Movie Fact: કેટલી કમાણી થાય તો ફિલ્મ Hit કે Blockbuster? કોને મળે સૌથી વધારે ભાગ, જુઓ સંપૂર્ણ માહિતી.

Movie Fact: કેટલી કમાણી થાય તો ફિલ્મ Hit કે Blockbuster?: કોને મળે સૌથી વધારે ભાગ: આપણાં જીવનમાં મૂવી તથા વેબ્સિરીઝ જોવું એક એન્ટરટેન્મેન્ટ છે. લોકો પોતાના નવરાસ નો સમય આમાં પસાર કરતાં હોય છે. જ્યારે પણ સમય મળે ત્યારે મૂવી તથા વેબસિરીઝ જોવે છે અથવા તો નવા મૂવી રીલીઝ થાય કે તરત જ થિયેટરમાં લોકો જોવા માટે જાય છે. અને આપણે એવું પણ સાંભળતા હોઈએ છીએ કે મૂવી hit કે Blockbuster કે flop ગઈ છે. ત્યારે શું તમે જાણો છો કે ફિલ્મમાં કેટલી કમાણી થાય તો hit કે Blockbuster કહેવાય. તો આવો જોઈએ આ Movie Fact વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Movie Fact વિશે

Movie Fact માં સામાન્ય રીતે દર શુક્રવારે નવી ફિલ્મ રિલીઝ થતી હોય છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં જ સાંભળવા મળે છે કે આ ફિલ્મ Hit રહી, Super HIT રહી, Block Buster રહી કે Flop રહી. પરંતુ શું તમે જાણો છો કે એક ફિલ્મને Hit કે Superhit બનવા માટે કેટલી કમાણી કરવી પડે છે? મોટા ભાગના લોકો આ બાબત ખબર હોતી નથી. જો તમને ફિલ્મો જોવાનો શોખ છે અને તમે જાણવા ઈચ્છો છો કે કઈ ફિલ્મ ક્યારે Hit કે Superhit થાય છે, તો આ લેખ તમારા માટે જ છે.

આ પણ વાંચો: ભારતમા ડાબી બાજુ તો ફોરેનમા જમણી બાજુ કેમ ચાલે છે વાહનો, જાણો રોચક તથ્ય.

આ આર્ટિકલમાં અમે તમને ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેઌ બાબતોની જાણકારી આપશુ. જેમ કે, ફિલ્મમાં કોણ પૈસા રોકે છે, ફિલ્મ થિયેટરમાં કેવી રીતે પહોંચે છે, થિયેટરના માલિકો અને નિર્માતાઓ વચ્ચે પૈસાની વહેંચણી કેવી રીતે થાય છે અને તેમની વચ્ચે distributor કોણ છે.

પ્રોડ્યુસર અને distributor વચ્ચેનો તફાવત

કોઈપણ ફિલ્મના નિર્માણની સંપૂર્ણ જવાબદારી નિર્માતા એટલે કે પ્રોડ્યુસરની હોય છે. producer તે વ્યક્તિ અથવા તે ધર્મા producer જેવી કોઈ મોટી પ્રોડક્શન કંપની હોઈ શકે છે. producerફિલ્મના કાસ્ટિંગ, પ્રી-પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનનો ખર્ચ ઉઠાવે છે. તો distributor નો રોલ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાનું થાય છે. distributor નું કામ ફિલ્મને માર્કેટમાં રિલીઝ કરવાનું હોય છે. distributor ફિલ્મને સિનેમાઘર અને OTT માં લઈ જાય છે.

distributor ફિલ્મનું marketing કરે છે, જેના લીધે લોકો તેની વિશે જાણી શકે. જેથી ફિલ્મ સારી કમાણી કરે, તે માટે જરૂરી છે કે તેને સારો distributor મળે. ઘણી વખત એવું પણ બને છે કે distributor ફિલ્મોના Scring Rights ન ખરીદતા હોવાથી ઘણી ફિલ્મોનું શૂટિંગ પૂરું થઇ ગયું હોવા છતાં વર્ષો સુધી થીયેટર્સ કે OTTમાં આવતી નથી. આવી સ્થિતિ ઉભી ન થાય એ માટે ઘણા Production House હવે પોતાની ફિલ્મોનું distributor શરૂ કરી દીધું છે. જેમાં યશ રાજ ફિલ્મ્સ, યુટીવી મોશન અને ધર્મા પ્રોડક્શનનો સમાવેશ થાય છે.

