PM KCC Lone Scheme: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટકાર્ડ: સસ્તા દરે મળશે લોન: કેન્દ્ર સરકાર દ્વારા 1998 માં કિશન ક્રેડિટ કાર્ડ યોજના (PM KCC Lone Scheme) શરૂ કરવામાં આવી હતી. આ યોજના થી આપણાં દેશમાં વસતા તમામ ખેડૂત માટે કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી યોજનાનો લાભ આપતા હોય છે. આ જ સમયમાં લગભગ 7 કરોડ જેટલા ખેડૂતો આ યોજનાનો લાભ લે છે. આ PM KCC Lone Scheme જેમાં ખેડૂતો માટે જુદી જુદી ખેતીને લગતી વસ્તુ લેવા માટે સસ્તા દરે લોન આપવામાં આવે છે. આ હેતુથી ખેડૂતો આ PM KCC Lone Scheme થી વંચિત ના રહે તે માટે ખેડૂતને લોન સહાય આપે છે. તો જોઈએ વધુ માહિતી આ PM KCC Lone Scheme વિશે.
PM KCC Lone Scheme ઓવરવ્યૂ
પોસ્ટનું નામ | PM KCC Lone Scheme |
યોજનાનું નામ | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના |
યોજનાનો પ્રકાર | કેન્દ્ર સરકારની સરકારી યોજના |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો |
ઉદ્દેશ્ય | ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો |
ઓફિશિયલ વેબસાઇટ | eseva.csccloud.in/KCC/Default.aspx |
PM KCC Lone Scheme વિશે
ખેડૂતોને સસ્તા દરે લોન મળે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ (PM-KCC Loan Scheme) યોજના શરૂ કરવામાં આવી હતી. જે સમય બાદ તેમાં ઘણી સફળ સ્કીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલના સમયે ભારતમાં લગભગ 7 કરોડ ખેડૂતો આ કાર્ડનો લાભ લઈ રહ્યા છે.કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતો જરૂર હોય, ત્યારે ટૂંકાગાળાની Loan લઈ શકે છે. તેનો હેતુ ખેડૂતો સશક્ત બને તે માટે લોનનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડવાનો પણ હતો. આ દરમિયાન વર્ષ 2023 સુધીમાં આ યોજનામાં ઘણા ફેરફાર થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: DSP ને કેટલો પગાર મળે છે? તે મળતી સુવિધાઓ તથા તેની કામ કરવાની રીત, જાણો અહીથી.
લોનની સાથે અન્ય સુવિધાઓ
Kishan Credit Cardમાં હવે લોનની સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે. આ કાર્ડના ઉપયોગ ખાતર, જંતુનાશકો અને મશીનરીની ખરીદી, સિંચાઈ, સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે કરવામાં આવતો હોય છે. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોએ આ કાર્ડનો લાભ લીધો છે.
આ કાર્ડનો કઈ રીતે થઈ શકે છે ઉપયોગ?
આ કાર્ડનો ઉપયોગ Commercialબેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત અલગ અલગ નાણાંકીય સંસ્થાઓ દ્વારા Kishan Credit Card આપવામાં આવે છે. તેમાં ખેતીની જરૂરિયાત માટે ઓછા દરે લોન સહાય આપવામાં આવે છે. ખેડૂતો માટે આ Card એક રીતે Single window method છે. જેના ક્રેડિટ કાર્ડ થકી લોન લેવા માટે ડોક્યુમેન્ટ પ્રોસેસની જરૂર પડતી નથી. આ કાર્ડની ઉપયોગ 7 કરોડથી વધુ ખેડૂતો કરી રહ્યા છે.
આ કાર્ડ કઈ રીતે મળી શકે?
આ કાર્ડ મેળવવા માટે તમારે સ્થાનિક Commercial બેંક, કો-ઓપરેટિવ બેંક તથા પ્રાદેશિક ગ્રામીણ બેંકનો સંપર્ક કરવો પડશે. ત્યાં જઈને તમારે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી પડશે. જેમાં તમારી પર્સનલ અને ખેતી અંગેની જાણકારી આપવાની રહેશે.
