રથયાત્રા 2023: આજે અમદાવાદમા અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી રથયાત્રા નીકળી હતી. જેમા 18 કીમી લાંબી આ રથયાત્રામા ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માનવમહેરામણ ઉમટી પડયુ હતુ. આ વખતે 3D મેપીંગ નો ઉપયોગ કરવામા આવ્યો હતો. જેમા કંટ્રોલ રૂમમાથી આ રથાયાત્રા ના રૂટને લાઇવ ટ્રેક કરવામા આવતો હતો. ત્યારે ચાલો જોઇએ આ રથયાત્રાના ડ્રોન વ્યુ થી લીધેલા અદભુત ફોટો.
રથયાત્રા 2023
આજે અષાઢી બીજનો પાવન પર્વ નિમિતે અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા માટે નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના કરતબ જોવા મળ્યા હતી. તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા છે.

આજે રથયાત્રાના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ નગરચર્યા પર નીકળ્યા છે. ત્યારે આખું શહેર હાલ ભગવાન જગન્નાથના રંગમાં રંગાયુ છે. રથયાત્રાને કારણે આજે અમદાવાદમાં લોકોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં ઝાંખીઓ, કરતબ કરતા પહેલવાનો ઉપરાંત ભજન મંડળીઓ પણ જોડાઇ હતી. ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામા આવ્યુ છે. મોટી સંખ્યામાં રથયાત્રામાં આવતા ભક્તો આજે ભક્તિના રંગમાં રંગાઇ ગયા છે. ત્યારે રથયાત્રામાં વિવિધ ટેબ્લાએ લોકોમા આકર્ષણ જમાવ્યુ છે.




અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |