Monsoon news: ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડયો?: 6 ઇંચ સુધી વરસાદ: હાલ ચોમાસાની રૂતુ બેસી ગઈ છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગત 24 તારીખથી વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અને હવામન વિભાગ દ્વારા આગામી 30 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશગીરી ગૌસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ બધાની આગાહી સાચી ઠરી છે. આગાહી મુજબ નવા Monsoon news સામે આવ્યા છે કે ગુજરાતના ક્યાં જીલ્લામાં કેટલો વરસાદ પડયો છે? જોઈએ આ Monsoon news વિગત નીચે મુજબ.
Monsoon news વિશે
હવામાન વિભાગની આગાહીને ધ્યાને લેતા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
45 તાલુકામાં વરસાદ
આજ સવારથી અત્યાર સુધીમાં પડેલ વરસાદ વિશે વાત કરીએ તો ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાડા, પોરબંદર દોઢ ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે કુતિયાણામાં સવા ઈંચ, જેતપુરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કપરાડામાં પોણો ઈંચ, પોરબંદરમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, જાફરાબાદમાં અડધો ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ નોંધાયો હતો.
આ પણ વાંચો: દ્વારકા- બનાસકાંઠામાં 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ વધુ માહિતી અહીથી.
ગાંધીનગરમાં વાતાવરણમાં ફેરફાર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થય ગયો છે.. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વરસાદ શરૂ થયો છે.
વડોદરામાં ભરાયા પાણી
ગાંધીનગર સિવાય વડોદરા સિટીમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જુદા જુદા ભાગોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તરસાલી, માંજલપુર, વારી, રાજમહેલ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથી વરસાદ શરૂ થતાં લોકો રેઈનકોટ પહેરીને નોકરી-ધંધે જતાં જોવા મળ્યા હતા. વરસાદના કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
અમદાવાદમાં ધીમીધારે વરસાદ
અમદાવાદ સિટીમાં આજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સિટીના કેટલીક જગ્યામાં સવારના 10 વાગ્યા પછી ધીમો વરસાદ શરૂ થયો હતો. શહેરના સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે.
ધરતીપુત્રોમાં આનંદ
વલસાડ જિલ્લામાં લગભગ બધા વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વલસાડના વાપી, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રો ખુશીની લહેર છવાઈ ગઈ છે. ઉમરગામ અને વાપીના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. ઉમરગામના ગાંધીવાડી અને પાવર હાઉસ માં પાણી ભરાયા છે. તો વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. સ્ટેશન રોડ પર પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા 7 ખૂબ સુંદર ધોધ,જે જોઈને નાઇગ્રા ધોધને પણ ભૂલી જશો, ચોમાસામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા.
ભાવનગરમાં વાવણીની શરૂઆત
Monsoon newsમાં ભાવનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના લીધે જિલ્લાના સિહોર, ઘોઘા પંથકમાં વાવણીની શરૂઆત કરી છે. સિહોર,ઘોઘા પંથકમાં વાવણી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, કાલે ઘોઘા, સિહોર, ભાવનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
દમણ અને દાદરાનગર હવેલીમાં તથા બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી વરસાદ શરૂ
દમણ અને દાદરાનગર હવેલીમાં ધમકેદર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેલવાસમાં 3 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ અને દમણમાં 4-4 ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદથી સેલવાસના રસ્તાઓ પર પાણી ભરાયા છે.
જ્યારે વાત કરીએ બનાસકાંઠા વિસ્તારની તો 8 દિવસના વિરામ પછી બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના વાવ તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાં રાહત મળી છે.
ઉપલેટામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના ભાયાવદર, પાનેલી, મોજીરા, ગઢાળા, અરણી, ખીરસરા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા ખૂબ વરસ્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી આવી ગયા છે. ખેતરોમાં પણ વરસાદી પાણીથી તરબતર થયા છે. દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વહેલી સવારથી એકદમ વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયામાં ભારે વરસાદના લીધે રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકાના રામનાથ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
દક્ષિણ ગુજરાતમાં આગાહી
દક્ષિણ ગુજરાતમાં Monsoon newsની વાત કરીએતો સુરત જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

ગુજરાતના ક્યાં વિસ્તારમાં 6 ઇંચ વરસાદ પડયો છે ?
વલસાડના ઉમરગામમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ પડયો છે.
ક્યાં જીલ્લામાં વાવણી શરૂઆત કરી દીધી છે?
ભાવનગર જિલ્લામાં