આ સિવાય તમારે તમારી આવક અને અગાઉના લોન લેનારાઓ વિશે પણ માહિતી આપવી પડશે. અરજી ફોર્મની સાથે સાથે તમારે કેટલાક અગત્યના ડૉક્યુમેન્ટ પણ જમા કરાવવા પડશે. જે નીચે મુજબ છે.
- અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
- ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે (કોઈપણ એક)
- બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલ હોવું જોઈએ.
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- પાન કાર્ડ
- ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ.
- જમીનની 7/12 અને 8-અ નકલ (Anyror Gujarat)
- ખેડૂત ભારતનો વતની હોવો જોઈએ.
- તે તમામ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે, જેઓ તેમની જમીનમાં ખેતી કરે છે અથવા બીજાની જમીનમાં ઉત્પાદન કે ખેતી કરે છે.
- જે કોઈપણ રીતે કૃષિ પાક ઉત્પાદન સાથે સંકળાયેલ છે.
કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ
Kishan Credit Cardનો ઉપયોગ ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓ માટે ધિરાણ લેવા થઈ શકે છે. તમે ખાતર, જંતુનાશકો દવાઓ અને મશીનરીની ખરીદી, સિંચાઈ, સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ Cardનો હેતુ ખેડૂતો માટે લોન અરજી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. તેના માટે ઓછા ડોક્યુમેન્ટ જોઈએ છે. અરજી પ્રક્રિયા સિમ્પલ છે.
આ પણ વાંચો: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો. ના કેબલ કે ના પેનડ્રાઇવ સીધી મોબાઇલથી પ્રિન્ટ.
આ લોનમાં કેટલું વ્યાજ લાગે છે?
kishan credit card માથી લોન લીધેલ ખેડૂત વ્યાજ દરમાં ઘણા પાસા અસર કરે છે. જો તમે આ Cardમાં 3 લાખ રૂપિયા સુધી ધિરાણ લો છો, તો આ રકમ તમે માત્ર 4 ટકાના વાર્ષિક વ્યાજ દરે મેળવી શકશો. તમે આનાથી વધુની લોન લેવા માંગતા હોવ તો તેના માટે તમારે જુદા જુદા હપ્તે ચુકવણી કરવાની રહેશે. પાક લેવાય બાદ અને વેચ્યા પછીના સમય મુજબ Flexible installmentsના રૂપમાં ચુકવણી તમે કરી શકો છો. સમયસર હપ્તા ભરવાને પ્રોત્સાહન આપવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાજમાં છૂટછાટ પણ આપે છે. પરિણામે ખેડૂતો પર વ્યાજનો બોજ ઓછો થાય છે.
આ યોજના અંતર્ગત વીમો પણ મળે છે!
આ Card ધરાવતા ખેડૂતને અકસ્માત વીમા કવચ પણ ઉપલબદ્ધ છે. જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય રકમ મળે છે. આ Card ખેડૂતોની નાણાકીય ક્ષમતા વધારવામાં અને ધિરાણના સરળ બનાવવામાં મદદ કરી શકે છે. તેણે આવશ્યક Inputs માટે સમયસર ધિરાણની ખાતરી કરીને અને ખેડૂતોના રોકડ પ્રવાહ સંચાલનમાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ કરી છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Kishan Credit Card નો ઉપયોગ અત્યાર સુધી કેટલા ખેડૂતોએ લભ લીધો છે ?
7 કરોડ ખેડૂતો એ
આ કાર્ડ દ્વારા લીધે લોનમાં કેટલું વ્યાજ લાગે છે?
વાર્ષિક 4 %
આ કાર્ડથી કઈ કઈ સુવિધાઑ મળે છે ?
ખાતર, જંતુનાશકો અને મશીનરીની ખરીદી, સિંચાઈ, સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે કરવામાં આવતો હોય છે.
2 thoughts on “PM KCC Lone Scheme: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટકાર્ડ, સસ્તા દરે મળશે લોન; જુઓ સંપૂર્ણ માહિતી.”