Mango Price: આજના કેસર કેરીના ભાવ, હાફૂસ કેરીના ભાવ

Mango Price: કેરીના ભાવ: ઉનઍળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી સૌ કોઇને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ માવઠા ને લીધે કેરીના ભાવ શરૂઆતથી જ ખૂબ ઊંચા રહ્યા છે. ત્યારે આવક વધવાથી હવે કેસર કેરી અને હાફૂસ કેરીના ભાવ ઘટવા લાગ્યા છે. ચાલો જાણીએ હાલ કેરીના કેટલા ભાવ ચાલી રહ્યા છે ?

Mango Price

હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે. જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે.

આ પણ વાંચો: Portable AC: માત્ર 500 રૂ. મા મળશે AC જેવી ઠંડક, લાઇટબીલ પણ સાવ ઓછુ

કેરીના ભાવ

Mango Price ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક હજુ બચ્યો છે તે ખેડૂતો ને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે. કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ બજારમા નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવી શકશે. કચ્છની કેસર કેરી પણ સ્વાદમા મીઠી આવે છે. ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહે છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023, ચૂંટણી કાર્ડને લગતા કામ માટે આ તારીખો નોંધી લો

કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર

કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.

હાલ બજારમા કેસર કેરી રૂ. 120 થી 160 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે. કેસર કેરીનુ પોરબંદર પંથકમા પણ સારુ ઉત્પાદન શરૂ થયુ છે. હવે સીઝન આવતા કેરીની આવક વધી રહિ છે અને ખૂબ જ સારી કેરી મળી રહિ છે.

એપ્રીલ મહિનાના અંતમા કમોસમી વરસાદ થવાને લીધે કેરીના પાકને ઘણુ નુકશાન થયુ છે. એવામા કેરીના ભાવ ફરી ઉંચા જવાની શકયતા રહેલી છે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here

કેસર કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, તાલાલા, કચ્છ અને પોરબંદર મા થાય છે.

હાફૂસ કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.

કેસર કેરી નુ ઉત્પાદન ગુજરાત મા ક્યા થાય છે ?

કેસર કેરી ગુજરાતમા જુનાગઢ ઉપરાંત પોરબંદર અને કચ્છ મા પણ થાય છે.

દશહેરી કેરી ક્યા પાકે છે ?

લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ

error: Content is protected !!