વરસાદ ચોથો રાઉન્ડ: વરસાદના ચોથા ની અંબાલાલ ની આગાહિ, આ જિલ્લાઓમા પડશે ધોધમાર વરસાદ

વરસાદ ચોથો રાઉન્ડ: અંબાલાલ ની આગાહિ: વરસાદની આગાહિ: ગુજરાત મા વરસાદે આગળના ત્રણ રાઉન્ડમા લોકોને ત્રાહિમામ કરી દિધા હતા. જુનાગઢ જેવા ઘણી જગ્યાએ જળબંબાકાર ને લીધે પૂર ની પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ. ત્યારે ત્રીજા રાઉન્ડ બાદ મેઘરાજાએ થોડા દિવસનો વિરામ લીધો છે. થોડા દિવસથી વરાપ મળવાથી ખેડૂત મિત્રો એ રાહત નો શ્વાસ લીધો છે. અને પાકને નુકશાન થવાનો ભય ઓછો થયો છે. એવામા ફરી વરસાદની ચોથા રાઉન્ડની તૈયારીઓ શરૂ થવા માંડી છે, વરસાદના ચોથા રાઉન્ડ ને લઇને અંબાલાલે આગાહિ કરી છે.

વરસાદ ચોથો રાઉન્ડ

આગામી સમયમાં વરસાદ નો ચોથો રાઉન્ડ કેવો વરસાદ રહેશે? તેને લઇને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લાઓમા કેવો અને ક્યાં વરસાદ પડશે? તે અંગે આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. ગુજરાતમાં ફરી એકવાર ચોથા રાઉન્ડમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળે તેવી શકયતા છે. રાજ્યના અનેક ભાગોમાં 4-5 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની અસર જોવા મળે તેવી શકયતા છે.

વરસાદના આગળના 3 રાઉન્ડ મા ભારે વરસાદ થવાથી ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 92% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલાઓના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, ઉત્તર ગુજરાત તરફ એર સાઇક્લોનિક એર સર્ક્યુલેશન બની શકે છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અંબાલાલ ની આગાહિ

વરસાદના ચોથા રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન સર્જાવાને કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી શકે છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની શકયતા દેખાઇ રહિ છે. ગુજરાત રિજીયનમાં આગામી 4 અને 5 ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ તરફથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન તેજ પવન ફૂંકવાની સંભાવના રહેલી છે. ભારે પવનને કારણે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના દેખાઇ રહિ છે. જ્યારે આ દરમિયાન સતત વરસાદ નહીં પડે, પરંતુ હાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.

આ સાથે રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 79.24 ટકા જેટલો પડી ગયો છે. જ્યારે કચ્છમાં સિઝનનો 136 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ થયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, ઉત્તર ગુજરાતમાં 67 ટકા, અને મધ્ય ગુજરાતમાં 63 ટકા વરસાદ પડી ગયો છે. ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો દહેગામ તાલુકામાં સિઝનનો 67.77 ટકા વરસાદ નોંધાયો છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
વરસાદ ચોથો રાઉન્ડ
વરસાદ ચોથો રાઉન્ડ

Leave a Comment

error: Content is protected !!