Raksha Bandhan: 5 લાખની રાખડી: બહેનોએ આપી ભાઈને સૌથી મોટી ભેટ: હમણાં થોડા સમય પછી શુભ શ્રાવણ માસની શરૂઆત થશે. ત્યારે આ શ્રાવણ માસમાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આ તહેવારોમાં રક્ષાબંધનનો તહેવાર ખાસ હોય છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. અને આશીર્વાદ આપે છે. આ પવિત્ર રક્ષાબંધન માટે બહેન પોતાના ભાઈ માટે દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને રાખડી બાંધે છે. હાલ Raksha Bandhan નો તહેવાર નજીક આવતો જાય છે તેમ માર્કેટમાં રાખડીનું વેચાણ શરૂ થઈ ગયું છે.
આ Raksha Bandhanનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ માર્કેટમાં રાખડીઑનું વેચાણ વધુ થતું જાય છે ત્યારે લખનઉ શેરમાં બહેનોએ તેના ભાઈ માટે 5 લાખ રૂપિયા સુધીની રાખડી બનાવડાવી છે. શું તમે ક્યારેય આવી રાખડી વિશે સાંભળ્યુ છે અથવા તો આવી રાખડી જોઈએ છે? તો જોઈએ આ Raksha Bandhan ની રાખડી વિશે ની માહિતી નીચે મુજબ.
Raksha Bandhan વિશે
નવાબના શહેર લખનઉ વિશે કહેવાય છે કે, નવાબ વાજિદ અલી શાહના સમયમાં લોકો રક્ષાબંધનના તહેવાર પર એકબીજાને હીરા અને ઝવેરાતની રાખડીઓ બાંધતા હતા. તેની પાછળ આવી માન્યતા હતી કે, ભાઈ અને બહેનનો સંબંધ ક્યારેય તૂટવો ન જોઈએ.
આ પણ વાંચો: પાણીની બોટલ વિશેનું તથ્ય, જે પાણીની બોટલ 20 રૂપિયામાં ખરીદીએ છીએ તેની ઓરીજનલ કિંમત છે આટલી.
ભાઈ બહેનનો સબંધ
ભાઈ બહેનનો અતૂટ સંબંધ ક્યારેય બગડે નહીં તે માટે આવી મોંઘી રાખડીઓ બાંધવામાં આવતી હતી, જે આવનારા રક્ષાબંધન સુધી ભાઈઓ હાથ પર પહેરતા હતા. આજે આટલા વર્ષો પછી લખનઉથી નવાબોનો સુવર્ણ યુગ ગયો છે, પરંતુ નવાબી પરંપરા ફરી એકવાર શરૂ થતી જોવા મળી રહી છે. અહીં આ વખતે બહેનો તેમના ભાઈઓના હાથ પર કોઈ સામાન્ય રાખડી નહીં, પરંતુ હીરાની રાખડી બાંધશે. જેથી આ રાખડી હંમેશા ભાઈઓના હાથ પર બાંધેલી રાખે. આ રાખડીઓની વિશે જાણીએ તો આ રાખડી પર અઢી કેરેટના હીરાથી જડિત છે.
રાખડીની કિંમત
Raksha Bandhan વિશેમાં રાખડીની કિંમત તથા તેના પર ડાયમંડ સોલિટેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ રાખડીઓની સુંદરતામાં વધારો કરે છે. આ રાખડીઓની કિંમત 25 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની બનાવેલી છે.
આ બહેનો દ્વારા રાખડી બનાવમાં આવે છે.
ચોક સરાફા એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ આદિશ જૈન દ્વારા બહેનો માટે આ રાખડીઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, જૈન જ્વેલર્સ હંમેશા જથ્થાબંધ ધંધો કરે છે, આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી લોકોએ સોના-ચાંદી અને હીરાની રાખડીઓ બનાવવાનું શરૂ કર્યું છે, તેથી જ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આ રાખડીઓ સ્ટોકમાં બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: Gyan sahayak Recruitment- જ્ઞાનસહાયક શિક્ષક ભરતી, શાળાઓમાં થશે 25000 શિક્ષકની ભરતી, શિક્ષણમંત્રીની જાહેરાત.
અત્યાર સુધીનું બુકિંગ
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ડાયમંડની 13 રાખડીઓ બુક થઈ ગઈ છે. એટલે કે અત્યાર સુધી એવી 13 બહેનો છે, જેણે આ વખતે પોતાના ભાઈઓના હાથ પર હીરાની રાખડી બાંધવા માટે તૈયારી કરી લીધી છે. તેમણે કહ્યું કે, આ હીરાની રાખડીઓ પર નાના ડાયમંડ પણ લગાવવામાં આવે છે, જેના કારણે તેની કિંમત વધુ છે. સોના અને ચાંદીની રાખડીઓ કરતાં આ રાખડીઓ બનાવવામાં વધુ સમય લાગે છે.
સોના તથા ચાંદીની રાખડી
હીરા સિવાય 24 કેરેટ સોના અને ચાંદીની રાખડીઓ પણ બનાવવામાં આવે છે. જ્યાં ચાંદીની રાખડીઓ 500 થી 5000 સુધીની છે. તથા સોનાની રાખડીની કિંમત 2000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીની કિંમતમાં આવે છે. બહેનોએ સોના-ચાંદીની રાખડીઓ પર તેમના ભાઈઓના ફોટા પણ લગાવ્યા છે. કોઈએ Bhai લખ્યું છે તો કોઈએ Bro લખાવ્યું છે. આટલું જ નહીં, કેટલીક બહેનોએ રાખડી પર ભારતીય તિરંગો પણ બનાવડાવ્યો છે, જેથી તેમનો ભાઈ દેશની પણ રક્ષા કરી શકે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

સોનાની રાખડીની કિંમત કેટલી છે ?
2000 રૂપિયા થી લઈને 3 લાખ રૂપિયા સુધીની કિંમત છે.
ડાયમંડની રાખડી અત્યાર સુધી કેટલી બુકિંગ થઈ ગઈ છે?
અત્યાર સુધીમાં ડાયમંડની 13 રાખડીઓ બુક થઈ ગઈ છે.
રાખડી કેટલા કેરેટ હીરાથી જડિત છે ?
આ રાખડી પર અઢી કેરેટના હીરાથી જડિત છે.
1 thought on “Raksha Bandhan: અહિયાં બહેનોએ આપી ભાઈને સૌથી મોટી ભેટ, 5 લાખની રાખડી, જુઓ કેવી દેખાઈ છે.”