Mobile Network: બિપોરજોય વાવાઝોડાને લઈને ટેલિફોન કંપનીનો અગત્યનો નિર્ણય, ગમે તે કંપનીનું નેટવર્ક ઉપયોગ કરો. બસ કરો આ નાનું કામ,

Mobile Network: બિપોરજોય વાવાઝોડાને લઈને ટેલિફોન કંપનીનો અગત્યનો નિર્ણય: ગમે તે કંપનીનું નેટવર્ક ઉપયોગ કરો: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાનું તોડતું સંકટ ચાલી રહ્યું છે. ત્યારે સરકાર અને તંત્ર ખડે પગે કામ કરી રહ્યા છે. NDRF ની ટીમ પણ સતત કાર્યરત છે. એવામાં ટેલિફોન કંપની દ્વારા Mobile Network ને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો જે કંપનીનું સિમ યુઝ કરતાં હોય અને તેમનું નેટવર્ક ના આવતું હોય તો તમે બીજા અન્ય કંપનીનું નેટવર્ક ઉપયોગ કરી શકો છો. જોઈએ આ Mobile Network વિશેની વધુ માહિતી નીચે મુજબ

Mobile Network વિશે

હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, એવામાં વાવાઝોડા દરમિયાન ટેલિકોમ કંપનીની સેવાઓને પણ નુકસાન થવાની આશંકાઓ દેખાઈ રહી છે. એવામાં વાવાઝોડાના કારણે ફસાયેલા કે જીવના જોખમમાં મૂકાયેલા લોકોને ખાસ પ્રકારની સુવિધા મળી રહે તે માટે Mobile Networkને લઈને મહત્વનો નિર્ણય ટેલિકોમ કંપની દ્વારા લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15મી તારીખની સાંજના સમયની આસપાસ વાવાઝોડું જખૌ બંદર પાસેથી ક્રોસ કરી શકે છે, જેની અસર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે દેશની ટેલિકોમ ઓથોરિટી દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુની અસરને લઈને જિલ્લા પ્રમાણે કંટ્રોલરૂમના નંબર જાહેર,સંકટની ઘડીમાં કામ આવશે,

Mobile Network અંગે નો નિર્ણય

બિપોરજોય વાવાઝોડાના સમયે મોબાઈલ નેટવર્કમાં તકલીફ પડવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. આ પરિસ્થિતિમાં લોકો કોઈ પણ નેટવર્કનો ઉપયોગ કરી શકશે જેથી કરીને મુશ્કેલીની ઘડીમાં તેઓ અગત્યનો નિર્ણય લઈ શકે છે. આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી છે.

ટેલિકોમ કંપનીનો નિર્ણય

બિપોરજોય વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટેલિકોમ કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની મદદથી મોબાઈલમાં Manual setting કરીને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરની સેવાનો ઉપયોગ કરી શકાશે. આવામાં જો વ્યક્તિને પોતે જે કંપનીનું સિમકાર્ડ ઉપયોગ કરે છે તેનું નેટવર્ક ના મળે તો તેને બીજી જે કંપનીનું નેટવર્ક ત્યાં મળતું હોય તેનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: વાવાઝોડામા કયા ગામમા કેટલી ઝડપે પવન ફૂંકાશે, અસરગ્રસ્ત ગામો માટે Disaster Management જાહેર કર્યુ લીસ્ટ

બીજું નેટવર્કનું સેટિંગ કેમ કરવું

તકલીફની ઘડીમાં જો સેલ્યુલર કંપનીનું નેટવર્ક ખોરવાઈ જાય તો બીજી અન્ય કંપનીનું નેટવર્ક મળતું હોય તો તેનો ઓટોમેટિક ઉપયોગ કરી શકાશે. જેના માટે ફોનના સેટિંગમાં સામાન્ય ચેન્જ કરવા પડશે. સૌથી પહેલા મોબાઈલના સેટિંગમાં જઇને સિમકાર્ડ સિલેક્ટ કરો અને આ પછી મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું છે, (સેટિંગ> સિમ કાર્ડ > મોબાઈલ નેટવર્ક> મેન્યુઅલ) જેથી તમે કોઈપણ કંપનીના મોબાઈલ ફોનનું નેટવર્ક ઉપયોગ કરી શકશો.

ક્યાં વિસ્તારમાં ચાલશે આ નેટવર્ક

તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝાડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે કોઈ પર કંપનીના મોબાઈલ ફોનના નેટવર્કનો ઉપયોગ કરવાની સુવિધા માત્ર કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાના લોકોને 17મી જૂનની રાતના 11.59 સુધી મળવાપાત્ર છે.

Biporjoy cyclone Live Tracker

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
Mobile Network
Mobile Network

બિપોરજોય વાવઝોડાને લીધે Mobile Network માં તકલીફ હોય તો અન્ય કંપનીનું નેટવર્ક યુઝ કરવામાટે છેલ્લી તારીખ કઈ છે ?

17મી જૂનની રાતના 11.59 વાગ્યા સુધી

Leave a Comment

error: Content is protected !!