Rain forecast Gujarat: દ્વારકા- બનાસકાંઠામાં 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ વધુ માહિતી અહીથી.

Rain forecast Gujarat: દ્વારકા- બનાસકાંઠામાં 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી: હાલ બિપોરજોય વાવાઝોડા પછી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. પણ વાવાઝોડા પછી મેઘરાજાએ થોડા દિવસો આરામ લીધા બાદ ફરીથી બેટિંગ કરવાની શરૂઆત કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ફરીથી Rain forecast Gujarat વિશે હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. ક્યાં જીલ્લામાં પડશે વરસાદ? જોઈએ વધુ માહિતી નીચે મુજબ.

Rain forecast Gujarat વિશે

ગુજરાતના ભૂમિ પૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રવિવારે તા. 25 જૂન ના રોજ થી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પ્રારંભ થયો છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના લગભગ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ટાઇટન સબમરીનમાં કઈ રીતે થયો બ્લાસ્ટ, જુઓ અહીથી,આ બ્લાસ્ટનો વિડીયો આવ્યો સામે.

આ જિલ્લામાં આગાહી

Rain forecast Gujarat માં આજે દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે.

30 તારીખ સુધીની આગાહી

ગુજરાતમાં Rain forecast Gujarat માં હવામાન વિભાગ દ્વારા તા 27 જૂને મેઘરાજાના નવસારી, ગીર સોમનાથ, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા શક્યતા જણાવી છે. તા 28 જૂને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તા 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: શું તમને પણ ડુંગળી ખાવાની આદત છે? તો જાણીલો આ વાત કે ડુંગળી કાચી ખાવી કે પકવીને.

Sky mate ની આગાહી

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે તેવું જણાવ્યુ છે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ પાડવાની શક્યતાઓ છે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે તેવું જણાવ્યુ હતું.

છેલ્લા 24 કલાકનો વરસાદ

ગુજરાતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ, ઘોઘા સિવાય અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Rain forecast Gujarat
Rain forecast Gujarat

30 જૂને ક્યાં જિલ્લામાં વધુ વરસદની આગાહી કરવામાં આવી છે ?

ગુજરાતના લગભગ બધા જિલ્લામાં

Rain forecast Gujaratમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ નોંધાયો છે ?

ઘોઘામાં,અમરેલીમાં,બરવાળા અને ભાવનગર તથા ગુજરાતના 94 જેટલા તાલુકામાં

1 thought on “Rain forecast Gujarat: દ્વારકા- બનાસકાંઠામાં 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ વધુ માહિતી અહીથી.”

Leave a Comment

error: Content is protected !!