Rental agreement: ભાડા કરાર ૧૧ માસનો જ શું કામ હોય છે, ચાલો જાણીએ;

Rental agreement: આપણાં દેશમાં મકાન, દુકાન કે જમીન વગેરે વગેરે આપણે ભાડા પ લેતા હોઈએ છીએ અને ભાડે લેનાર અને ભાડે આપનાર બંને વચ્ચે જે કરાર કરવામાં આવે છે તેને ભાડા કરાર કહેવામા આવે છે. આ ભાડા કરારમાં જોઈએ તો જામે જાણો છો કે ભાડા હમેશા 11 માસના જ શું કામ હોય છે? શું કામ આ કરાર 1 વર્ષ નથી કરવામાં આવતો? તો ચાલો જાણીએ આ બાબત વિશે.

Property ભાડે આપતા Rental agreement કરવામા આવે

અન્ય રાજ્યો કે બીજા શહેર માથી આવતા માણસો જ્યારે કોઈ કામ અર્થે પોતાના ઘરથી દૂર નોકરી ,કામ , અભ્યાસ કરતાં કરવા માટે આવે છે એ લોકો પોતાનું નવું ઘર લેવા કરતાં અન્ય વ્યક્તિનું ઘર ભાડે રાખતા હોય છે. ભાડે ઘર આપતા વ્યક્તિઓ ની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. ભાડાના ઘરમાં રહેવાના ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવું જરૂરી હોય છે, જેમાંનો એક ભાડા કરાર લેવાનો હોય છે. જ્યારે પણ ભાડૂ આત ઘર ભાડે રાખે છે ત્યારે તેની હારે ભાડા કરાર કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ Rental agreement ફક્ત 11 મહિના માટે જ કેમ કરવામાં આવે છે અને આખા વર્ષ માટે કેમ નહીં?

આ પણ જુઓ: હવે કોલ્ડ્રિંક્સને બદલે પીવો આ દેસી પીણાં, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શું જરૂરિયાત છે ભાડા કરારની?

તમને જણાવી કે જ્યારે ભાડૂઆત ભાડા પર ઘર રાખે છે અને મકાનનો માલિક તે વ્યક્તિને ભાડા માટે મકાન આપે છે, ત્યારે બંને વચ્ચે તેનો લેખિતમાં એગ્રીમેન્ટ કરવામાં આવે છે. એ કરારમાં ઘર , ભાડૂઆત અને મકાન માલિક વિશે ની માહિતી જોડે જોડે સરનામું અને ભાડાની વિગતો દર્શાવેલી હોય છે અને એ સાથે જ મકાન માલિક દ્વારા તેની શરતો નો પણ ઉલ્લેખ તેમાં દર્શાવેલો કરે છે. આ શરતો ભાડે રહેનાર વ્યક્તિને પાલન કરવાની હોય છે. આ દસ્તાવેજને Rental agreement કહેવામાં આવે છે.

Rental agreement વિશે જાણવા જેવું

હવે જે વ્યક્તિને આ Rental agreement વિશે ખ્યાલ હશે તેને જોયું હશે કે ભાડા કરાર 12 માસને બદલે માત્ર 11 માસ માટે જ કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ એ છે કે જો મકાન માલિક તેની કોઈપણ મિલકત 12 માસ કે તેથી વધુ સમયગાળા માટે ભાડે આપે છે તો તેને Rental agreement ની નોંધણી કરાવવી પડશે અને આ કાગળ કામ કરવામાં ઘણો ખર્ચો થાય છે અને એ તકલીફથી બચવા માટે ભાડા કરાર ફક્ત 11 માસ માટે કરવામાં આવે છે. જો કે એટલું જ નહીં પણ 12 માસનો કરાર કરવા પર નોંધણી ફી સાથે સ્ટેમ્પ પેપર પણ લાગુ કરવામાં આવે છે તેની સામે 11 મહિના માટે ભાડા કરાર કરવા માટે આવી કોઈ કરવાની જરૂર રહેતી નથી.

આ પણ જુઓ: ચા પીવાના છે ઘણા ફાયદા, તમે પણ આ જાણી ચા પીવાની શરુ કરી દેશો.પણ દિવસમાં 3 થી 4 કપ જ પીવી.

શું ભાડા કરાર કરવો જરૂરી છે?

ઘણા બઘા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે શું ભાડા કરાર કરવો જરૂરી છે? તો જવાબ છે હા , કારણ કે ભાડા કરારથી મકાન માલિક અને ભાડે રહેનાર વ્યક્તિ બંનેને પછીથી ઉદ્ભવતી મિસીબતોનો સામનો ન કરવો પડે. આ ભાડા કરારમાં મકાન માલિકના તમામ નિયમો અને શરતો, રેન્ટ અને અન્ય તમામ માહિતી નો ઉલ્લેખ હોય છે.

Home PageClick here
Join our whatsapp GroupClick here
Rental agreement
Rental agreement

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

ભાડાકરાર કેટલા સમયનો હોય છે ?

Ans: ભાડાકરાર ૧૧ માસનો હોય છે.

Leave a Comment

error: Content is protected !!