RTE Admission Form: ખાનગી શાળામા ધોરણ 1 મા Free એડમીશન માટે RTE ના ફોર્મ ભરવાનુ શરુ,જાણો આખી પ્રોસેસ

RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ મા ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમા છે. આ પૈકીની જ એક સારી અને ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ છે. આ યોજનામા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કઇ રીતે ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે તેની માહિતી મેળવીશુ.

RTE Admission Form 2023

RTE Admission Form 2023

યોજનાRTE Admission Form 2023
લાભધો.1 મા ખાનગી શાળામા એડમીશન
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ10-4-2023 થી 22-4-2023
ડોકયુમેન્ટલીસ્ટ મુજબ
લાયકાતતા.1 જૂન 2023 સૂધી મા 6 વર્ષ પૂર્ણ
ઓફીસીયલ વેબસાઇટhttps://rte.orpgujarat.com/

RTE Form 2023

શિક્ષણક્ષેત્રની આ યોજના રાઇટ ટુ એજયુકેશન 2009 અંતર્ગત ધોરણ 1 મા ખાનગી શાળાઓમા તેની સંખ્યાના 25 % જગ્યાઓ પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને કોઇ પણ ફી લીધા વગર ફ્રી પ્રવેશ આપવામા આવે છે. અને આ વિદ્યાર્થી ધો. 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યા સુધી મફત શિક્ષણ આપવામા આવે છે. આવા બાળકોની ફી સરકાર તરફથી ખાનગી શાળાઓને આપવામા આવે છે. ઉપરાંત સરકાર તરફથી આ બાળકોને દર વર્ષે રૂ.3000 રી એમ્બર્સ પણ આપવામા આવે છે.

આ પણ વાંચો; Aadhar Photo Change: શું તમારા આધાર કાર્ડ મા ફોટો સારો નથી, જાણો ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ

RTE Admission પ્રોસેસ 2023

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

 • આ યોજના માટે સૌ પ્રથમ સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી ન્યુઝપેપર મા જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
 • સૌ પ્રથમ વાલીઓને જરૂરી ડોકયુમેન્ટ એકઠા કરવા માટે સમય આપવામા આવે છે.
 • ત્યારબાદ નક્કી કરેલી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે.
 • ઓનલાઇન ફોર્મમા શાળાઓ સીલેકટ કરતી વખતે વિદ્યાર્થી જ્યા રહેતા કરતા હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.
 • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કોઇ કચેરીએ જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની શિક્ષણની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન યોગ્યતા ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો ફોર્મ એપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ફોર્મ મા ભુલ હોય અથવા ડોકયુમેંટ ની કવેરી હોય તો આ ફોર્મ રીજેકટ કરવામા આવે છે.
 • ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે સંપૂર્ણ મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડી વિદ્યાર્થીથીઓને એડમીશન આપવામા આવે છે.
 • એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ ADMIT CARD ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.
RTE ADMISSION PROCESS 2023
RTE ADMISSION PROCESS 2023

આ પણ વાંચો; માનવ કલ્યાણ યોજના 2023: મળશે 28 પ્રકારના વ્યવસાય માટે free સહાય, ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ

RTE Document List 2023

RTE Admission Form ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરુર રહે છે.

 • રહેઠાણ નો પુરાવો
 • વાલીનું જાતીનું પ્રમાણપત્ર
 • જન્મનું પ્રમાણપત્ર
 • બાલગૃહ ના બાળકો
 • બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
 • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
 • ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)
 • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
 • ફોટોગ્રાફ
 • વાલીની આવક નો દાખલો
 • બીપીએલ
 • વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
 • અનાથ બાળક
 • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
 • શહીદ થયેલ જવાનના બાળકો
 • સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે
 • સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
 • બાળકનું આધારકાર્ડ
 • વાલીનું આધારકાર્ડ
 • બેંકની વિગતો

જરૂરી ડોકયુમેન્ટ ની ડીટેઇલ યાદિ આ પોસ્ટમા નીચે લીસ્ટ PDF મૂકેલી છે.

RTE FORM DATE 2023

RTE FORM DATE 2023
RTE FORM DATE 2023

RTE ફોર્મ જરૂરી સૂચના

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જેમા ઘણી વખત જ્યા પ્રવેશ ન લેવો હોય તેવી શાળા સીલેકટ થઇ જતી હોવાથી તેમા એડમીશન મળી જાય તો પાછળથી તેમા કોઇ ફેરફાર થવાની શકયતા નથી. એટલે વાલીઓએ ફોર્મ ભરતી વખતે શાળા સીલેકટ કરવામા ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત આરટીઈ એડમીશન નોટીફીકેશન આવ્યા બાદ વાલીઓને ડોકયુમેન્ટ એકઠા કરવા માટે પહેલા જરૂરી સમય આપવામા આવે છે. ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થાય છે. તેથી પહેલા જરૂરી ડોકયુમેન્ટ ભેગા કરી લેવા જોઇએ. RTE એડમીશન માટે તેની આગળની પ્રોસેસની લેટેસ્ટ સૂચનાઓ https://rte.orpgujarat.com/ ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. આ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

ફોર્મ ભરતી વખતે રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે અપલોડ કરવાનું રહેશે.

હાલ RTE એડમીશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ છે. નિયત સમયમર્યાદામા તમારા બાળકનુ ફોર્મ ઓનલાઇન કોઇ ભૂલ ન આવે તે રીતે કાળજી રાખી સમબીટ કરો. અને RTE એડમીશન ની આગળની પ્રોસેસ માટે RTE ઓફીસીયલ વેબસાઇટ rte.orpgujarat.com ચેક કરતા રહેવુ.

RTE Admision form 2023 Link

RTE Admision official websiteclick here
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટClick here
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટClick here
Home pageclick here
jon whatsapp Groupclick here

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

RTE એડમીશન ફોર્મ ભરવા સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://rte.orpgujarat.com

RTE એડમીશન ફોર્મ ભરવા વય મર્યાદા શું છે ?

બાળકને 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ પુરા થતા હોવા જોઇએ.

RTE એડમીશન ફોર્મ 2023 ઓનલાઇન ભરવાની તારીખ શુંં છે ?

10-4-2023 થી 22-4-2023

RTE એડમીશન મા કયા ધોરણમા પ્રવેશ મળે છે ?

ધોરણ 1 મા

1 thought on “RTE Admission Form: ખાનગી શાળામા ધોરણ 1 મા Free એડમીશન માટે RTE ના ફોર્મ ભરવાનુ શરુ,જાણો આખી પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!