Private Plain Village: આ ગામમાં દરેક ઘરોમાં છે પ્રાઈવેટ પ્લેન, દરેક લોકો રિક્ષાની માફક ફરે છે પ્લેન લઈને.

Private Plain Village: આ ગામમાં દરેક ઘરોમાં છે પ્રાઈવેટ પ્લેન: પ્લેનમાં બેસવું એ દરેક લોકો માટે એક સપનું હોય છે. પરંતુ અમુક કારણો સર આ સપનું ફક્ત સપનું જ રહી જતું હોય છે. પ્લેનમાં મુસાફરી કરી ને લોકો પરિવહન નો આનંદ લેતા હોય છે. પરંતુ અમે આ જે એવા એક Private Plain Village વાળા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ. જ્યાં દરેક ઘરે પર્સનલ પ્લેન છે. અને દરેક લોકો રિક્ષાની માફક આ પ્લેનનો ઉપયોગ કરે છે. પ્લેન લઈને કામ કરવા જાય છે. બહાર જવા માટે પ્લેનનો ઉપયોગ કરે છે. તો આવો જાણીએ આ Private Plain Village વિશે વધુ માહિતી નીચે મુજબ.

Private Plain Village વિશે

પ્લેનમાં બેસવું આજે પણ અનેક લોકોનું સપનું હોય છે. લોકો પ્લેનને પસાર થતા આશ્ચર્યથી જોઈ રહેલા હોય છે. એમાં પણ પ્રાઈવેટ જેટ એટલે કે પોતાનું પ્લેન હોવું તો લક્ઝરી માનવામાં આવે છે. એવામાં આજે એક એવા Private Plain Village ગામની વાત કરીશું જેના મોટાભાગના લોકો પાસે પોતાનું પ્લેન છે અને તેમાં જ તેઓ નાસ્તો કરવા માટે અને ફરવા માટે જાય છે. તો આવો જાણીએ.

Private Plain Village

આ વાત છે અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની Spruce Creek. આ ગામને રેસિડેન્સિયલ એરપાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં 1300 ઘર છે. જેમાં 5000 લોકો રહે છે. આ ગામ માંથી અડધાથી વધારે એટલે કે 700 થી વધુ ઘરના લોકો પાસે પોતાનું પ્રાઈવેટ પ્લેન છે. જે તમને તેમના ઘરની આગળ પાર્ક થયેલા જોવા મળી શકે છે.

પ્લેન ઉડાડવાની તાલીમ લીધી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ગામમાં રહેતા મોટા ભાગના લોકો તાલીમ લીધેલા પાયલટ છે. એવામાં તેઓ પ્લેન રાખે અને ઉડાવે તે સામાન્ય વાત છે. પરંતુ આ ગામમાં અનેક જાણીતા વકીલ, ડૉક્ટર અને એન્જીનિયર્સ પણ રહે છે. તેઓ પણ પ્લેન રાખવાના શોખીન છે. તેમણે પણ પ્લેન ઉડાડવાની તાલીમ લીધી છે. પ્લેનને ઉડાવવા અને લેન્ડ કરાવવા ગામની બહાર રનવે છે. ઘરેથી તેઓ કારની જેમ ચલાવતા રનવે સુધી લઈ જાય છે અને ત્યાંથી તેમને ગંતવ્ય સ્થાને પહોંચે છે.

શનિવારે રનવે પર ભેગા થાય છે

મજાની વાત તો એ છે કે, આ ગામના મોટાભાગના લોકો દરેક શનિવારે Runway પર સાથે મળે છે અને ત્યાંથી પ્લેન ઉડાવીને પ્રાંતના કોઈ મોટા એરપોર્ટ પર જઈને નાસ્તો કરે છે. જે બાદ તેઓ પરત ફરે છે. જો કે, અમેરિકાનું આ માત્ર એક જ આવું ગામ નથી. ટેક્સાસ, વૉશિંગ્ટન, કેલિફોર્નિયા, એરિઝોના અને કોલોરાડો સહિત અનેક પ્રાંત એવા છે જેમાં આવા નજારા જોવા મળી શકાય છે. અમેરિકાની પ્રતિ વ્યક્તિ આવક ઉંચી છે એટલે તેમનું આવી રીતે પ્લેન ખરીદવું પણ સામાન્ય છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Private Plain Village
Private Plain Village

Private Plain Village ક્યાં સ્થિત છે ?

અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની Spruce Creek.

આ ગામ માં કેટલા લોકો પાસે પ્રાઈવેટ પ્લેન છે ?

700 લોકો કે તેથી વધુ

1 thought on “Private Plain Village: આ ગામમાં દરેક ઘરોમાં છે પ્રાઈવેટ પ્લેન, દરેક લોકો રિક્ષાની માફક ફરે છે પ્લેન લઈને.”

Leave a Comment

error: Content is protected !!