Monsoon: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ?: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું હતું. આ વાવાઝોડા સાથે ઘણા જીલ્લામાં વરસાદ પણ આવ્યો હતો. ઉતર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો છે. ત્યારે હવે વાત કરીએ તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ ક્યારે બેસશે તે જાણવાનું રહ્યું. ત્યારે Monsoon એટ્લે કે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. કે આ વર્ષે કેવું રહેશે ચોમાસુ અને કેવો પડશે વરસાદ. તો જોઈએ આ ચોમાસા ને લઈને વિગત વાર માહિતી નીચે મુજબ.
Monsoon વિશે
- રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા
- દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા
- આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે
- બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે
આ પણ વાંચો: પશુપાલક ને પશુ માટે તબેલો બનાવવા 4 લાખની લોન આપે છે સરકાર,જાણો સંપૂર્ણ માહિતી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે. આ વાત ચોમાસા વિશે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા જણાવી હતી.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન ની આજુબાજુ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે વધુ જણાવ્યુ કે, બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.
જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, જુલાઈ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને પણ આગાહી કરી છે.
આ પણ વાંચો: ખેતીની જમીન માટે 7/12 અને 8-અ જાતે ડાઉનલોડ કરો ઓનલાઇન,
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો માં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41 થી 61 કિમી રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યુ છે.
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બીજા અન્ય જિલ્લા કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની શક્યતાઑ છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં કઈ તારીખે ભારે વરસાદની શક્યતા જણાવી હતી ?
27થી 30 જૂન વચ્ચે
હવામાન વિભાગ મુજબ ક્યાં જિલ્લાને રેડ એલર્ટ અપાયું છે ?
બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ મુજબ ક્યાં જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયું છે ?
કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગર,ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
3 thoughts on “Monsoon: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ? કેવો પડશે વરસાદ?”