પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ PDF 2023 | Pradhan Mantri Awas Yojana Gujarat

આ પોસ્ટમાં આપણે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે સંપૂર્ણ માહિતી :

Complete information about Pradhan Mantri Awas Yojana :

નરેન્દ્ર મોદી સરકારના વર્ષ 2023 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. સાથે જ હોમ લોન પર વ્યાજ દરોમાં સબસિડી પણ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25મી જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેના ફાયદાઓ :

જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.

અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા હોવા જોઈએ નહિ.

કુટુંબ ની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઈએ.

અરજદારે PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ હોવો જોઈએ નહિ.

લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.

૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ મળવા પાત્ર સહાય :

  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ.ત્રણ લાખ પચાસ હજાર) છે.
  • જે પૈકી કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (રૂ.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્ય સરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (રૂ.બે લાખ) ની રહેશે.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

  1. જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)
  2. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો આવકનો દાખલો(૩ લાખ થી ઓછી આવક મર્યાદા)
  3. લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંધનામું.
  4.  આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના તમામ સભ્યની)
  5.  ચુંટણીકાર્ડ ની નકલ
  6.  બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  7.  રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો
  8.  લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  9.  સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર સંમતિપત્ર.

પ્રધાનમંત્રી આવાસ યોજના સતાવાર વેબસાઈટ :

WEBSITE

પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા અરજી કયાં કરવી:

  • મહાનગર પાલિકા વિસ્તારના લોકો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
  • જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના લોકો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે?

A. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તાર માં રહેતા લોકો માટે છે.

Q. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર સહાય કેટલી છે?

A. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ.ત્રણ લાખ પચાસ હજાર) છે.

Q. પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા કુટુંબની ઓછામાં ઓછી આવક મર્યાદા કેટલી?

A. પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા કુટુંબની ઓછામાં ઓછી આવક મર્યાદા ₹3,00,000/- છે.

Q. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે?

A.પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે.

Leave a Comment

error: Content is protected !!