પીએમ કિસાન નિધિ ના 2000 રૂપિયા નું સ્ટેટસ કઈ રીતે જોવાય.

ખેડૂતમિત્રો આજે આપણે વાત કરીશું જે પીએમ કિશાન નિધિના 2000rs જમા થાય છે તેનું સ્ટેટસ કઈ રીતે ઓનલાઈન જોઈ શકાય.
અને જો હપ્તો ના આવતો હોય તો કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે અને તે ડોક્યુમેન્ટ્સ કોને આપવા આ તમામ માહિતી આજે આપણે આ પોસ્ટ માં જોઈશું.

લિંક :- https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

આ ૩ ડોક્યુમેન્ટ પર થી સ્ટેટસ જોઈ શકાશે.

(૧) આધાર કાર્ડ નંબર

(૨) મોબાઈલ નંબર

(૩) બેંક એકાઉન્ટ નંબર

(કોઈ પણ એક પર થી જોઈ શકાશે.)


    ત્યાર પછી ગેટ ડેટા પર ક્લીક કરો એટલે તમારું નામ,સરનામું, વગેરે માહિતી જોવા મળશે.. નીચે બોકસ માં કેટલા હપ્તા જમા થયા અને કઈ તારીખ ના થયા તે જોઈ શકાશે.. 

1 ફેબ્રઆરી 2019 થી 30 જૂન 2021 સુધી કુલ 61 લાખ 4 હજાર 877 ટ્રાન્જેકન અસફળ થયાં છે.

ટ્રાન્સફર અસફળ ના જાય તેના માટે કેવી રીતે અરજી કરવી :-

અરજી કરતી વખતે આપણે કંઈ કંઈ વાતો ધ્યાન મા રાખવી જોઈએ, અરજી કરનાર નું નામ અને બેંક પાસબુક માં એક જ જેવું હોવું જોઈએ, આઇએફસી કોડ મા કંઈ ભૂલ ના હોવી જોઈએ, બેંક ખાતા નંબર સાચો હોવો જોઇએ, ઘણી વખત ગામ નું નામ અને એડ્રેસ ખોટું હોવાથી પણ પૈસા અટકી સકે છે.

જો તમે પણ અરજી કરી છે અને પૈસા આવવાના બંધ થઈ ગયા હોય તો તમે જાતે pmkisan.gov.in પર માહિતી અપડેટ કરી શકો છો અથવા તમારી પંચાયત મા જઈ (આધાર કાર્ડ)માહિતી અપડેટ કરાવવી જરૂરી છે. માહિતી અપડેટ કરાવ્યા બાદ થોડા સમય પછી પૈસા ચાલું થઈ જાશે.

⭕ જરુરી ડોક્યુમેન્ટ ⭕

 

▪️આધાર કાર્ડ

▪️બેંક પાસબુક

▪️ઉતારા

પીએમ કિસાન ની આ બીજી વેબસાઇટ છે,

pmkisan.nic.in


વધુ માહિતી માટે તમારી ગ્રામ પંચાયત ની મુલકાત લઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!