mocha cyclone Live: હાલમાં હવામાન ખુબ પરીવર્તન આવ્યૂ છે ગરમીની સિઝનમાં પણ વરસાદ આવી રહ્યો છે અને ખેડૂતોની માથે સંકટ આવ્યું છે અલ ઉભેલા પાકને આ માવઠા દ્વારા નુકશાન થાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી નવું સંકટ આવવા વિષેની વાત કરવામાં આવી રહી છે ત્યારે આ સંકટ એટ્લે મોચા વાવાઝોડુ. આ વાવઝોડા માટે સરકારે આગામી 24 કલાક માટે આ રાજ્યો માટે ભારે 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા તંત્રને એલર્ટ રહેવા આદેશ કરેલ છે.
હવામાનશાસ્ત્રીઓનું મત મુજબ કહેવું છે કે, જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ છે.
Mocha cyclone Live વિશેના સમાચાર
Mocha cyclone Live: ને લઈ ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડા વિષે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ સચવ્યું છે કે, વાવાઝોડું મોચા ( Cyclone Mocha ) આ જ અઠવાડિયે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, વાવાઝોડના પવનોનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેના નજીકના વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલો છે. તેના હેઠળ સોમવારે (8 મે)એટ્લે કે આજરોજ આ બધા પ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી સંભાવના છે.
આ પણ જુઓ: પશુપાલક ને પશુ માટે તબેલો બનાવવા 4 લાખની લોન આપે છે સરકાર,જાણો સંપૂર્ણ માહિતી
ઉતર બંગાળમાં તાત્કાલિક ખતરો નથી.
હવામાન મોનિટરિંગ એજન્સીએ જણાવ્યા અનુસાર કે, ઉત્તર બંગાળના જિલ્લાઓ વાવાઝોડુંના પ્રભાવ હેઠળ આવવાની કોઈ શક્યતા દર્શાવી નથી, કારણ કે જો વાવાઝોડું સિસ્ટમ રચાય તો આવતા અઠવાડીયાના અંત સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠે તથા દક્ષિણ બંગાળને અસર કરી શકે છે. સોમવારે (8 મે) એટલેકે આજે પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હુગલી, બાંકુરા, બીરભૂમ, પૂર્વા મેદિનીપુર, હાવડા, પૂર્વા અને પશ્ચિમ બર્ધમાન શહેરમાં વીજળીની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
શું તકેદારી રાખવા જણાવ્યું છે?
બંગાળના દાર્જિલિંગ, જલપાઈગુડી, કાલિમપોંગ, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને માલદા વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.ત્યારે આ તરફ કોલકાતાના તમામ પોલીસ સ્ટેશનોને આ વાવાઝોડા દરમિયાન પાવર કટ થયાના કિસ્સામાં જનરેટર તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર સ્થિત કમાન્ડ સેન્ટરમાં આવેલ કંટ્રોલ રૂમ રવિવારથી કાર્યરત છે.
આંધ્રપ્રદેશ એલર્ટ
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાના તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદ પડશે. કેટલીક જગ્યાએ વીજળી પણ પડવાની શક્યતા છે.
ઓડિશા રાજ્યના 18 જિલ્લામાં પણ એલર્ટ
IMDની ચેતવણીને કારણે દેશભરના ઘણા રાજ્યો પર ખતરો હોય તેમણે હાઈ એલર્ટ પર છે તેવું જણાવ્યુ હતું. હવામાન વિભાગે વાવાઝોડા તોફાન ‘મોચા’ને લઈને ઓડિશાના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયુંછે. આ વાવાઝોડાના તોફાન અને વીજળી પડવાની ચેતવણી સાથે 9 જિલ્લાઓમાં yellow એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ: દેશના કોઇ પણ સ્થળ ના એડ્રેસ અને ફોન નંબર મેળવો, બહાર ગયા હોય તો કોઇને પુછવુ નહિ પડે
Mocha વાવાઝોડું આંદામાન તરફ જઈ શકે છે
હવામાનશાસ્ત્રીઓના મતે મુજબ લાગે છે કે, મોચા વાવાઝોડું દક્ષિણ આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આંદામાનમાં 8-11 મે ના વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અને પ્રાદેશિક હવામાન કેન્દ્રો દ્વારા વાવાઝોડાની દિશા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી આ વાવાઝોડા તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ છે.
Mocha cyclone ક્યાં દેશ સાથે ટકરાવાની સંભાવના છે?
જો વૈજ્ઞાનિકોના મત અનુસાર માનીએ તો એવું લાગે છે કે આ Mocha વાવાઝોડું મ્યાનમાર દેશને અસર કરી શકે છે. જો કે, એકવાર નીચા દબાણ પછી તે સંપૂર્ણપણે વિપરીત દિશામાં આગળ વધી શકવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40-50 કિમીથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બંગાળ અને ઓડિશામાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 9 મેના રોજ વાવાઝોડાના ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શકયતા છે. 10 મેના રોજ મોચા વાવાઝોડું દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, બંગાળની પૂર્વ મધ્ય ખાડી અને આંદામાન સાગરની આસપાસના વિસ્તારોમાં એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે 12 મે સુધી મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે. તો 9 થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ દરમિયાન 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. બંગાળ અને ઓડિશા બંનેમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાઆવ્યું છે.
અગત્યની લીંક
વાવાઝોડાનું સ્ટેટસ જોવા માટે | અહિં ક્લીક કરો |
મોસમ વિભાગની ઓફિસિયલ ટ્વિટર ચેનલ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ક્યાં રાજયમાં 3 થી 5 દિવસનું એલર્ટ છે?
આન્દ્ર પ્રદેશ
આ વાવાઝોડાનુ નામ શું આપવામા આવ્યુ છે ?
Mocha cyclone
ઓડીસા રાજ્યના કેટલા જિલ્લા એલર્ટ પર છે?
18 જિલ્લા