Monsoon prediction: અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમા આ તારીખથી પડશે વરસાદ: ગુજરાતમાં વરસાદને લઈને જોઈએ તો જુલાઇ માસમાં ગુજરાતભરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો હતો. ગુજરાતના નદીઓ, ડેમ, વગેરે છલી ગયા છે. ખેડૂતો પણ ખુશ થઈ ગયા હતા. ત્યારે 1 મહિના થી વરસાદ પાછો ખેંચાયો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે Monsoon prediction એટ્લે કે વરસાદની આગાહી કરવામાં આવી છે. કે ગુજરાતમાં આ તારીખથી ફરીથી વરસાદ પડશે. તો આવો જોઈએ આ Monsoon prediction વિશેની માહિતી.
Monsoon prediction વિશે
ગુજરાતમાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની વાટ જોવાઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનો વધુ એક ચોથો રાઉન્ડ આવશે. જેમાં રાજ્યમાં આગામી 16,17 અને 18 ઓગસ્ટે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, 21 અને 22 ઓગસ્ટે પણ રાજ્યમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે Monsoon prediction કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનઓ છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવી શકે છે.
આ પણ વાંચો: વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે, શું તમે જોયા છે આ અદ્ભુત સ્થળો.
આ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે
રાજ્યના હવામાન વિભાગે પણ આપેલી માહિતી મુજબ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી , છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. તો અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, રાજકોટ, સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે.
આ તારીખોમાં વરસાદ
ગુજરાતમાં Monsoon prediction માં આવનાર 16-17-18 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ રહી શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: શું તમે પણ વારંવાર પાસપોર્ટ ફોટો કઢાવવા સ્ટુડિયો પર જવું પડે છે? તો આ રહી ફોટો બનાવવાની App.
વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં હાલ છૂટછવાયા સામાન્ય ઝાપટા ઉપરાંત રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીના સંકેત આપ્યા છે. રાજ્ય પર એક સિસ્ટમ એક્ટિવ થતાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
ભારતમાં ક્યાં ભાગો માં પડશે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા જોરદાર પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રેહતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક tropical storm બનવાની શક્યતા રહે, આ tropical storm અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે.
તેમણે વધુમા જણાવ્યું કે, તારીખ 12થી ઉત્તર પૂર્વીય ભારતમાં વાતાવરણ બદલાવાની શક્યતા રહે જેથી તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર થઇ શકે છે. તો તારીખ 15 થી 18 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગો તરફ વરસાદની સંભાવનાઓ રહેતા ગુજરાતના ભૂ ભાગો તરફ સારા વરસાદના ઝાપટાની શક્યતા રહે છે. હાલ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસાદ 93 ટકા વરસાદ વરસી ગયો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Monsoon prediction માં અંબાલાલ પટેલ ક્યારથી વરસાદની આગાહી કરી છે ?
15 ઓગસ્ટ પછીથી
Monsoon prediction માં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલા દિવસની આગાહી કરવામાં આવી છે ?
4 થી 5 દિવસમાં વરસાદ પડવાની
1 thought on “Monsoon prediction: અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમા આ તારીખથી પડશે વરસાદ, જુઓ કેવું રહેશે હવામાન.”