Pension: શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન, સરકારનો ખુલાસો, મીડિયા માં આવ્યો રિપોર્ટ.

Pension: શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન: સરકારનો ખુલાસો: રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં નોકરી કરતાં કર્મચારી માટે ખુશ ખબર છે. કારણ કે એક મીડિયા રિપોર્ટ મુજબ 2024ની ચૂંટણી પહેલા નોકરી કરતાં કર્મચારીને પેન્સન આપવાની જોગવાઈ કરી શકે છે. કારણ કે હાલ જે સરકારી નોકરીમાં ભરતી થાય છે તેમાં પેન્સનની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે આ મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર કર્મચારીને ખૂશ કરવા Pension ની જાહેરાત કરી શકે છે. આ Pension બાબતે વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

Pension બાબતે

લોકસભા 2024 ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં લોકોને પોતાની તરફ વાળવા સરકાર જુદા જુદા લાભો જાહેર કરી શકે છે. સરકારી કર્મચારીઓને પણ એક મોટો ફાયદો થઈ શકે છે. આ Pension બાબતે બે સરકારી અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારા-વધારા કરીને તેના કર્મચારીઓને છેલ્લા પગારના ઓછામાં ઓછા 40-45 ટકા પેન્શન આપી શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને મોદી સરકારે એપ્રિલ મહિનામાં પેન્શન સિસ્ટમની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી. હવે સમાચાર આવ્યા છે કે સરકાર New Market Linked Pension Schemeમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચો: બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકશાન બાબતે સહાય યોજના. જાણો કોને મળશે આ સહાયનો લાભ?

આ બાબતે હજુ વિચાર વિમર્શ

સરકારે આ રિપોર્ટ બાબતે ખુલાસો કરતાં કહ્યું કે આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. નાણાં મંત્રાલય ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો વિચાર-વિમર્શ હેઠળ છે અને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આ બાબતે હુજ વિચાર હેઠળ છે.

મીડિયા રિપોર્ટ

મીડિયા રિપોર્ટમાં આવ્યું હતું કે સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે જેથી કર્મચારી અને સરકાર બંને હજુ પણ યોગદાન આપી શકે. આ બાબતે કર્મચારીઓને છેલ્લા પગારના 40-45 ટકા પેન્શનની ખાતરી આપવામાં આવશે. આ મામલામાં એક વરિષ્ઠ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સરકારમાં નોકરી કરતાં કર્મચારીઓનું પેન્શન વધારવા ની વિચારણા ચાલી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તે જૂની પેન્શન સ્કીમ પાછી નહીં લાવે.

સરકારનું માનવું છે કે આ નવી યોજના તે રાજ્યોની ચિંતા દૂર કરશે, જેઓ જૂની પેન્શન યોજનામાં પાછા જઈ રહ્યા છે.એક સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે Revised Pension Scheme ને કારણે બજેટ પર કોઈ બોજો નહીં પડે. હાલની સેલેરી દર્શાવે છે કે કર્મચારીઓના અંતિમ પગારના 38 ટકા પેન્શન તરીકે મળે છે. આ કિસ્સામાં તેઓએ ફક્ત 2 ટકા વધારાની વ્યવસ્થા કરવી પડશે. જો કે બજાર સતત ઘટતું રહેશે તો સરકાર પર આ પેન્સનનો બોજ વધશે.

આ પણ વાંચો: કોહલીની કમાણી પહોચી 1000 કરોડને પાર, કોહલી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકવાના લે છે 8 થી 9 કરોડ રૂપિયા

આ રાજયમાં જુની પેન્શન યોજના

હાલમાં જ રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબે જૂની પેન્શન સ્કીમ Old Pension scheme લાગુ પાડવાની જાહેરાત કરી હતી. જો કે, આ રાજ્યોની આર્થિક સ્થિતિ પર તેની ખરાબ અસર પડશે. તેવું જણાવ્યુ હતું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Pension
Pension

પેન્સન સ્કીમ માં કર્મચારીને કેટલા ટકા પેન્સન આપવાની ચર્ચા ચાલી રહી છે ?

40 થી 45 %

પેન્સન સ્કીમ ક્યારે આપવાની જાહેરાત કરી શકે છે ?

લોકસભા 2024 ની ચૂંટણી પહેલા

Leave a Comment

error: Content is protected !!