Mudra Loan: ગુજરાત સરકાર લોકો માટે અનેક યોજનાઑ લાવતી રહેતી હોય છે તેમાની એક યોજના એટલે મુદ્રા લોન યોજના. જેમાં લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા મુદ્રા લોન ની યોજના લાવવામાં આવી છે. તમે અથવા તમાર સગા સબંધીને કોઈને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. પોતાના બિઝનેસને વિકાસ કરવા માટે પણ Mudra Loan યોજના કામ કરે છે. ચાલો જાણીએ આ લોન વિશે સંપૂર્ણ માહિતી.
Mudra Loan 2023
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023 |
અમલીકરણ | કેન્દ્ર સરકાર દ્વારા |
યોજનાનો ઉદ્દેશ | બીઝનેશ શરૂ કરવા માટે આ લોન |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા બધા લાભાર્થીઓ |
લોનની રકમ | રૂ. 50,000 થી 10 લાખ સુધી |
વેબસાઈટ | mudra.org.in |
આ પણ વાંચો: ખેતીવાડી ની વિવિધ યોજનાઓ માટે Ikhedut પર ઓનલાઇન અરજી શરૂ, જુઓ પુરૂ લીસ્ટ
mudra Loan વિશે માહિતી
આ mudra lone યોજના નીચે જે લોકો પોતાનો વેપાર શરૂ કરવા માંગે છે તેમને આ યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવશે, જે તેમને નવો બિઝનેસ સ્થાપિત કરવામાં મદદ કરશે. જો તમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય, તો તમારી પાસે આ લેખની તમામ માહિતી છે, તેમાંથી તમને આ યોજનાથી થતા બેનિફિટ, પાત્રતા, જરૂરી આધાર પુરાવા અને અન્ય માહિતી મળશે અને તમે સરળતાથી આ લોન માટે અરજી કરી શકશો.
Pradhan Mantri MUDRA Yojana
જો તમે પણ તમારો નવો વ્યવસાય ચાલુ કરવાનુ વિચારી રહ્યા હોય અને શરૂઆતમા પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે સરકારની આ mudra lone યોજનાની મદદથી તમારો પોતાનો વેપાર શરૂ કરી શકો છો. (Small Business Government Loan Scheme). Pradhan Mantri MUDRA Yojana સરકારની એક એવી યોજના છે જેની નીચે તમે લોન મેળવી શકો છો. ખાસ કરીને જો તમે તમારા ઘરની કોઈપણ મહિલાના નામ પર અરજી કરો છો, તો તમને સરળતાથી લોન (PMMY) મળી જશે. ચાલો જાણીએ આ લોન યોજનાના ફાયદા અને લોન માટે અરજીની પ્રક્રિયા વિશે જણાવીએ.
આ યોજના નીચે લોનની રકમ
આ યોજના નીચે નવો વ્યવસાય શરૂ કરનારને 50 હજાર રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવે છે. આમાં 3 અલગ અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. પ્રથમ શિશુ, બીજો કિશોર અને ત્રીજો તરુણ લોન.
- શિશુ લોન અંતર્ગત રૂ.50,000 સુધીની લોન આપવામા આવે છે.
- કિશોર લોન અંતર્ગત 50 હજારથી 5 લાખ રૂપિયાની લોન મળે છે.
- તરુણ લોન અંતર્ગત 5 થી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે તે પોતાની જરૂરીયાત મુજબ કઈ લોન લેવા માંગે છે.
આ પણ વાંચો: શું તમારા બાળકને ફોન જોવાની આદત છે? તો આ રીતે છોડાવો માત્ર 1 અઠવાડીયામાં, ક્યારેય નહીં લે હાથમાં મોબાઈલ
લોન લેવા માટેના નિયમો
જો તમે આ મુદ્રા લોન યોજના 2023 માટે apply કરવા માંગો છો, તો તમારે પહેલા તેના નિયમો જોવા પડશે, જો તમે આ યોજના માટે પાત્ર બની શકો તો તમે અરજી કરી શકો છો.
- અરજદાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે.
- આ લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- વ્યક્તિ આ અંતર્ગત કોઈપણ બેંકમાં ડિફોલ્ટર જાહેર થયેલો ન હોવો જોઈએ.
- વ્યકિત પાસે કેટલાક જરૂરી ડોકયુમેન્ટ હોવા જરૂરી છે.
આધારપૂરવાનું લીસ્ટ
આ લોન યોજના માટે આધાર પુરાવા નુ લીસ્ટ નીચે મુજબ છે.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- પાન કાર્ડ ની ઝેરોક્ષ
- અરજદારનું કાયમી સરનામું
- ત્રણ વર્ષની બેલેન્સ શીટ
- ઇન્કમ ટેક્સ રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
- વ્યવસાય અને સ્થાપના શરૂ કર્યાનું પ્રમાણપત્ર
મુદ્રા લોનની વિશેષતાઓ
- આ લોન યોજના હેઠળ દેશના લોકો નવો વ્યવસાય શરૂ કરવા માટે સરળતાથી લોન લઈ શકે છે.
- મુદ્રા લોન યોજના હેઠળ અરજી કરનારા લોકોને એક કાર્ડ આપવામા આવે છે જેનાથી તેઓ તેમના વ્યવસાયનો ખર્ચ કરી શકશે.
- આ મુદ્રા લોન યોજના નીચે, દેશનો કોઈપણ વ્યક્તિ વ્યવસાય માટે કોઈપણ ગેરંટી વગર લોન લઈ શકે છે.
- આ મુદ્રા લોન લેવા માટે કોઈ પણ ચાર્જ લાગતો નથી અને લોનની ચુકવણીનો સમયગાળો પણ વધારી શકાય છે.
અગત્યની લીંક
મુદ્રા લોન યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની સતાવાર વેબસાઈટ કઈ છે?
www.mudra.org.in
પ્રધાનમંત્રી મુદ્રા લોન મા વ્યક્તિને કેટલી લોન આપવામા આવે છે ?
રુ. 50000 થી 10 લાખ સુધીની લોન આપવામા આવે છે.
મુદ્રા લોન શેના માટે આપવામા આવે છે?
નવો ધંધો બિઝનેશ શરૂ કરવા માટે.
2 thoughts on “Mudra Loan: ધંધો વ્યવસાય શરૂ કરવા મળશે રૂ. 50 હજારથી 10 લાખ સુધીની Loan, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.”