બજેટ અને કમાણી

કઈ ફિલ્મ Hit કે Superhit થશે અને કઈ Flop થશે તે ફિલ્મના બજેટ પર આધારિત રાખે છે. 25 કરોડની કમાણી કરતી ફિલ્મ HIt બની શકે છે અને 150 કરોડની કમાણી કરનારી ફિલ્મ Flop પણ જઈ શકે છે. જેથી ફિલ્મનું બજેટ સૌથી મહત્વનું પાસું છે. આ બજેટમાં ફિલ્મ બનાવવાના ખર્ચની સાથે Distributor નો ખર્ચ અને તેના માર્કેટિંગનો પણ સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે કોઈ ફિલ્મ પર Producer 40 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે બાદ Distributor આ ફિલ્મ 55 કરોડમાં ખરીદે છે. હવે તે ફિલ્મના marketing પાછળ 10 કરોડનો ખર્ચ કરે છે. એટલે કે અહીં સુધી આ ફિલ્મ બનાવવા પાછળ 65 કરોડ ખર્ચ થઇ ચુક્યા છે. હવે આ ફિલ્મના Satellite Rights અને Music Rights વેચીને ડિસ્ટ્રીબ્યુટરને 15 કરોડ રૂપિયા મળે છે. હવે તેણે આ ફિલ્મની પાછળ ખર્ચેલી મૂડી વસૂલવા માટે થીયેટર્સમાંથી 50 કરોડ કમાવાના રહેશે.

આ પણ વાંચો: જાણો દેશની કઈ યુનિવર્સિટી માથી અભ્યાસ કરીને સૌથી વધુ IAS – IPS બન્યા.

પરંતુ થિયેટર્સ દ્વારા થનારી કમાણીમાંથી લગભગ અડધો ભાગ થિયેટરના માલિકોના ખિસ્સામાં જશે. એટલે કે જો આ ફિલ્મ 50 કરોડની કમાણી કરે, તો પણ ડિસ્ટ્રીબ્યુટરને 25-30 કરોડ જ મળશે. એટલે કે ડિસ્ટ્રીબ્યુટરની કમાણી 30+15=45 કરોડ થઈ. જયારે Distributor 55 કરોડ આપીને ફિલ્મ ખરીદી હતી, એટલે આ ફિલ્મ ફ્લોપ થઇ ગણાય.

ફિલ્મ ક્યારે થાય હિટ કે સુપર હિટ?

ઉપર આપેલા ઉદાહરણમાં દર્શાવવામાં ફિલ્મ જો થિયેટર દ્વારા 70 કરોડની કમાણી કરે છે ત્યારે તે Average બિઝનેસ કરનાર ફિલ્મ ગણાશે. આ ફિલ્મને Hit કેટેગરીમાં સ્થાન મેળવવું હોય તો તેનાથી લગભગ 100 કરોડની કમાણી થવી જરૂરી છે. જ્યારે આ ફિલ્મે Super hit થવા માટે 120-130 કરોડ, Block Buster થવા માટે 150-160 કરોડ અને All time blockbuster માટે 180-190 કરોડની કમાણી કરવાની રહે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Movie Fact
Movie Fact

Movie Fact માં કેટલી કમાણી એ ફિલ્મ હિત થઈ કહેવાય ?

ખર્ચ કર્યા બાદ તે રકમ ડબલ થાય ત્યારે ફિલ્મ હિટ થઈ કહેવાય.

Leave a Comment

error: Content is protected !!