પરેશ ગોસ્વામી આગાહિ: વરસાદ અંગે હવમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહિ, કયારે બેસશે ચોમાસુ

પરેશ ગોસ્વામી આગાહિ: વરસાદ અંગે હવમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહિ: હાલ આપણાં રાજ્ય ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ માથે આવ્યું હતું. ત્યારે આ વાવાઝોડા સમયે ગુજરાતમાં સારો એવો વરસાદ થયો હતો. પરંતુ હાલ ફરીથી ગરમીની ઋતુ અનુભવાય છે. તથા વાવાઝોડા સમયે થયેલ વરસાદથી ખેડૂતોએ પાકની વાવણી પણ કરી દીધી છે. પણ હવે ફરીથી વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહિ સામે આવી છે. આ પરેશ ગોસ્વામી આગાહિ શું કરી છે તે જોઈએ નીચે મુજબ.

પરેશ ગોસ્વામી આગાહિ વિશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરને લીધે વરસાદ પડ્યો હતો, પણ ગુજરાતમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી. કેરળમાં ગત 8મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે કેરળમાં પણ ચોમાસું સામાન્ય કરતા એક અઠવાડિયા મોડું બેઠું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ? કેવો પડશે વરસાદ?

ચોમાસુ નબળું પડ્યું છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મજબૂત બની આગળ વધશે. અત્યારે ચોમાસું ગોવાથી આગળ વધી ગયું છે. આવનાર 22 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે.

28 જૂન પછી ખૂબ વરસાદ પડશે

પરેશ ગોસ્વામી આગાહિની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે, 28 જૂન સુધી મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. જે બાદ ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે. 28 થી 3 જુલાઈની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ

અંબાલાલ પટેલની આગાહી

તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું એન્ટ્રી કરશે અને ધડબડાટી બોલાવશે તેવી શકયતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવનાર 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને કારણે અતિભારે વરસાદ પડી શકે છે.

પાણી આવક થશે

તેમણે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની સંભાવના છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક થશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે.

આપણે ઉપર મુજબ જોયું કે પરેશ ગોસ્વામી આગાહિ અને અંબાલાલ પટેલની આગાહી માં જણાવ્યુ છે કે ગુજરાતમાં જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ થશે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
પરેશ ગોસ્વામી આગાહિ
પરેશ ગોસ્વામી આગાહિ

પરેશ ગોસ્વામી આગાહિ માં ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે તેવું જણાવ્યુ છે ?

જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદ ક્યારે થશે ?

27 થી 30 જુનની વચ્ચે ચોમાસુ થશે.

2 thoughts on “પરેશ ગોસ્વામી આગાહિ: વરસાદ અંગે હવમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહિ, કયારે બેસશે ચોમાસુ”

Leave a Comment

error: Content is protected !!