓનલાઇન અરજી કરવાની રહે છે.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગો મા થી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમારી સામે દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
- આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે ધ્યાનપૂર્વક વાંચી લો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી કાળજીપૂર્વક સબમીટ કરો.
- ત્યારબાદ માગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
- ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવુ કે ઓરીજીનલ ડોકયુમેન્ટ ને સ્કેન કરીને જ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સેવ રાખો.
માનવ કલ્યાણ યોજના રજીસ્ટ્રેશન
માનવ કલ્યાણ યોજના 2023 માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારુ નવુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. જેમા નીચેની વિગતો સબમીટ કરવાની રહેશે.
- પુરૂ નામ અંગ્રેજીમા
- આધાર કાર્ડ નંબર
- જન્મ તારીખ
- મોબાઇલ નંબર
- ઈ મેઇલ
- વગેરે
ઉપર મુજબની વિગતો સબમીટ કરી સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ તમે લોગીન થઇ ઓનલાઇન ફોર્મ ભરી શકસો.
માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હાલ ચાલુ છે. માનવ કલ્યાણ યોજના સરકારની કલ્યાણકારી યોજના છે. જે નાના વ્યવસાયકારો માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજનાની તમામ માહિતી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે. ઓનલાઇન ફોર્મ પણ આ જ વેબસાઇટ પર ભરવાના હોય છે.
માનવ કલ્યાણ યોજના હેલ્પલાઇન
આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે વિશેષ માહિતીની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર 9909926280 અને 9909926180 છે. જેના પર સંપર્ક કરી શકસો. ઉપરાંત તમારા જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પરથી પણ વધુ માહિતી મળી રહેશે. તમામ જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સરનામા અને ફોન નંબર નુ લીસ્ટ નીચે આપેલ છે. જેના પર સંપર્ક કરી શકસો. આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ છે.
માનવ કલ્યાણ યોજના મા અલગ અલગ 27 જેટલા વ્યવસાય માટે સાધન સહાય આપવામા આવે છે. આ માટે કુટીર ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Manav kalyan Yojana 2023 Link
ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી વાંચો | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી ફોર્મ | અહિં ક્લીક કરો |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામા | અહિં ક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |

માનવ કલ્યાણ યોજના માટે સતવાર વેબસાઇટ કઇ છે ?
https://e-kutir.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ પ્રશ્નો હોય તો સહાયતા માટે નંબર ક્યો છે?
9909926280
9909926180
માનવ કલ્યાણ યોજના 2023 ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
આ યોજના કમિશનર શ્રી, કુટીર અને ગ્રામોધ્યોગ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવામાટે વયમર્યાદા શું છે ?
૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
Good mahiti
From sabmit not wy😡
Garib
Welding machine