PM Kisan Yojana: પતિ પત્નિ બન્ને ખેડૂત હોય તો બન્ને ને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે કે કેમ? 14 મો હપ્તો ક્યારે આવશે.

PM Kisan Yojana: પતિ પત્નિ બન્ને ખેડૂત હોય તો બન્ને ને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે કે કેમ?: ભારત સરકાર ખેડૂતો માટે અનેક જુદી જુદી યોજના લઈને આવતા હોય છે. તેમાંની એક યોજના એટ્લે PM Kisan Yojana. આ યોજના માં ખેડૂતોને પૈસાની સહાય ચુક્વવામાં આવે છે. આ સહાય આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતો ને સહાય ચુક્વવામાં આવે છે. અને આ PM Kisan Yojana નો લાભ ઘણા ખેડૂતો એ લીધો છે. આ યોજનામાં જો પતિ પત્ની બંને ખેડૂત હોય તો બંને ને આ હપ્તાનો લાભ મળે? તેવો પ્રશ્ન થાય છે. તો આ પ્રશ્ન ઉપાય માટે નીચે મુજબ માહિતી આપેલ છે ચાલો જાણીએ.

PM Kisan Yojana

PM Kisan Yojana માં દરેક વર્ષે ખેડૂતોને 6 હજાર રુપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દર વર્ષે ત્રણ હપ્તા સીસ્ટમથી ખેડૂત ના ખાતામાં ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને આ યોજના હેઠળ 13 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. તેવામાં હવે દેશભરમાં મોટા ભાગે ખેડૂતો PM Kisan Yojana ના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: વીસ હજારથી ઓછી કિંમતમાં સારી કંપનીના 5G ફોન, જુઓ આ 5 શ્રેષ્ઠ ફોન;

શું સમાચાર છે 14 માં હપ્તાનાં

પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત સરકાર તરફથી હજુ સુધી PM Kisan Yojanaના 14મા હપ્તાના રુપિયાને ટ્રાન્સફર કરવાને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સનું મુજબ તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો આ મહિનાની 26 મેથી 31 મે વચ્ચે transfer કરી શકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ યોજનાથી ખેડૂત પરિવારમાં પતિ-પત્ની બંનેને લાભ મળી શકે? ચાલો જાણીએ.

પીએમ કિસાન યોજના વિશે સ્પષ્ટતા

પીએમ કિસાન યોજના ખેડૂત પરિવાર માટે ચલાવવામાં આવે છે. તેથી જો પતિ અને પત્ની બંને ખેડૂત છે તો પણ આ યોજનાનો લાભ પરિવારના એક જ સદસ્યને મળવા પાત્ર છે. આ વાતને પીએમ કિસાન પોર્ટલ પર સરકારે પોતે ચોખવટ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારમાંથી કોઈ એક જ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો એકથી વધુ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે તો તેને કેન્સલ કરી દેવામાં આવે છે. તેમજ જો બે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો ગમે ત્યારે પકડાઈ જવા પર સરકાર દ્વારા આ રકમ રિકવર કરે છે.

આ પણ વાંચો: શું તમારે પણ લગ્નમાં મંગાવવું છે હેલિકોપ્ટર,જાણો કેટલો ખર્ચો આવે

આગામી હપ્તો મળશે કે નહીં?

સરકાર દ્વારા 13 હપ્તાની ચુકવણી થઈ ગઈ છે. ત્યારે આ 13મા હપ્તા પછી નામ રજિસ્ટર કરાવનાર ખેડૂતો અને પહેલાથી આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો સરળતાથી એ તપાસ કરી શકે છે કે આગામી હપ્તો તેમને મળશે કે નહીં? PM Kisan Yojanaની ઓફિશિયલ વેબસાઈટ પર દર્શાવેલ લાભાર્થીઓના લિસ્ટમાં પોતાનું નામ છે કે નહીં તે જોઈ શકે છે અને 14માં હપ્તાના 2000 મળશે કે નહીં તે ચોખવટ થશે.

લિસ્ટમાં નામ ચેક કરવા માટેના સ્ટેપ

તમે જાતે પીએમ કિસાન 2023નું નવું લિસ્ટ જોઈ શકો છો. લાભાર્થીઓનું આ લિસ્ટ જોવું ખૂબ જ સહેલું છે. આ લિસ્ટ જોવા માટે ના સ્ટેપ ફોલો કરો.

  1. સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન કરો.
  2. ત્યાર બાદ અહીં farmer corner નીચે beneficiary list વિકલ્પ આપવામાં આવ્યો હશે.
  3. આ beneficiary list વિકલ્પ પર ક્લિક કરો.
  4. ત્યાર બાદ આ સાથે જ નવું પેજ ખૂલશે જેમાં તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામનું નામ સિલેક્ટ કરો.
  5. બાદમાં માગવામાં આવેલ તમામ જાણકારી ભર્યા બાદ get report પર ક્લિક કરો.
  6. તેમ કરતાં જ તમારી સામે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ ઓપન થઈ જશે.
  7. આ લિસ્ટને જોઈને તમે જાણી શકો છો કે તમારું નામ લાભાર્થી ખેડૂત તરીકે છે કે નહીં.

પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી માટે pmkisan.gov.in વેબસાઇટ ની મુલાકાત લેશો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
PM Kisan Yojana
PM Kisan Yojana

પીએમ કિસાન 2023 મુજબ પતિ પત્ની બંનેને આ હપતાનો લાભ મળે ?

ના

પીએમ કિસાન 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

https://pmkisan.gov.in/

પીએમ કિસાન 2023 ના દર કેટલા મહિને હપ્તા મળે છે?

3 મહિને

પીએમ કિસાન 2023 માં વર્ષના કુલ કેટલા રૂપિયા મળે છે?

6000

2 thoughts on “PM Kisan Yojana: પતિ પત્નિ બન્ને ખેડૂત હોય તો બન્ને ને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે કે કેમ? 14 મો હપ્તો ક્યારે આવશે.”

Leave a Comment

error: Content is protected !!