Monsoon News: આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી: હાલ તો આપણાં દેશમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. અને ભયંકર ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમી ની વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તા. 26 મે ના રોજ વાતાવરણમાં વાદળાં છવાઈ ગયા છે. અને ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડયા છે. આ બધાની વચ્ચે આંબાલાલ પટેલે ફરી એક વખત ચોમાસા બાબત આગાહી કરી છે. ચાલો જાણીએ આ Monsoon Newsની આગાહી વિશે.
આ પણ વાંચો: કેસર કેરીના ભાવ, કેરીની માર્કેટ મા ધૂમ આવક શરૂ, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ
Monsoon News
આપણાં ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ મારફત આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસુ અંદમાન નિકોબરથી આવતી કાલે આગળ વધી શકે છે તથા અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસાની શરૂઆત થશે.
ભારે પવન સાથે વરસાદ
Monsoon News બાબતે અંબાલાલ પટેલે વધુ માં જણાવ્યું હતું કે, તા. 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: 2000 રૂપિયાની નોટ કોઈ લેવાની ના પાડે તો શું કરવું? જાણો RBI ના નિયમ?
ગુજરાતમાં ચોમાસુ
અંબાલાલ પટેલે દ્વારા જણાવાયું કે, ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસનો પ્રારંભ ક્યારે થશે ?
22 જૂન થી
ગુજરાતમાં દરિયો ક્યારે તોફાની બનશે?
8 તથા 9 જૂને
મે મહિનામાં ગુજરાતમાં ક્યાં છૂટા છવાયા ઝાપટાં પડશે ?
સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતમાં