PM Kisan Scheme: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે, આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરો.

PM Kisan Scheme: આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે: યાદીમાં તમારું નામ છે: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે આ અંતર્ગત ખેડૂતોને 13 હપ્તા દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતો ને ખાતર , કે અન્ય ખેતી માટેના ઉપકરણો તથા બિયારણ લેવા માટે સરકાર દ્વારા આ PM Kisan Scheme ચલાવવામાં આવે છે. આ PM Kisan Scheme હેઠળ ખેડૂતોને 13 જેટલા હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી છે.ત્યારે આજે ફરીથી 14 માં હપ્તાની જાહેરાત કરવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે. આ હપ્તાની ચૂકવણીમાં તમારું નામ છે કે કેમ તે ચકાસવા માટે આ પોસ્ટનો અભ્યાસ કરો. તો આવો જોઈએ આ PM Kisan Scheme વિશે નીચે મુજબ માહિતી.

આજે જાહેરાત થશે

દેશભરના આશરે 8.5 કરોડ ખેડૂતોને ગુરૂવારે મોટી ખુશખબર મળવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે પીએમ-કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) નીચે લગભગ 8.5 કરોડ ખેડૂત લાભાર્થીઓને 14મા હપ્તાના રૂપમાં લગભગ 17000 કરોડ રૂપિયા જારી કરશે. એક ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ રકમ ગુરૂવારે રાજસ્થાનના સીકરમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટકાર્ડ, સસ્તા દરે મળશે લોન; જુઓ સંપૂર્ણ માહિતી.

યોજનાની શરૂઆતથી લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 2.59 લાખ કરોડને પાર થવાની ધારણા છે. આ નાણાકીય સહાય ખેડૂતોને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે અને તેમના એકંદર કલ્યાણમાં યોગદાન આપશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

8.5 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળશે

PM મોદી આજે એટલે કે 27મી જુલાઈના રોજ 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી આ PM Kisan Scheme ના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરો થઈ ગયો છે. 13મો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો.

2019 માં શરૂ થઈ હતી યોજના

PM Kisan Scheme એટ્લે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) એ 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવેલી અને ડિસેમ્બર 2018થી અમલી બનેલી આ કેન્દ્રીય યોજના છે. આ યોજના હેઠળ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને 2.42 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ આપવામાં આવ્યો છે.

E-KYC વગર 14મો હપ્તો મળશે નહીં

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના લાભાર્થીઓએ 14મી ચુકવણીનો લાભ મેળવવા માટે તેમનું E-KYC પૂર્ણ કરવું પડશે. લાભાર્થીઓ PM-KISAN પોર્ટલ સાથે લિંક કરેલા આધાર મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા OTP નો ઉપયોગ કરીને અથવા PMKISAN GOI એપ ડાઉનલોડ કરીને અને ચહેરાના સ્કેન કરીને ઉપયોગ કરીને તેને તેમના આધાર મોબાઇલ નંબર સાથે લિંક કરીને સ્વતંત્ર રીતે EKYC ની ચકાસણી કરી છે. તમે E-KYC કરવા માટે પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો જે સરકાર દ્વારા જૂન 2023 માં Face authentication સુવિધા સાથે શરૂ કરવામાં આવી હતી. આ Appમાં તમે OTP કે Finger Print વિના તમારા ચહેરાને સ્કેન કરીને ઘરે બેઠા E-KYC કરાવી શકો છો.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

PM Kisan સમૃદ્ધિમાં કેન્દ્રની ભેટ

આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશને 1.25 લાખ પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સમર્પિત કરશે. સરકાર તબક્કાવાર રીતે દેશમાં Retail ખાતરની દુકાનોને PMKSK માં રૂપાંતરિત કરી રહી છે. આ PMKSK ખેડૂતોને Agree-Inputs, માટી, બિયારણ અને ખાતર માટે પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડશે. આ કેન્દ્રો ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે, અલગ અલગ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરશે અને Block અને જિલ્લા સ્તરના Outlast પર Retailsની નિયમિત ક્ષમતા નિર્માણની ખાતરી કરશે.

PM Kisan Scheme શું છે?

PM-કિસાન એ ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે ઉચ્ચ આવકની સ્થિતિના ચોક્કસ બાકાત માપદંડોને આધીન તમામ જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી છે. આ PM Kisan Scheme હેઠળ સરકાર દરેક પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં વાર્ષિક રૂ. 6000 transfer કરે છે. આ હપ્તાઓ દર ચાર મહિનામાં એક વાર transfer કરવામાં આવે છે.

લાભાર્થીની યાદી તપાસવાની રીત

  • સૌથી પહેલા PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • તે પછી લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  • ત્યાર બાદ રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ જેવી માહિતી દાખલ કરો.
  • ત્યાર પછી તમામ માહિતી ભર્યા પછી રિપોર્ટ પર ક્લિક કરો.
  • અને છેલ્લે આ પછી લાભાર્થીની યાદી તમારી સામે દેખાશે.

અગત્યની લિન્ક

PM કિસાનનો ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
લાભાર્થીની યાદી જોવા માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
PM Kisan Scheme
PM Kisan Scheme

PM Kisan યોજનાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://pmkisan.gov.in/

PM Kisan યોજના અંતર્ગત ખેડૂતોને કુલ કેટલા રૂપિયા ચૂકવવા આવે છે ?

3 હપ્તામાં 2000 એટ્લે કે વર્ષે 6000 રૂપિયા

PM Kisan યોજના ના 14માં હપ્તાની જાહેરાત ક્યારે થશે ?

27 જુલાઇ 2023 ના રોજ

3 thoughts on “PM Kisan Scheme: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે, આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરો.”

Leave a Comment

error: Content is protected !!